HomeIndiaPartygate Scam: શું બ્રિટિશ પીએમ જોહ્ન્સન રહેશે પીએમ પદ પર કે પછી...

Partygate Scam: શું બ્રિટિશ પીએમ જોહ્ન્સન રહેશે પીએમ પદ પર કે પછી છોડવો પડશે સત્તાનો મોહ? પાર્ટીગેટ કેસમાં વડાપ્રધાનની  અગ્નિપરીક્ષા

Date:

Related stories

RBI Repo Rate: રેપો રેટમાં વધારાની અસર, બેંકે વ્યાજ દરમાં વધારો કર્યો – INDIA NEWS GUJARAT

3 દિવસની બેઠક બાદ રેપો રેટમાં વધારાની કરી જાહેરાત  RBI...

Google Maps નવા અપડેટમાં જોવા મળશે અસલી દુનિયા, લોકોએ કહ્યું આની રાહ જોઈ રહ્યા હતા – INDIA NEWS GUJARAT

ગૂગલ મેપ્સ એપ્લિકેશન વિશે ઘણા રસપ્રદ અપડેટ્સની જાહેરાત કરી Google...

Kabul Blast: કાબુલની શાળામાં વિસ્ફોટ, 100 બાળકોના ઘટનાસ્થળે જ મોત – INDIA NEWS GUJARAT

કાબુલની શાળામાં વિસ્ફોટ Kabul Blast ,અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન આવ્યા બાદ...

Partygate Scam: શું બ્રિટિશ પીએમ જોહ્ન્સન રહેશે પીએમ પદ પર કે પછી છોડવો પડશે સત્તાનો મોહ? પાર્ટીગેટ કેસમાં વડાપ્રધાનની  અગ્નિપરીક્ષા

પાર્ટીગેટ કાંડને કારણે મુશ્કેલીમાં ફસાયેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનને સોમવારે હાઉસ ઓફ કોમન્સમાં ગૃહનો વિશ્વાસ સાબિત કરવો પડશે. સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટી પોતે તેમની વિરુદ્ધ આ ઠરાવ લાવી રહી છે. જો તેઓ આ પ્રસ્તાવમાં હારી જશે તો પીએમ પદ જતું રહેશે. જો કે, તેની શક્યતા ઓછી છે.

સોમવારે વિશ્વાસનો મત

પાર્ટીગેટ ગોટાળા અંગે કેટલીક વધુ વિગતો બહાર આવ્યા બાદ બેકબેન્ચ કમિટીએ સોમવારે વિશ્વાસનો મત લાવવાની જાહેરાત કરી હતી. સમિતિના અધિકારી ગ્રેહામ બ્રેડીએ જણાવ્યું હતું કે તેમને ધારાશાસ્ત્રીઓ તરફથી જ્હોન્સનના નેતૃત્વમાં વિશ્વાસનો મત આપવા માટે ઘણા પત્રો મળ્યા છે.

પ્રસ્તાવને 15 ટકા સાંસદોની સહમતી

આ પ્રસ્તાવને 15 ટકા સાંસદોની સહમતી મળી છે. સ્થાનિક સમય મુજબ સાંજે 6 થી 8 વાગ્યા સુધી મતદાન થઈ શકશે. જો જ્હોન્સન 359 કન્ઝર્વેટિવ ધારાશાસ્ત્રીઓનો વિશ્વાસ મેળવવામાં નિષ્ફળ જશે, તો તેમને કન્ઝર્વેટિવ નેતા અને વડા પ્રધાન પદેથી દૂર કરવામાં આવશે. જો તે જીતશે તો વધુ એક વર્ષ સુધી પદ પર રહેશે.

40 થી વધુ સાંસદોએ કરી રાજીનામાની માંગ 

બ્રિટિશ રાજકીય નિષ્ણાતોના મતે, 57 વર્ષીય જોન્સન વિશ્વાસનો મત જીતી શકે છે, પરંતુ તે તેમના નેતૃત્વને ફટકો આપી શકે છે. કોવિડ નિયમો તોડવા સંબંધિત પાર્ટીગેટ કાંડ કેસમાં પાર્ટીના 40 થી વધુ સાંસદો તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

શું છે પાર્ટીગેટ કેસ?

પાર્ટીગેટ કેસ કોરોના રોગચાળાના શરૂઆતના દિવસોમાં 20 જૂન 2020ના રોજ બ્રિટિશ પીએમ ઓફિસ 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે જન્મદિવસની પાર્ટી સાથે સંબંધિત છે. આ પાર્ટી કેબિનેટ રૂમમાં કોરોના નિયમોનું ઉલ્લંઘન કરીને આયોજિત કરવામાં આવી હતી. આ માટે પીએમ જોનસન અને તેમની પત્ની કેરીને જવાબદાર માનવામાં આવે છે. બ્રિટિશ નેતાઓએ તેને ‘પાર્ટીગેટ સ્કેન્ડલ’ ગણાવ્યું છે.

જોન્સન સહિત 83 લોકો પર દંડ

ગયા બુધવારે, વરિષ્ઠ સરકારી અધિકારી સ્યુ ગ્રેએ આ બાબતે બહુપ્રતિક્ષિત અહેવાલ બહાર પાડ્યો હતો. તે જ સમયે, સ્કોટિશ પોલીસ તપાસમાં જોન્સન સહિત 83 લોકો પર દંડ ફટકારવામાં આવ્યો છે. પાર્ટીગેટ કૌભાંડ બહાર આવ્યા બાદ જ્હોન્સન પર રાજીનામું આપવાનું દબાણ વધી રહ્યું હતું. તેણે તેના માટે માફી માંગી હતી પરંતુ વ્યક્તિગત સ્તરે કંઈપણ ખોટું કર્યું હોવાનો ઇનકાર કર્યો હતો. ગ્રેના વચગાળાના અહેવાલના આધારે પોલીસે ઓપરેશન ‘હિલમેન’ હેઠળ તપાસ શરૂ કરી હતી. જે 83 લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે તેમાં પીએમ જોન્સન, તેમની પત્ની કેરી જોન્સન અને બ્રિટિશ મંત્રી ઋષિ સુનકના નામ સામેલ છે.

 

આ પણ વાંચી શકો: પેરાશૂટ વિના 33 હજાર ફૂટની ઊંચાઈએથી પડીને પણ બચી ગઈ એર હોસ્ટેસ, ગિનિસ બુકમાં નોંધાયું નામ

આ પણ વાંચી શકો: Putin’s Protective Shield : જાણો પુતિનની સુરક્ષા કવચની સંભાળ કોણ રાખે છે

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories