HomeIndiaભાઈ એમ જ નથી કહેવાતુ 'મોદી હે તો મુમકીન હે' PM Modi

ભાઈ એમ જ નથી કહેવાતુ ‘મોદી હે તો મુમકીન હે’ PM Modi

Date:

Related stories

 

9800 કરોડનો અધધધ વિકાસ પ્લાન! PM Modi

PM Modi આજે ઉત્તર પ્રદેશના બલરામપુરમાં સરયૂ કેનાલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. 9800 કરોડના આ પ્રોજેક્ટથી 9 જિલ્લાના 25થી 30 લાખ ખેડૂતોને ફાયદો થશે. તેનાથી 14 લાખ હેક્ટરની સિંચાઈ ક્ષમતામાં વધારો થશે. આ કાર્યક્રમમાં સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. આ પ્રોજેક્ટને પૂર્ણ થતાં 50 વર્ષ લાગ્યાં.318 કિલોમીટર લાંબો આ પ્રોજેક્ટ 9,800 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. સરયૂ કેનાલ પ્રોજેક્ટથી 9 જિલ્લાના 30 લાખ ખેડૂતોને ફાયદો થશે. તેનાથી 14 લાખ હેક્ટરની સિંચાઈ ક્ષમતામાં વધારો થશે.સરયુ કેનાલ પ્રોજેક્ટમાં પાંચ નદીઓને પણ જોડવામાં આવી છે. પૂર્વાંચલના નવ જિલ્લાઓને 318 કિલોમીટર લાંબી મુખ્ય નહેર અને ઘાઘરા, સરયુ, રાપ્તી, બાણગંગા અને રોહીન નદીઓને જોડતી 6,600 કિલોમીટરની લિંક કેનાલોનો સમાવેશ કરતી નહેર સાથે જોડવામાં આવશે. આ પ્રોજેક્ટથી એક તરફ ખેડૂતોને તેમના ખેતરમાં સિંચાઈ માટે મફત પાણી મળશે, તો બીજી તરફ પૂરની દુર્ઘટનામાં પણ ઘટાડો થશે. નદીના પાણીને કેનાલોમાં ફેરવવાથી પૂરની અસર ઓછી થશે. PM Modi

કોંગ્રેસને લીધી આડે હાથ PM Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાનું ઉદઘાટન કર્યા બાદ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસની સરકારના કારણે આ યોજના ખોરંભે પડી અને તેનો ખર્ચો વધી ગયો. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. આમ પણ પ્રસંગ કોઈ પણ PM Modi પોતાની લાક્ષણીક અદાઓમાં કોંગ્રેસને પોતાના તર્ક-વિતર્ક અને મજાકીયા અંદાજમાં આડે હાથે લેવાનો એક પણ મોકો ચુકતા નથી. ત્યારે આ વખતે પણ તેમનો કઈક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો જે લોકોએ પણ ખુબ જ માણ્યો હતો

2022 દૂર નથી PM Modi

એ વાત સાવ સ્પષ્ટ છે કે જે કોઈ પણ લોકાર્પણ, ખાતમુહર્ત, શિલાન્યાસ કે આયોજન થઈ રહ્યા છે તે 2022ને ઘ્યાનમા લઈ થઈ રહ્યા છે. કારણકે આ વખતે એક બે નહી પણ 5 રાજ્ય પર તમામે તમામ પક્ષોની નજર છે. ત્યારે આ પ્રકારે જ જો ભાજપ આક્રમકતા સાથે જો અલગ અલગ કાર્યક્રમોથી જો સભાઓ ગજવી અપ્રત્યક્ષ રીતે શક્તિપ્રદર્શન કરશે તો ચોક્કસથી વિપક્ષ માટે એક મોટો પડકાર ઉભો થશે તેમાં કોઈ બેમત નથી. PM Modi

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories