HomeToday Gujarati NewsAlia Bhattએ શેયર કર્યો ઈનસાઈડ ફોટો, ‘હેપ્પી 40 બેબી’ કહી રણબીરને કર્યુ...

Alia Bhattએ શેયર કર્યો ઈનસાઈડ ફોટો, ‘હેપ્પી 40 બેબી’ કહી રણબીરને કર્યુ બર્થ ડે વિશ-India News Gujarat

Date:

Related stories

Alia Bhattએ શેયર કર્યો ઈનસાઈડ ફોટો, ‘હેપ્પી 40 બેબી’ કહી રણબીરને કર્યુ બર્થ ડે વિશ-India News Gujarat

Ranbir Kapoor Birathday : આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હાલ ફરી ચર્ચામાં આવ્યા છે. આલિયા ભટ્ટ હાલ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેયર કર્યો છે. જે હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. તેણે પોતાના ઘરની અંદરનો એક ખાસ ફોટો શેયર કર્યો છે. જેમાં રણબીર કપૂર દેખાય રહ્યો છે. જણાવી દઈએ કે રણબીર કપૂર હાલ 40 વર્ષનો થયો છે. તેણે પોતાના જન્મદિવસની શરુઆત એક ભવ્ય પાર્ટીથી કરી હતી. રણબીર અને આલિયાના (Alia Bhatt) મુંબઈના બાંદ્રાવાળા ઘરમાં મોડી રાત સુધી આ પાર્ટી ચાલી હતી. આ પાર્ટીમાં અયાન મુખર્જી, રોહિત ધવન, નીતૂ કપૂર, કરણ જોહર, લવ રંજન અને બીજા ઘણી હસ્તીઓ સામેલ થઈ હતી.

  • આલિયા ભટ્ટે આજ પાર્ટીનો એક ઈનસાઈડ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે. જેમાં તેણે રણબીર કપૂર માટે સરસ મજાનું કેપ્શન પણ લખ્યુ છે. આલિયા ભટ્ટે લખ્યુ છે, હેપ્પી 40 બેબી. આ ફોટોમાં રણબીર કપૂર એક સફેદ શર્ટમાં દેખાય રહ્યો છે.
  • તે દાઢી અને મૂંછ વાળા લુકમાં જોવા મળી રહ્યો છે. આ કદાચ તેની આગામી ફિલ્મનો લુક છે. આ ફોટોમાં રણબીર કપૂર બર્થ ડે ડેકોરેશનની સામે થમ્સ-અપ સાઈન આપતો પોઝ આપી રહ્યો છે. આ ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ફેન્સ સાથે પણ ઉજવ્યો જન્મદિવસ

  • રણબીર કપૂર અને આલિયા ભટ્ટે મુંબઈમાં પોતાના ઘરની બહાર રાહ જોઈ રહેલા ફેન્સ સાથે પણ આ ખાસ દિવસની ઉજવણી કરી. તેના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
  • જેમાં રણબીર કપૂર પોતાની કારની બહાર નીકળતા પહેલા તેના ફેન્સ સાથે કેક કાપી રહ્યો છે. તેણે તેના કેટલાક ફેન્સ સાથે હાથ પણ મિલાવ્યો અને તેમની શુભકામના માટે તેમને આભાર પણ કહ્યું.

આ છે રણબીર અને આલિયાની આગામી ફિલ્મ

  • આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની હાલમાં રિલીઝ થયેલી પહેલી ફિલ્મ બ્રહ્નાસ્ત્ર સુપરહિટ સાબિત થઈ હતી. વર્લ્ડ વાઈડ આ ફિલ્મે 350 કરોડથી વધારેની કમાણી કરી છે. આ જોડીએ બ્રહ્નાસ્ત્રની રિલીઝ પહેલા એપ્રિલ 2022માં લગ્ન કર્યા હતા.
  • હાલ તેઓ પોતાની પ્રથમ સંતાનની આ દુનિયા એન્ટ્રી રાહ જોઈ રહ્યા છે. આલિયા ભટ્ટ હોલિવુડની ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોન મૂવીથી હોલિવુડમાં ડેબ્યૂ કરશે. રણબીર કપૂર લવ રંજનની આવનારી અનટાઈટલ્ડ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સાથે જોવા મળશે.
SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories