HomeGujaratRisk Of Many Diseases Ranging From Intestinal Upset:લાલ મરચું સ્વાસ્થ્ય માટે નુક્સાનકારક-India...

Risk Of Many Diseases Ranging From Intestinal Upset:લાલ મરચું સ્વાસ્થ્ય માટે નુક્સાનકારક-India News Gujarat

Date:

Related stories

Risk Of Many Diseases Ranging From Intestinal Upset:લાલ મરચું સ્વાસ્થ્ય માટે નુક્સાનકારક-India News Gujarat

Risk Of Many Diseases Ranging From Intestinal Upset: આપણે ઘણીવાર સાંભળ્યું હોય છે કે, ગુસ્સામાં લાલચોળ થવું. પરંતુ શું તમને ખબર છે કે, આ ગુસ્સાનું કારણ પણ લાલ મરચું જ હોય શકે છે? લાંબા સમય સુધી લાલ મરચાનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે તો ડિપ્રેશનનો શિકાર પણ થવાની શક્યતા છે.

પાચનતંત્રમાં ગડબડ

ઝારખંડની રાજધાની રાંચીની સદર હોસ્પિટલનાં ડાયટિશિયન ડો. મમતા કુમારીએ જણાવ્યું હતું કે, લાલ મરચામાં પાણી હોતું નથી,પરંતુ મરચામાં રહેલા તત્વો જે શરીરના પાચન તંત્રમાં ગડબડ કરે છે. વધુ પ્રમાણમાં લાલ મરચું પાવડરનું સેવન કરવાથી પેટમાં અલ્સર થવાની સંભાવના રહે છે.

આંતરડા પણ ખરાબ થાય છે

ખાવામાં લાલ મરચું પાવડરનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. મરચાને પાવડરને રૂપમાં ઉપયોગ કરવો જોઈએ પરંતુ જમવા ઉપર છાંટવું જોઈએ નહીં. લાલ મરચા પાવડરથી મોઢામાં ચાંદા પડે છે અને આંતરડાને પણ નુકસાન પહોંચે છે. લાલ મરચાની ચટણી ખાતા પહેલાં પણ ધ્યાન રાખવું જોઈએ.

પેટની ગરમી વધારે છે

ઉનાળામાં લાલ મરચાનો પાવડર ખાવો ઝેર બરાબર હોય છે. જેના કારણે પેટની ગરમી વધે છે અને આંતરડામાં પણ તકલીફ થાય છે. જયારે લોકો બહારનું ખાઈ છે ત્યારે શરીરમાં ઘણું નુકસાન થાય છે. બહારના જમવામાં ઓયલી હોવાની સાથે-સાથે હાઈજિનનું પણ ધ્યાન રાખવામાં નથી આવતું. ત્યારે જમવામાં લાલ મરચું પાવડર મિક્સ કરે છે ત્યારે પેટ ખરાબ થઇ જાય છે.

મસાલેદાર ખોરાક ખાવાથી ગુસ્સો આવે છે

હાલમાં કરવામાં આવેલી શોધમાં બતાવવામાં આવ્યું છે કે, હાઇબીપીનાં દર્દીઓ માટે આ ખતરનાક છે. લાલ મરચું વધુ પ્રમાણમાં ખાવાથી અગ્રેશન વધી શકે છે. ડો. મમતા જણાવે છે કે, લાંબા સમય સુધી સ્પાઈસી ફૂડનું સેવન કરો છો તો વ્યવહારમાં ચિડચિડાપણું, ગુસ્સો અને આક્રોશ જોવા મળે છે.

હતાશાના લક્ષણો

બિહેવિયરલ એન્ડ બ્રેઈન સાયન્સ જર્નલના સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે, ગરમ આબોહવાવાળા વિસ્તારોમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં જ્યારે લાલ મરચાને ડાયટમાં સામેલ કરવામાં આવે છે, તો સેલ્ફ કંટ્રોલમાં ઘટાડો આવે છે અને ડિપ્રેશનના લક્ષણો પણ દેખાવા લાગે છે.

સેક્સ્યુઅલ એક્ટિવ થઇ જાય છે પુરુષ

ફ્રાન્સમાં કરવામાં આવેલા એક સંશોધન મુજબ લાલ મરચું ખાવાથી પુરુષોમાં હોર્મોન્સનું લેવલ વધે છે અને સેક્સ્યુઅલી વધુ એક્ટિવ થઇ જાય છે.
ડો.મમતા જણાવે છે કે, જેવું આપણે ખાઈએ છીએ તેવું જ આપણા શરીરમાં થાય છે.ઉનાળાનાં દિવસોમાં લાલ મરચાથી દૂર રહેવું જોઈએ. ઉનાળામાં એ પ્રકારનું ડાયેટ લેવું જોઈએ જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય.

લીલી મરચું,કાળા મરી અને સફેદ મરી છે બેસ્ટ

લીલા મરચામાં ભરપૂર પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે. આ સાથે જ વિટામિન સી પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. લીલું મરચું સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે. તો તીખાપણાં માટે લાલ મરચાની જગ્યાએ કાળા મરી અને સફેદ મરી લેવા જોઈએ.

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories