HomeIndiaજો બાઇડનએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે કરી વાત, Russia-Ukraine War-India News Gujarat

જો બાઇડનએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે કરી વાત, Russia-Ukraine War-India News Gujarat

Date:

Related stories

Russia-Ukraine War: જો બાઇડને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે કરી વાત, કહ્યું રશિયા સામે લડવામાં મદદ કરશે અમેરિકા

  • Russia-Ukraine War: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે, ‘અમેરિકા યુક્રેન અને યુક્રેનિયન લોકોને સહાયતા અને મદદ કરવાનું ચાલુ રાખશે.’
  • અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને (Joe Biden) તેમના યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી (Volodymyr Zelensky) સાથે વાત કરી છે. બાઇડને ઝેલેન્સકીને રશિયાના હુમલાને લઈને જણાવ્યું હતું કે, અમેરિકા યુક્રેનને
    (Russia-Ukraine War) મદદ કરશે(Russia-Ukraine War). રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી છે. રશિયન સૈનિકોએ યુક્રેન પર મિસાઇલોથી હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. રાજધાની કિવ સહિત અનેક શહેરોમાં ફાયરિંગનો અવાજ સંભળાયો છે. વિશ્વ નેતાઓએ રશિયાના આ પગલાની ટીકા કરી છે.
  • જો બાઇડને એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘હું રશિયન સૈન્ય દળો દ્વારા આ બિનઉશ્કેરણીજનક અને ગેરવાજબી હુમલાની નિંદા કરું છું. મેં તેમને આજે રાત્રે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ઉઠાવવામાં આવેલા પગલાઓ વિશે માહિતી આપી હતી.લોકોની સાથે ઊભા રહેવા માટે આહવાન કરવા જણાવ્યું હતું.
  • અમેરિકી રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે, ‘અમેરિકા યુક્રેન અને યુક્રેનિયન લોકોને સહાયતા અને મદદ કરવાનું ચાલુ રાખશે.’ બાઇડને G7 નેતાઓ સાથે મુલાકાત કરશે અને રશિયા વિરુદ્ધ વધારાના પ્રતિબંધોની જાહેરાત કરશે (Russia-Ukraine War)……INDIA NEWS GUJARAT

રશિયાનો હુમલો ઉશ્કેરણીજનક અને અકારણ : બાઇડન

આ પહેલા જો બાઇડને યુક્રેન પર રશિયાના હુમલાને ઉશ્કેરણી જનક અને અકારણ ગણાવ્યો હતો. તેણે હુમલાની નિંદા કરી અને કહ્યું કે તેના માટે રશિયાની જવાબદારી નક્કી કરવામાં આવશે. બિડેને એક લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે, “રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક પૂર્વ આયોજિત યુદ્ધ પસંદ કર્યું છે જે લોકોના જીવન પર વિનાશક અસર કરશે.” આ હુમલામાં લોકોના મૃત્યુ અને વિનાશ માટે માત્ર રશિયા જ જવાબદાર હશે, અમેરિકા અને તેના સાથી અને ભાગીદારો એકજૂથ અને નિર્ણાયક રીતે જવાબ આપશે. વિશ્વ રશિયાની જવાબદારી નક્કી કરશે……INDIA NEWS GUJARAT

યુદ્ધનું પરિણામ શું આવશે?

બીજી તરફ, રશિયા દ્વારા સંપૂર્ણ બળના હુમલાની સ્થિતિમાં ઘણું જાનમાલનું નુકસાન થઈ શકે છે. આ યુક્રેનની ચૂંટાયેલી સરકારને ઉથલાવી શકે છે. તેના સંઘર્ષના પરિણામે રશિયા પર વિશ્વવ્યાપી પ્રતિબંધો આવી શકે છે. જેની અસર યુરોપને ઊર્જા સામગ્રીના પુરવઠા પર પડી શકે છે અને વૈશ્વિક નાણાકીય બજાર પર પણ ગંભીર અસર પડી શકે છે. આ સિવાય મોટા પાયે વિસ્થાપન પણ જોઈ શકાય છે. વૈશ્વિક બજાર પર અસર થવા લાગી છે. તેલ સહિત ઉર્જા-સઘન વસ્તુઓના ભાવ વધવા લાગ્યા છે…..INDIA NEWS GUJARAT

તમે પણ આ વાંચી શકો છો –

Will the war between Russia and Ukraine result in a third world war? રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ શું ત્રીજા વિશ્વયુદ્ધમાં પરિણમશે?

તમે પણ આ વાંચી શકો છો –

T20 Series: જાડેજા અને બુમરાહ શ્રીલંકા સામેની T20 શ્રેણીમાં વાપસી કરી રહ્યા છેજાડેજા અને બુમરાહ શ્રીલંકા સામેની T20 શ્રેણીમાં વાપસી કરી રહ્યા છે -India news gujrat

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories