HomeToday Gujarati Newsજજ સામે વકીલને ધમકી આપનારની જામીન અરજી courtએ ફગાવી-india news gujarat

જજ સામે વકીલને ધમકી આપનારની જામીન અરજી courtએ ફગાવી-india news gujarat

Date:

Related stories

Delhi Murder Update: આ તે કેવો પ્રેમ? – India News Gujarat

Delhi Murder Update ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Delhi Murder Update:...

શું હતો સમગ્ર મામલો ફેમિલી courtમાં ? -india news gujarat

વકીલ તરીકે ઓળખ આપી “જજ સામે ઉચકી જવાની” તથા “courtમાં મારી નાખવાની” વકીલને ધમકી આપનાર અનિલ માંગુકિયા ની જામીન અરજી courtએ ફગાવી લાજપોર જેલમાં ધકેલી દીધો છે. કતારગામ ખાતે રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા એડવોકેટ દિનેશસિંહ બોડાણા વર્ષા પંચાલ નામની એક મહિલાનો ફેમિલી courtમાં કેસ લડી રહ્યા હતા. વર્ષાબેને પતિ વિરુદ્ધ ફેમિલી courtમાં કેસ કર્યો હતો. જેમાં કેસ લડવા માટે એડવોકેટ દિનેશ સિંહએ ફીની માગણી કરી હતી. બીજી બાજુ વર્ષાબેને ફી આપવી ના હોય તારીખ 4/ 12/ 2021 ના રોજ સાંજના સમયે એડવોકેટ દિનેશ સિંહને ફોન કર્યો હતો અને સરદાર નગર સોસાયટી, કોસાડ રોડ, અમરોલી ખાતે રહેતા આરોપી અનિલ કાળુભાઈ માંગુકિયાને કોન્ફરન્સમાં વાત કરાવી હતી. ફોન પર કોન્ફરન્સમાં આવેલા આરોપી અનિલે પોતે સેશન્સ courtમાં વકીલાત કરતો હોવાનું કહી અને એડવોકેટ દિનેશ સિંહ સાથે બીભત્સ ભાષામાં ગાળા ગાળી શરૂ કરી દીધી હતી અને વર્ષાબેન પાસે  ફી માગતો નહીં તેમ જણાવી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાથે આરોપી અનિલે “જજ સામે ઉચકી જવાની” તથા “courtમાં મર્ડર કરી નાખવા” મતલબની ધમકી પણ આપી હતી. જેથી આ બાબતે એડવોકેટ દિનેશ સિંહની ફરિયાદ ના આધારે તારીખ 19/ 2/ 2022 ના રોજ આરોપી અનિલની પોલીસે ધરપકડ કરી હતી.-india news gujarat

court દ્વારા જામીન અરજી ફગાવવામાં આવી-india news gujarat

પોલીસે આરોપી અનિલને courtમાં રજૂ કર્યો હતો. જ્યાં આરોપી અનિલે જામીન મુક્ત થવા અરજી કરી હતી. જામીન અરજીના વિરોધમાં સરકારી વકીલ પ્રવિણ એમ. પટેલએ  દલીલ કરી હતી કે, આરોપી આવા ગુન્હા કરવાની ટેવ વાળો છે અને તેની વિરુદ્ધ આવા પ્રકારના અન્ય ઘણા ગુના નોંધાઈ ચુક્યા છે . જો આરોપીને જામીન આપવામાં આવે તો સમાજ ઉપર વિપરીત અસર થશે અને આરોપી પોતાની લિબર્ટી નો દુરુપયોગ કરશે તેવી દલીલ સરકાર તરફે તેમણે કરી હતી. બંને પક્ષકારોને સાંભળ્યા બાદ courtએ ગુનાની ગંભીરતા જોતા આરોપી અનિલ માંગુકિયાની જામીન અરજી નામંજૂર કરી હતી, અને આરોપીને લાજપોર જેલમાં મોકલી દીધો હતો. આ કેસમાં પોલીસે મહિલા અસીલ વર્ષા પંચાલને પણ આરોપી બનાવી છે.-india news gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-સુરતના ડિંડોલી વિસ્તારમાં Couple Box પર દરોડા

આપ આ પણ વાંચી શકો છોઃ-ગ્રીષ્મા murder case કેસમાં 2500 પાનાની ચાર્જશીટ ફાઇલ કરતી પોલીસ

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories