HomeToday Gujarati NewsPM મોદી ફરી બનશે ગુજરાતના મહેમાન-India News Gujarat

PM મોદી ફરી બનશે ગુજરાતના મહેમાન-India News Gujarat

Date:

Related stories

PM Modi 10 મી જૂને એક દિવસની મુલાકાતે આવશે

PM Modi નો વિધાનસભાની ચૂંટણીને  લઈને ગુજરાતમાં પ્રવાસ વધી રહ્યો છે. 12-13 દિવસ બાદ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન મોદી એક દિવસની માટે આવી રહ્યા છે. ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ અને નવસારીના ચીખલીની PM Modi  મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે, ચુંટણી માંથે આવી રહી છે તે માટે વડાપ્રધાન લોકો વચ્ચે જઈને પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે.-India News Gujarat

PM Modi અમદાવાદ અને નવસારીના ચીખલીની  મુલાકાત લેશે

ગત 28 મી મેના રોજ મોદીએ રાજકોટના આટકોટ ખાતે હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. તેમજ ગાંધીનગરમાં સહકાર સંમેલનને સંબોધન કર્યું હતું. હવે 10 મી જૂને તેઓ ફરી એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ દિવસે તેઓ અમદાવાદ ખાતે ઇસરોની મુલાકાત લેશે. ઇસરોમાં ચાલી રહેલા મહત્વના પ્રોજેક્ટની સમીક્ષા કરશે.

સેટેલાઈટ સ્થિત ઈસરો સેકનું નવું કેમ્પસ ઉત્તર બોપલમાં વિસ્તારવામાં આવ્યું છે. આ કેમ્પસમાં જુદા જુદા બિલ્ડિંગ અને લેબોરેટરી ઉભા કરવામાં આવ્યા છે. જેનું ઉદ્દઘાટન આગામી 10 મી જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના  હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યુ છે કે તેમની સાથે PMOના સેક્રેટરી પણ આવવાના છે. વડાપ્રધાન બધા બિલ્ડિંગની મુલાકાત ના લઈ શકે જેથી તેમને દરેક બિલ્ડિંગમાં શું કામ થવાનું છે. તે અંગેની એક ફિલ્મ પણ બતાવવામાં આવશે, ત્યારબાદ સેક્રેટરી દરેક બિલ્ડિંગની વિઝિટ કરશે. મળતી માહિતી મુજબ આ કાર્યક્રમ અગાઉ 6 જૂને કાર્યક્રમ ઘડવામાં આવ્યો હતો. પરંતુ, હવે વડાપ્રધાનની મુલાકાત 10 મી જૂન પર જતા ઈસરોના કાર્યક્રમમાં પણ ફેરફાર થયો છે.-India News Gujarat

  • 850 કરોડના ખર્ચે તૈયાર થયેલા એસ્ટેલ પ્રોજેક્ટનું  લોકાર્પણ કરશે

આ ઉપરાંત તેઓ નવસારીના ચિખલીમાં આદિવાસી વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટેના 850 કરોડના ખર્ચે તૈયાર થયેલા એસ્ટેલ પ્રોજેક્ટનું  લોકાર્પણ કરશે. આદિવાસી વિસ્તારોમાં પાણી લિફ્ટ કરીને આદિવાસી ડુંગરાળ વિસ્તારોને પાણી પહોંચાડવા માટેનો આ મહત્વનો પ્રોજેક્ટ છે. વડાપ્રધાન મોદી અહીં જાહેર સભાને સંબોધન પણ કરશે.-India News Gujarat

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories