HomeGujaratTwo Killed As Wall Collapses During Renovation Of Old Building : સુરતમાં...

Two Killed As Wall Collapses During Renovation Of Old Building : સુરતમાં દીવાલ તૂટી પડતાં કાટમાળ નીચે પાંચ દબાયા,બેનાં મોત -India News Gujarat

Date:

Related stories

BJP Jansampark Abhiyaan: 30 દિવસ સુધી જનતા સાથે ચર્ચા કરવામાં આવશે – India News Gujarat

BJP Jansampark Abhiyaan ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: BJP Jansampark Abhiyaan:...

Weather Update: દિલ્હી-NCRમાં 40 KMની ઝડપે પવન ફૂંકાશે – India News Gujarat

Weather Update ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Weather Update: છેલ્લા કેટલાંક...

Buildingના રિનોવેશન વખતે દીવાલ તૂટી પડી

કાટમાળ નીચે પાંચ દબાયા, બેનાં મોત 

-India News Gujarat

સુરતના કતારગામમાં આવેલી કિરણ હોસ્પિટલની બાજુમાં જૂની (Building) ઈમારતના રિનોવેશન વખતે દિવાલ અને સ્લેબનો ભાગ તૂટી પડ્યો હતો.જ્યાં કામદારો કાટમાળ નીચે દબાયા હતા.ઘટનામાં પાંચ વ્યક્તિઓ કાટમાળ માં દબાયા હતા.

ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તાત્ત્કાલિક પાલિકાના ફાયરબ્રિગેડના કર્મીઓએ ચાર લોકો ને રેસ્ક્યુ કરીને કાટમાળ નીચેથી કાઢ્યા છે. જેમાં બેની હાલત વધુ ગંભીર હતી તેમના મોત થયા છે. તેમજ અન્ય લોકોને પણ ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં બે ને મૃત જાહેર કરાયાં હતાં.મરનારા વ્યક્તિમાં શેખ સમીર અને રોહિત રાઠોડનો સમાવેશ થાય છે–LATEST NEWS

રિનોવેશન માટે મંજૂરી નહોતી લેવાઈ: મનપા -India News Gujarat

પાલિકાના અધિકારીઓએ કહ્યું હતું કે (Building) ના રિનોવેશન સહિતની કામગીરી અંગે પાલિકામાંથી કોઈ જ મંજૂરી લેવામાં આવી નહોતી. તેમજ (Building) કેટલું જૂનુ હતું. તે અંગે પાલિકાના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. સાથે જ યોગ્ય પગલા પણ નિયમો પ્રમાણે લેવામાં આવશે તેમ વધુમાં ઉમેર્યું હતું.

(Building) નો ભાગ ધરાશાયી થતાં જ કાટમાળ નીચે વાહનો દટાઈ ગયાં હતાં. (Building) ની નજીક પાર્ક કરવામાં આવેલા મોપેડ સહિતના વાહનોનો દબાઈ જતાં તેને બહાર કાઢવા માટે પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. –LATEST NEWS

ઈલેક્ટ્રિક પાવર સપ્લાય કટ કરી દેવામાં આવ્યો  -India News Gujarat

(Building) નો ભાગ ધરાશાયી થતાં જ તાત્કાલિક ઈલેક્ટ્રિક પાવર સપ્લાય કટ કરી દેવામાં આવી હતી. જેથી ફાયરબ્રિગેડ દ્વારા જેસીબી મશીનની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી . સાથે જ (Building) નો ભાગ તૂટી પડતાં પાલિકાની ઝોન ઓફિસના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. –LATEST NEWS

જો કોઈ કાયદાકીય રીતે કસૂરવાર ઠેરવાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે

સમગ્ર ઘટનામાં બે લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. એમ્બ્રોઈડરી કારખાનામાં કન્સ્ટ્રક્શનની કામગીરી ચાલી રહી હતી. તેની મંજૂરી લેવામાં આવી છે કે, કેમ તેની તપાસ કરવામાં આવશે. સમગ્ર ઘટનામાં જો કોઈ કાયદાકીય રીતે કસૂરવાર ઠેરવાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

અત્યારે જે કામદારોને ઈજા થઈ છે. તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ફાયર વિભાગની ટીમ દ્વારા કાટમાળ નીચે અન્ય કોઇ ફસાયું છે કે, કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ઝડપથી કાટમાળ દૂર કરવાની પણ કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા શરુ કરી દેવામાં આવી છે. –LATEST NEWS

તમે આ વાંચી શકો છો: How To Book LPG Without Internet: ઈન્ટરનેટ વિના એલપીજી કેવી રીતે બુક કરવું

તમે આ વાંચી શકો છો: ખેડૂતો e-Sharam પોર્ટલ પર પણ નોંધણી કરાવી શકે છે, જાણો 3 પ્રશ્નોના જવાબ-

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories