Surat Farmers Protest Against Acquisition of Railway Land -સુરત હજીરામાં (hazira)રેલવે જમીન સંપાદનનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ, ઉદ્યોગ ગૃહોને લાભ કરાવવાનો આક્ષેપ-India News Gujarat
- ગુજરાત ખેડૂત (farmers)સમાજ પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું કે આજે ગામો ની અંદર જમીન સંપાદન થવાના છે
- તે પૈકીના કેટલાક ખેડુતો આજે બેઠકમાં હાજર રહ્યા હતા.
- ખેડૂતોને નોટિસ પહોંચતાની સાથે જ હવે ખેડૂતો(farmers) લડી લેવાના મૂડમાં છે સરકાર સમયાંતરે ખેડૂતોની જમીન વિકાસના નામે સંપાદન કરીને લઈ લે છે અને તેની મોટી અસર ખેડૂતો ઉપર થઈ રહી છે
- ગુજરાતમાં સુરતના (Surat) છેવાડે આવેલ હજીરાથી ગોથાણ ગામ સુધીમાં રેલવે જમીન સંપાદનનો(Railway Land Acquition) વિરોધ શરૂ થયો છે.
- જેમાં સુરતના જહાંગીરપુરા ખાતે ખેડૂત(Farmers) સમાજની ઓફિસ ખાતે અલગ અલગ 14 જેટલા ગામના 270 ખેડૂતોએ એકત્રિત થઈને બેઠક કરી હતી
- જેમાં ગુજરાત ખેડૂત(farmers) સમાજના આગેવાનો અને દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
- શહેરના છેવાડે આવેલ હજીરાથી(hazira) ગોથાણ સુધી નવા રેલવે ટ્રેકને શરૂ કરવા માટે જમીન સંપાદન માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જેનો ખેડૂતો (farmers)હવે વિરોધ કરવાનું શરૂ કરી રહ્યા છે.
- 10 એ આધારિત થયેલા જાહેરનામાને ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જહાંગીરપુરા ખેડૂત સમાજ ની ઓફિસ ખાતે આજે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યો હતો જેમાં 14 ગામના 270 જેટલા ખેડૂતો (farmer)એકત્ર થયા હતા.
- ખેડૂતોએ(farmers) માંગ કરી છે કે આ રેલવે ટ્રેકની કોઈ જરૂરિયાત નથી જે હયાત રેલવે ટ્રેક છે તેનો જ ઉપયોગ કરવામાં આવે છે
- જેથી કરીને ખેડૂતોને(farmers) પોતાની જમીન આપવી ન પડે અને સરકારે પણ એ જ પ્રકારે આયોજન કરવું જોઈએ જેથી કરીને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો ન થાય.
ઉદ્યોગગૃહોને લાભ કરાવવા માટે પ્રયાસનો આક્ષેપ
- હજીરા(hazira) સ્થિત આવેલા ઔદ્યોગિક એકમોને લાભ પહોંચાડવા માટે સરકાર દ્વારા રેલવે ટ્રેક લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે
- મહત્વની બાબત એ છે કે આ રેલવે ટ્રેકને કારણે જે જમીન સંપાદન થવાની છે તેને માત્ર ખાનગી કંપનીઓને જ લાભ થવાનો છે
- કોઈપણ સરકારી કંપની અને તેનો લાભ મળવાનો નથી છતાં પણ સરકાર જમીન સંપાદન કરવા માટે પ્રયાસ કરી રહી છે.
- હયાત જે ટ્રેક છે તે ટ્રેક પર જ મિટિંગ કરીને વધારાની ટ્રેનને પણ દોડાવી શકાય તે પ્રકારની તમામ વ્યવસ્થા હોવા છતાં સરકાર ડબલ ટ્રેક બનાવવાની ખોટી માનસિકતાને કારણે આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે.
- આ જમીન હવે શહેરી વિસ્તારમાં લાગતી હોવાથી કરોડો રૂપિયાની ખેડૂતોની(farmer) જમીન સરકાર ખોટી રીતે લઈ લે ને ઉદ્યોગગૃહોને લાભ કરાવવા માટે પ્રયાસ કરે છે.
સરકારને જમીન ના આપવા માટેની ચીમકી
ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું કે આજે ગામો ની અંદર જમીન સંપાદન થવાના છે તે પૈકીના કેટલાક ખેડુતો આજે બેઠકમાં હાજર રહ્યા હતા.
ખેડૂતોને (farmerનોટિસ પહોંચતાની સાથે જ હવે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે સરકાર સમયાંતરે ખેડૂતોની જમીન વિકાસના નામે સંપાદન કરીને લઈ લે છે અને તેની મોટી અસર ખેડૂતો ઉપર થઈ રહી છે અત્યારે સ્થિતિ એવી છે કે વિકાસના કામને લઇને ખેડૂતો પાસે જે જગ્યા હતી મોટાભાગની જગ્યાઓ સરકારે લઈ લીધી છે
હવે જાણે ખેડૂતો જમીન વિહોણા થઈ ગયા છે તેવી સ્થિતિ દેખાઈ રહી છે છતાં પણ હજી સરકાર ખેડૂતોની જમીન લઇ લેવા માટે મથામણ કરી રહી છે.
હજીરા(hazira) થી ગોથાણ સુધી જે નવા રેલવે ટ્રેકની કામગીરી શરૂ કરવાની માનસિકતા સરકાર સેવી રહી છે તેનો એક સૂરમાં તમામ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને કોઈ પણ ભોગે સરકારને જમીનના આપવા માટેની ચીમકી ઉચ્ચારી રહ્યાં છે.
તમે પણ આ વાંચી શકો છો –
Gold Silver Today’s Rate-આજે દેશમાં સોના અને ચાંદીના ભાવ નીચે મુજબ છે-India News Gujarat
તમે પણ આ વાંચી શકો છો –