HomeToday Gujarati Newsભારતીય મહિલા ક્રિકેટ ટીમે ODI WORLD CUPમાં વેસ્ટ ઈંડિઝને ધૂળ ચટાડી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ODI WORLD CUPમાં વેસ્ટ ઈંડિઝને ધૂળ ચટાડી

Date:

Related stories

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ODI WORLD CUPમાં વેસ્ટ ઈંડિઝને ધૂળ ચટાડી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ODI WORLD CUP માં બીજી જીત મેળવી છે. મિતાલી રાજની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 155 રનથી હરાવ્યું. ભારતે પ્રથમ મેચમાં પાકિસ્તાનને 107 રને હરાવ્યું હતું, પરંતુ બીજી મેચમાં ટીમને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટીમની બેટિંગ પર સવાલો ઉઠ્યા હતા. બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનને કારણે ટીમે આ મેચ જીતી હતી. ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ODI વર્લ્ડ કપમાં અત્યાર સુધી રમાયેલી તમામ સાત મેચ જીતી છે.

મેચનો ઘટનાક્રમ

પ્રથમ બેટિંગ કરતા ભારતે 8 વિકેટે 317 રન બનાવ્યા હતા. આ ભારતીય ટીમનો ODI WORLD CUP ક્રિકેટમાં બીજો સૌથી મોટો સ્કોર છે. યાસ્તિકા ભાટિયાએ ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. તે 21 બોલમાં 31 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. કેપ્ટન મિતાલી અને દીપ્તિ શર્મા મોટી ઇનિંગ્સ રમી શક્યા ન હતા. 3 વિકેટ પડ્યા બાદ સ્મૃતિ મંધાનાને હરમનપ્રીત કૌરનો સાથ મળ્યો હતો. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 184 રનની ભાગીદારી થઈ હતી.
ભારત તરફથી સ્નેહ રાણાએ 3 અને મેઘના સિંહે 2 વિકેટ લીધી હતી. ઝુલન ગોસ્વામી વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર બની ગઈ છે. તેની પાસે 40 વિકેટ છે. તેણે ઓસ્ટ્રેલિયાની લિન ફુલસ્ટનને પાછળ છોડી દીધી. સુકાની તરીકે મિતાલી રાજની વર્લ્ડ કપમાં આ 24મી મેચ હતી. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરનાર ખેલાડી બની ગઈ છે.

 

આ પણ વાંચી શકો: અક્ષય કુમાર અભિનીત  Mission Cinderella ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે

આ પણ વાંચી શકો: ફાઈટર ફિલ્મમાં રિતિક  રોશન જોરદાર એક્શન કરતો જોવા મળશે

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories