HomeToday Gujarati Newscorona update : સુરતમાં 705 દિવસ બાદ કોરોનાનો એક પણ કેસ...

corona update : સુરતમાં 705 દિવસ બાદ કોરોનાનો એક પણ કેસ ન આવ્યો -India News Gujarat

Date:

Related stories

9 Years of Modi Government: શું ગુમાવ્યું, શું મેળવ્યું – India News Gujarat

9 Years of Modi Government ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: 9...

Baba Bageshwar Update: મારો વિરોધ કરનાર રાવણ – India News Gujarat

Baba Bageshwar Update ઈન્ડિયા ન્યૂઝ, રાજકોટ: Baba Bageshwar Update: બાગેશ્વર...

સુરત બન્યું corona મુક્ત -India News Gujarat

સુરત હવે corona મુક્ત બની રહ્યું હોય એવુ લાગી રહ્યુ છે. સુરત સિટીમાં 705 દિવસ બાદ એકેય નવો કેસ નોંધાયો નથી. માત્ર સિટી જ નહીં સુરત જીલ્લામાં પણ વિતેલા 24 કલાકમાં corona નો નવો એકેય કેસ નોંધાયો નથી. સુરત સિટી અને જીલ્લામાં હવે માત્ર 11 એક્ટીવ કેસ છે. –LATEST NEWS

હાલ માત્ર એક જ દર્દી હોસ્પિટલમાં દાખલ -India News Gujarat

બુધવારના રોજ 705 દિવસ બાદ સિટીમાં એકેય નવો કેસ વિતેલા 24 કલાકમાં નોંધાયો નથી.આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સુરત સિટી અને જીલ્લામાં હવે માત્ર 11 એક્ટીવ કેસ છે અને તે પૈકી સિટીમાં માત્ર એક જ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

કોવિડના પ્રથમ તબક્કાની શરૂઆત બાદ છેલ્લે 9 એપ્રિલ 2020 ના રોજ શહેરમાં એકપણ કેસ નોંધાયો ન હતો . ત્યારબાદ 16 માર્ચ 2022 સુધી તમામ દિવસે શહેરમાં એક કે તેનાથી વધુ પોઝિટિવ કેસો નોંધાયા છે .

બુધવારે અંદાજે 23 માસ બાદ કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી . એક રીતે કહીએ તો સુરત આજની તારીખે સંપૂર્ણ corona મુક્ત થઈ ગયું છે .coronaની ત્રીજી લહેર દરમિયાન જાન્યુઆરી માસમાં રોકેટ ગતિએ વધેલા પોઝિટિવ કેસો બાદ 15 ફેબ્રુઆરીના પ્રારંભ સાથે સતત પોઝિટિવ કેસોમાં ડાઉન ટ્રેન્ડ શરૂ થયો હતો. –LATEST NEWS

23 મહિના પછી એક પણ મૃત્યુ પણ નોંધાયું નથી -India News Gujarat

23 મહિના પછી એક પણ પોઝિટિવ કેસ નહીં નોંધવાની સાથે એક પણ મૃત્યુ પણ નોંધાયું નથી. આ સાથે જ શહેર corona મુક્ત બન્યું છે. તો બીજી તરફ વેક્સિનેશન તરફ પણ સુરત મહાનગરપાલીકાનું આરોગ્ય વિભાગ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. તબક્કાવાર અલગ અલગ ઉંમર ધરાવતા લોકો બાદ હવે ગઈકાલથી 12 થી 15 વર્ષના બાળકોને રસી આપવાનું શરૂ કર્યું હતું. તેમાં પણ 13 હજાર કરતા વધુ બાળકોને પહેલા જ દિવસે આવરી લેવામાં આવ્યા છે.

LATEST NEWS

રોનાનો પ્રથમ કેસ સુરતમાં માર્ચ 2020 માં નોંધાયો હતો -India News Gujarat

સમગ્ર વિશ્વને બાનમાં લેનાર coronaનો પ્રથમ કેસ સુરતમાં માર્ચ 2020 માં નોંધાયો હતો. ત્યાર બાદ વિતેલા બે વર્ષમાં coronaની ત્રણ વેવમાં સુરતમાં ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. જોકે, હવે સુરત corona મુક્ત બની રહ્યું છે. છેલ્લે 9 એપ્રિલ 2020 ના રોજ સુરત સિટીમાં coronaનો એકેય કેસ નોંધાયો નહોતો. –LATEST NEWS

તમે આ વાંચી શકો છો: Dhuleti Celebration with lovely : કોણ છે આ સુરતનો આ Lovely જેની સાથે ઉજવાય છે ફાગોત્સવ

તમે આ વાંચી શકો છો: Identification parade of criminals : પોલીસ કમિશનર દ્વારા ગુનગારોની ઓળખ પરેડ યોજાઇ

 

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories