HomeIndiaBeaware of fake links-કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની લિંક તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી...

Beaware of fake links-કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની લિંક તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે-India News Gujarat

Date:

Related stories

9 Years of Modi Government: શું ગુમાવ્યું, શું મેળવ્યું – India News Gujarat

9 Years of Modi Government ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: 9...

Baba Bageshwar Update: મારો વિરોધ કરનાર રાવણ – India News Gujarat

Baba Bageshwar Update ઈન્ડિયા ન્યૂઝ, રાજકોટ: Baba Bageshwar Update: બાગેશ્વર...

Beaware of Fake Links-કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની લિંક તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે -India News Gujarat

 • ફિલ્મની Link ઇરાદાપૂર્વક બનાવવામાં આવી છે.
 • જો તેને ડાઉનલોડ(Download)  કરશો, તો લેભાગુ તત્વો ઇરાદો સિદ્ધ કરી લેશે
 • Link પર ક્લિક કરતાની સાથે જ ગેજેટમાં રહેલી તમામ વિગતોનું એક્સેસ સામેવાળી પાર્ટીને મળી જશે
 • કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની ચારે તરફ ચર્ચા થઈ રહી છે.
 • કાશ્મીરના મુદ્દાને લઈને લોકો જે પ્રકારે મૂવી જોયા બાદ પોતાનું રિએક્શન આપી રહ્યા છે.
 • તેને કારણે જાણે એક પ્રકારની લોકોએ પોતાની રીતે ઝુંબેશ ઉપાડી છે.
 • જે મલ્ટીપ્લેક્સ થિયેટરો છે. તે ફૂલ થતા જોવા મળી રહ્યા છે.

પ્રમોશન વગર કેમ ફિલ્મ બહુ ચાલી રહ્યું છે?(Beware Of Fake Links)

 • જે મૂવીનું (Movie)કોઈપણ પ્રકારનું પ્રમોશન નથી કરવામાં આવ્યું છતાં પણ મૂવીને જોવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. તેની પાછળનું સૌથી મહત્વનું કારણ એ છે કે, જે વિષય ઉપર ફિલ્મ બનાવવામાં આવી છે.
 • તેને કારણે સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. જેને કારણે કેટલાક લેભાગુ તત્વો આવી સ્થિતિનો પણ લાભ ઉઠાવવા માટેની તૈયારી કરતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે.
 • કાશ્મીર ફાઇલ્સ મૂવીની ફેક લિંક અત્યારે સોશિયલ મીડિયા(Social Media) ઉપર ખૂબ સ્પ્રેડ કરવામાં આવી રહી છે.
 • જો તમે મૂવી જોવાની લાલચમાં આ લિંકને ડાઉનલોડ (Download) કરશો તો તમારી સાથે છેતરપિંડી થવાની શક્યતાઓ રહેલી છે.
 • તમારું બેંક એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે.

બેંક એકાઉન્ટને ગણતરીની સેકન્ડની અંદર પણ ખાલી કરી શકે (Beware Of Fake Links)

 • કાશ્મીર ફાઇલ્સ મૂવીને લઈને સામાન્ય પ્રજાથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધીના વ્યક્તિઓ પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું છે.
 • તેના કારણે સોશિયલ મીડિયામાં કેટલાક લેભાગુ તત્વો ખોટી રીતે લિંક મોકલીને તમારી પાસે ડાઉનલોડ કરવા માટેનો ઓપ્શન આવશે.
 • જો તમે તેને ડાઉનલોડ કરશો તો તમારા ફોનની તેમજ તમારા બેંક એકાઉન્ટની તમામ વિગતો તેને મળી જશે.
 • તે તમારા બેંક એકાઉન્ટને ગણતરીની સેકન્ડની અંદર પણ ખાલી કરી શકે છે.

ફેક લિંકનું સર્વર વિદેશમાં આવેલું હોય છે (Beware Of Fake Links)

 • ફેક લિંક, APK ફાઇલ્સ એપ્લિકેશન છે.
 • જેના થકી આ લિંક તમારા મોબાઇલ ઉપર તમારા નંબર પર મળી શકે છે.
 • આ એપ્લિકેશન ડાઉનલોડ કરો તો તમને કદાચ એના પરથી પાયરેટેડ મૂવી દેખાઈ શકે છે.
 • તો કેટલાક કિસ્સાઓની અંદર ડાઉનલોડ કરવા છતાં પણ પાયરેટેડ મૂવી તમને જોવા મળી શકે નહીં. પરંતુ આ જે લિંક છે.
 • એ બધી ઇરાદાપૂર્વક બનાવવામાં આવી છે. જો તમે તેને ડાઉનલોડ કરશો તો તે પોતાનો ઇરાદો સિદ્ધ કરી લેશે. આ એક પ્રકારની ફિશિંગ લિંક છે કે, જે તમે ડાઉનલોડ કરતાની સાથે જ તમે તમારો એક્સેસ સામેવાળી પાર્ટીને આપી દો છો. જે તમારા ગેજેટમાં રહેલી તમામ વિગતો મેળવી શકે છે.
 • ખાસ કરીને તમારા આઈડી પ્રુફ, સર્ચ હિસ્ટ્રી અને ફાઇનાન્શિયલ ડેટાઇલ્સ મેળવીને બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે.
 • આ લિંકનું સર્વર વિદેશમાં આવેલું હોય છે. હાલ જે લિંક આવી રહી છે. તેનું સર્વર અમેરિકા અને ચાઇનામાં હોય તેવું લાગે છે.
 • આ લિંક ટેલિગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા એપ્લિકેશન થકી પણ તમારા મોબાઇલ ઉપર આવી શકે છે.

પરિણામ ખૂબ જ ગંભીર આવી શકે છે (Beware Of Fake Links)

 • સાયબર એક્સપર્ટ સ્નેહલ વકીલે જણાવ્યું કે, છેલ્લા એક સપ્તાહથી જે રીતે કાશ્મીર ફાઇલ્સ મૂવીની દેશભરની અંદર જબરજસ્ત રીતે ચર્ચા થઈ રહી છે.
 • તેવા સંજોગોમાં ગંભીર બાબત અમારા ધ્યાન પર આવી છે. ઘણા યુવાનો થિયેટરમાં કે મલ્ટિપ્લેકસમાં જવા કરતાં વધારે પોતાના મોબાઈલ ઉપર જ મૂવી જોઈ લેવાનું પસંદ કરતા હોય છે.
 • જો આ પ્રકારની પાયરેટેડ પણ આવે તો ખૂબ જ ઝડપથી તેના તરફ આકર્ષાય અને તે લિંકને એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેતા હોય છે. જેનું પરિણામ ખૂબ જ ગંભીર આવી શકે છે. તે યુવાનો સમજતા નથી.

કોપિરાઈટ એક્ટનું ઉલ્લંઘન (Beware Of Fake Links)

 • મૂવીની જેટલી ચર્ચા તેના ડિરેક્ટર અને પ્રોડ્યૂસર દ્વારા કરવામાં આવી છે. તેમાં પણ તેમણે સ્પષ્ટ કર્યું છે કે, આ પ્રકારની કોઇપણ પાયરેટેડ લિંક થિયેટર સિવાય બીજે કોઈ સોશિયલ મીડિયામાં મૂકી નથી.
 • એટલે યુવાનો સમજી જવું જોઈએ કે, જે લિંક સ્પ્રેડ થઈ રહી છે. તે ફેક છે. આ લિંક જો તમે ડાઉનલોડ કરો તો તમે પોતે પણ કોપિરાઈટ એક્ટનું ઉલ્લંઘન કરો છો. જેમાં કલમ 63, 63 A, 65, 65A, 66, 66C, 66D હેઠળ તમે પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ થઈ જાવ છો.

ફેક લિંક પરથી ફિલ્મ ડાઉનલોડ ન કરો  (Beware Of Fake Links)

વધારે ગંભીર બાબત એ છે કે, તમે ડાઉનલોડ ન કરો જેથી કરીને તમે પોતે કોઈ મોટી ફાઇનાન્સિયલ મુશ્કેલીમાં ન મૂકાવો અથવા તો તમારી કોઈ પ્રાઈવેટ મોબાઈલમાં રહેલી ક્લિપો કે અન્ય કોઈ વસ્તુઓ સાર્વજનિક થાય કે, તેનો કોઈ ગેરલાભ ઉઠાવી શકે. જો આવી કોઈ એપ્લિકેશન તમારા મોબાઈલ પર કે સોશિયલ મીડિયા મારફતે તમારા સુધી પહોંચી હોય તો તાત્કાલિક અસરથી સાયબર સેલનો સંપર્ક કરી લેવો જરૂરી છે

તમે પણ આ વાંચી શકો છો –

Corona Update Surat-24 કલાકમાં માત્ર 3 કેસ નોંધાયા,9 દિવસમાં એક પણ દર્દીનું મોત નહીં

તમે પણ આ વાંચી શકો છો –

Duplicate remdesivir Injection- હવે EDના સકંજામાં, આરોપીની 1.4 કરોડની સંપત્તિ જપ્ત

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories