HomeIndiaHome Minister Amit Shah has tested negative: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના...

Home Minister Amit Shah has tested negative: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ આવ્યો નેગેટિવ, અમિત શાહે ટ્વિટ કરીને આપી માહિતી

Date:

Related stories

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સોશિયલ મીડિયામાં એક નિવેદનમાં ખુદ અમિત શાહે ટ્વિટ દ્વારા જણાવ્યું હતું કે, ‘આજે મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું ભગવાનનો આભાર માનું છું અને આ સમયમાં જે લોકોએ મારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ આપીને મને અને મારા પરિજનોને સાથ આપ્યો તે તમામનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ડોક્ટર્સની સલાહ પ્રમાણે હજુ સુધી કેટલાંક દિવસો હોમ આઈસોલેશનમાં રહીશ.’

 

 

અત્રે આપને જણાવી દઈએ કે, ગત 2 ઓગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેર કર્યું હતું કે, તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યો જે પોઝિટિવ આવ્યો છે. તેમને વધુ સારવાર માટે ગુરૂગ્રામ ખાતેની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં 12 દિવસની સારવાર બાદ તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

 

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories