HomeGujaratViral video : યાત્રીને તમાચો મારી દાદાગીરી કરતો ટી.ટી. નો વિડિઓ વાયરલ -India...

Viral video : યાત્રીને તમાચો મારી દાદાગીરી કરતો ટી.ટી. નો વિડિઓ વાયરલ -India News Gujarat

Date:

Related stories

રેલવેના ટી.ટી.નો દાદાગીરીનો Viral video

રેલવે સ્ટેશનના ટીટી ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. રેલવે સ્ટેશનના ટી.ટી. વિકલાંગ ડબ્બામાં પ્રવાસ કરી રહેલા વિકલાંગનો હેરાન કરતો video હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે આ video ઉધના  રેલવે સ્ટેશનનો છે કે સુરત રેલવે સ્ટેશનનો તે અંગે રેલવે તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. -LATEST NEWS

યાત્રીને તમાચો મારી દાદાગીરી કરતો Viral video

India News Gujarat

સોસીયલ મીડિયામાં એક video હાલ વાયરલ થઈ રહ્યો છે જેમાં ટ્રેનના વિકલાંગ કોચમાં વિકલાંગ પેસેન્જર સાથે બે ટીટી દ્વારા વિકલાંગ ડબ્બામાં પ્રવાસ કરી રહેલા વિકલાંગનો હેરાન કરી રહ્યા છે.રેલવે ટી.ટી. દ્વારા યાત્રીને તમાચો મારી કોલર પકડી દાદાગીરી કરતો video સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

વિકલાંગ ડબ્બામાં શારીરિક સ્વસ્થ્ય લોકોને કંઇક પણ પૂછ્યા વગર જવા દેવામાં આવ્યા,અને વિકલાંગ પ્રવાસી સાથે અજુકતું વર્તન કરવામાં આવી રહ્યાનું લોકોમાં ચર્ચા છે.જ્યારે આ video અંગે માહિતી મેળવવા માટે સુરત સ્ટેશન ડિરેકટર દિનેશ વર્માને મળવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેઓ મળ્યા ન હતા.સાથે સાથે ફોન પણ ન ઉપાડ્યો હતો. -LATEST NEWS

આ વિડિઓ ક્યાં રેલવે સ્ટેશનનો છે તે તપાસ કરવામાં આવશે -India News Gujarat

બીજી તરફ ચીફ ટિકિટ ઓફિસર આનંદ શર્માને આ અંગે પૂછવામાં આવ્યુ ત્યારે તેઓએ જણાવ્યું કે હાલ આ video અંગે કોઈ અમારી પાસે લેખિતમાં ફરિયાદ મળી નથી, અને આ video ક્યાં રેલવે સ્ટેશનનો છે તે તપાસ કરવામાં આવશે.

રેલવેના વિશ્વસનીય સુત્રોનું કહેવું છે કે આ વીડિયોમાં આ બને ટીટી જે દેખાઈ રહ્યા છે તેમાંથી એકનું નામ સંતોષ સિંહ અને બીજાનું નામ એન.કે રાજપૂત છે આ બંને ટીટી મુસાફરો સાથે ઘણા સમયથી ગેરવર્તન કરે છે 10 દિવસ પહેલા જ સુરત રેલવે સ્ટેશન પર મુસાફર સાથે પણ આવી જ રીતે મારા મારી કરી હતી. જોકે હવે સુરત રેલવે આવા ટીટી સામે ક્યારે કાર્યવાહી કરશે તે જોવા રહ્યું. -LATEST NEWS

તમે આ વાંચી શકો છો: Murder :સુરત માં વધુ એક યુવતીની ગળું કાપી હત્યા

તમે આ વાંચી શકો છો: Duplicate remdesivir Injection- હવે EDના સકંજામાં, આરોપીની 1.4 કરોડની સંપત્તિ જપ્ત

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories