HomeIndiaકેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ પાંચ રાજ્યોનો પ્રવાસે - Election Commission

કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ પાંચ રાજ્યોનો પ્રવાસે – Election Commission

Date:

Related stories

BJP Jansampark Abhiyaan: 30 દિવસ સુધી જનતા સાથે ચર્ચા કરવામાં આવશે – India News Gujarat

BJP Jansampark Abhiyaan ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: BJP Jansampark Abhiyaan:...

Weather Update: દિલ્હી-NCRમાં 40 KMની ઝડપે પવન ફૂંકાશે – India News Gujarat

Weather Update ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Weather Update: છેલ્લા કેટલાંક...

 

કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ પાંચ રાજ્યોનો પ્રવાસે – Election Commission

આગામી વર્ષ 2022ની શરૂઆતમાં 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુર વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ Election Commission દ્વારા પણ તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આ પાંચ રાજ્યોનો પ્રવાસ કરીને જાન્યુઆરી અંત સુધીમાં આ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ જાહેર કરશે. કેન્દ્રીય ચૂંટણી પંચના પ્રવાસ અનેક રીતે મહત્વનો માનવામાં આવી રહ્યો છે.Election Commission

2022 શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી – Election Commission

2022 શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને આ વર્ષ શરૂ થતાની સાથે જ ચૂંટણીનો માહોલ વધારે આક્રમક અંદાજમાં જોવા મળશે તેમાં કોઈ બેમત નથી. અત્યારથી જ ચારેબાજુ અલગ અલગ કાર્યક્રમો થકી વિવિધ યોજનાઓનું લોકાર્પણ, શિલાન્યાસ, આયોજનો અને નવી વિકાસની ગાથાને લઈ પીએમ મોદી ઉત્તરપ્રદેશમાં અનેક સભાઓ ગજવી ચુક્યા છે ત્યારે આગામી સમયમાં બીજા તમામ પક્ષો પણ કોઈ પણ પ્રકારની પીછેહઠ નહીં કરે અને જનતાને મનાવવાનો એક પણ મોકો નહી ચુકે.Election Commission

કેન્દ્રીય ચૂંટણી પંચના માથે અનેક પ્રકારની જવાબદારીઓ

જ્યારે જ્યારે ચુંટણી આવે ત્યારે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચના માથે અનેક પ્રકારની જવાબદારીઓ આવી જતી હોય છે. સ્વાભાવિક છે કે 135 કરોડની વસ્તી ધરાવતા આપણા દેશમાં એક જ વર્ષમાં 5-5 મોટા રાજ્યોમાં ચૂંટણી હોય ત્યારે જે-તે રાજ્યોની વ્યવસ્થાથી લઈ અનેક માળખાગત આવશ્યકતાને સમજી ત્યાની સમીક્ષા કરવી જરૂરી બનતી હોય છે એવામાં ચૂંટણીપંચે Election Commission પણ કમરકસી લીધી છે જેથી કરીને આવનાર સમયમાં કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય અને શાંતિપુર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ જાય.

કેન્દ્રીય ચૂંટણી પંચે શરૂ કરી તૈયારીઓ

આશા રાખીએ કે કેન્દ્રીય ચૂંટણી પંચ પોતાની તમામ જવાબદારીને સમજી ચૂંટણીલક્ષી પડકારોને પહોંચીવળી જે તે જરૂરીયોતોને પુરી કરી આગળના સમયમાં સફળતાપુર્વક ચૂંટણીનું આયોજન કરી શકે. દેશ આમ પણ અનેક પ્રકારના આંદોલનો, વિરોધ અને અનેક પરિબળો સાથે સમય વિતાવી રહ્યો છે ત્યારે સુરક્ષા વ્યવસ્થાનો દ્રષ્ટિકોણ પણ ચૂંટણીપંચ Election Commission માટે જોવો જાણવો અને સમજવો જરૂરી બની જતો હોય છે.

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories