HomeGujaratHousing Scam : 13 વર્ષમાંજ આવાસ જર્જરિત – India News Gujarat

Housing Scam : 13 વર્ષમાંજ આવાસ જર્જરિત – India News Gujarat

Date:

Related stories

નિર્મળનગર આવાસ 13 વર્ષમાંજ જર્જરિત – India News Gujarat

Suratના ઉમર વિસ્તારમાં આવેલા નિર્મળ નગર આવાસ બન્યાંના 13 વર્ષમાં જર્જરિત થઈ ગયા છે. સફાઈકર્મીઓ માટે બનાવવામાં આવેલા આવાસ 2009માં સોંપવામાં આવ્યા હતા. પણ નબળી ગુણવત્તાવાળા કામના કારણે માત્ર 13 વર્ષમાં આવાસની હાલત ખસતાં થઈ ગઈ છે. આવાસમાં રહેતા લોકોની વાંરવાર ફરિયાદ છતાં મનપા તરફથી આખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. – Latest News

પીલ્લર અને સ્લેબમાં મોટી તીરાડો પડી ગઈ – India News Gujarat

Suratના ભેસ્તાનના સરસ્વતી આવાસ કૌભાંડમાં હાથ કાળા કરનારાઓને શોધવા વિશેષ સમિતિએ હજુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યાં Suratશહેરના બીજા વિસ્તાર એટલે કે ઉમરામાં નિર્મળનગર આવાસ પણ 13 વર્ષમાં જ જર્જરિત થઈ જતાં પાલિકાના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો સામે તપાસનો ગાળિયો કસવા આદેશ જાહેર કરાયા છે.

જો કે આ આવસો મામલે માત્ર તપાસથી કાંઈ થાય તેમ નથી. પાલિકાના સફાઇ સેવકોને છત આપવા સરકારની દિનદયાળ યોજના હેઠળ પાલિકાની વિશાળ જમીન ઉપર બનેલા 17 બિલ્ડિંગ પૈકીના કેટલાકના પીલ્લર અને સ્લેબમાં મોટી તીરાડો પડી ગઈ છે. જે ગમે ત્યારે તેમના માટે મોતનું જોખમ ઊભુ કરી શકે છે. – Latest News

સફાઇ સેવકો માટે પાલિકા દ્વારા આવાસ બનાવ્યું હતું – India News Gujarat

Surat પાલિકા સ્વચ્છતામાં પહેલા નંબર પર આવે તે માટે વાત કરવામાં આવી રહી છે. જે આખા શહેરમાં સફાઇ કરે છે તે સેવકો માટે પાલિકા દ્વારા પાકા આવાસની સુવિધા પુરી પાડવામાં પણ આવી હતી.

અઠવા ઝોનના ઉમરાગામ સ્થિત SVNIT કેમ્પસ નજીકમાં પાલિકાની વિશાળ જમીન પર નિર્મ‌ળ નગર આવાસનું નિર્માણ કરવા વર્ષ 2005માં ખાતમુહૂર્ત કરાયું હતું. આ નિર્મળ નગર આવાસ માટે કુલ 17 બિલ્ડિંગમાં 204 ફ્લેટના આયોજન સાથે શરૂ કરાયેલું નિર્માણ વર્ષ 2008માં પુર્ણ થયુ હતું.Surat પાલિકાના વિવિધ ઝોનના સફાઇ સેવકોને ડ્રો કરી વર્ષ 2009માં આવાસના કબજા સોંપાયા હતા.પણ માત્ર 12 વર્ષમાં અહીંના મકાનો ખખડધજ થઇ ગયા છે.  – Latest News

રહીશોનો પાલિકા સમક્ષ બળાપો – India News Gujarat

Suratના પોશ વિસ્તાર ગણાતા વિસ્તારમાં ફાળવાયેલા આ આવાસોના રહીશોએ પાલિકા સમક્ષ બળાપો કાઢ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘આવાસની દીવાલો તૂટી ગઈ છે અને પિલ્લરો ફાટી ગયા છે’. જોકે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે તપાસના આદેશ તો અપાયા છે પણ સામે સફાઈકર્મીઓ માટે કોઈ વિકલ્પની વાત ઉચ્ચારી નથી.

જર્જરિત આવાસોના કારણે તમામ લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ધડાધડ સ્લેબ તૂટી રહ્યા છે અને નાના ભૂલકાઓ ઈજાગ્રસ્ત થયા હોવાના પણ દાખલા સામે આવી ચૂક્યા છે. ત્યારે આ મામલે જો ત્વરિત કાર્યવાહી નહીં થાય તો આવાસમાં રહેતા લોકોના જીવ પર જોખમ તોળાતું રહેશે.  – Latest News

તમે આ વાંચી શકો છો: surat police mega drive : 3 દિવસની ડ્રાઈવમાં 208ની ઘરપકડ

તમે આ વાંચી શકો છો: SMC બનાવશે સુરતમાં Model school

 

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories