HomeToday Gujarati Newsરાજકોટ AIIMS મેડિકલ કોલેજના અભ્યાસક્રમનો આજ થી શુભારંભ

રાજકોટ AIIMS મેડિકલ કોલેજના અભ્યાસક્રમનો આજ થી શુભારંભ

Date:

Related stories

missionelection2022-કેજરીવાલના રીક્ષાવાળાએ મારી પલટી…ધારણ કરી ભાજપની ટોપી…

રીક્ષા ચાલકએ ધારણ કરી ભાજપની ટોપી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા...

Bumrah- T20 વર્લ્ડ કપમાંથી બહાર

બુમરાહ T20 વર્લ્ડ કપમાંથી બહાર 20 વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયાને...

રાજકોટ AIIMS કોલેજના અભ્યાસક્રમનો આજ થી શુભારંભ કરવામાં આવ્યો છે..કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં પ્રથમ રાજકોટને AIIMS હોસ્પિટલનું નિર્માણ માટે ફાળવણી કરવામાં આવી છે.. ત્યારે એઇમ્સ મેડિકલ કોલેજમાં વર્ષ 2020-21 માટે એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરી આજથી મેડિકલ કોલેજના 50 વિદ્યાર્થીની પ્રથમ બેચ શરૂ કરવામાં આવી છે. આજે શરૂ થતી પ્રથમ બેચમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધન અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઈ-શુભારંભ કરાવ્યો હતો. વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરના સ્વાગત માટેનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.પ્રથમ બેચમાં વિદ્યાર્થીઓને મુખ્ય ત્રણ વિષય અંગે અભ્યાસ કરાવવામાં આવશે. આ વિષયોમાં એનાટોમી, ફિઝિયોલોજી અને બાયો કેમિસ્ટ્રીનો સમાવેશ થાય છે. આ સાથે વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ લાઇબ્રેરીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, સાથે જ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળે એ માટે અદ્યતન લેબ પણ બનાવવામાં આવી છે. ઉપરાંત વિદ્યાર્થીઓને રહેવા માટે સ્પેશિયલ બોયસ એન્ડ ગર્લ્સ હોસ્ટેલમાં જગ્યાની ફાળવણી કરવામાં આવી છે.

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories