HomeGujaratજાણો રાજ્યના Textile ઉદ્યોગકારોને સરકારે આપી શું મોટી ભેટ ?-India News Gujarat

જાણો રાજ્યના Textile ઉદ્યોગકારોને સરકારે આપી શું મોટી ભેટ ?-India News Gujarat

Date:

Related stories

BJP Jansampark Abhiyaan: 30 દિવસ સુધી જનતા સાથે ચર્ચા કરવામાં આવશે – India News Gujarat

BJP Jansampark Abhiyaan ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: BJP Jansampark Abhiyaan:...

Weather Update: દિલ્હી-NCRમાં 40 KMની ઝડપે પવન ફૂંકાશે – India News Gujarat

Weather Update ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Weather Update: છેલ્લા કેટલાંક...

MSME ઇન્સેન્ટીવ સ્કીમનો લાભ લઇ શકશે ઉદ્યોગકારો -India News Gujarat  

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં તા. ૧૦ જાન્યુઆરી, ર૦૧૯ થી જાહેર થયેલી ‘સ્કીમ ફોર અસિસ્ટન્સ ટુ સ્ટ્રેન્ધેન સ્પેસિફીક સેકટર ઇન ધી Textile વેલ્યુ ચેઇન’ સપ્ટેમ્બર– ર૦૧૮ થી અમલમાં હતી, જે સ્કીમ હજી પણ ચાલુ છે. આ સ્કીમના પેરા 8.10 મુજબ કરેલી જોગવાઇ અનુસાર Textile વિવિંગ, નીટિંગ, એમ્બ્રોઇડરી, ટેકચ્યુરાઇઝીંગ વિગેરે જેવી પ્રવૃત્તિ કરતા એકમોને ગુજરાત સરકારની અન્ય કોઇ સ્કીમનો લાભ નહીં મળે તેવી જોગવાઇ હતી. આ જોગવાઇના કારણે Textile ઉદ્યોગકારો માત્ર ગુજરાત સરકારની Textile નીતિ– ર૦૧૯ માં જ અરજી કરી શકતા હતા અને માત્ર આ સ્કીમનો જ લાભ મેળવવાની જોગવાઇ હતી. આખરે રાજ્ય સરકારેTextile ઉદ્યોગકારોને મોટી ભેટ આપતા નવો પરિપત્ર બહાર પાડ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડી ઉપરોકત સ્કીમના પેરા નં. 8.10 ને એમેન્ડ કરવામાં આવ્યું છે અને તેથી બ્લેકઆઉટ પિરિયડ (સપ્ટેમ્બર 2018 થી જાન્યુઆરી 2019) દરમ્યાન Textile એકમો કાર્યરત થયા હોય અને જેઓએ એમએસએમઇની 2015ની પોલિસીનો લાભ લેવા માટે અરજી આપી હોય તેઓ MSME ઇન્સેન્ટીવ સ્કીમ 2015નો હવે લાભ લઇ શકશે.-India News Gujarat

માજી પ્રમુખ દિનેશ નાવડીયાએ પ્રયાસો શરૂ કર્યા હતા આશીષ ગુજરાતીને આશિર્વાદ ફળ્યા-Latest news 

દોઢ વર્ષ અગાઉ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માજી પ્રમુખ દિનેશ નાવડિયા દ્વારા રજૂઆત કરવામાં આવી હતીકે, આ જોગવાઇ નાબૂદ કરી Textile ઉદ્યોગકારો ગુજરાત સરકારની કોઇપણ ઉદ્યોગ નીતિનો લાભ લઇ શકે તેવી જોગવાઇ કરવામાં આવે. સરકારમાં થયેલી આ રજૂઆતો બાદ વર્તમાન પ્રમુખ આશીષ ગુજરાતીએ પણ સતત રજૂઆતો કરવા સાથે સુરત સહિત રાજ્યનાTextile ઉદ્યોગકારોને લાભ મળે તે માટે સતત ફોલોઅપ કર્યું હતું. તેમજ  રાજ્યના મુખ્યમંત્રી, નાણાં મંત્રી, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ, ઉદ્યોગ મંત્રી, ઉદ્યોગ સચિવ અને ઉદ્યોગ કમિશનરને સતત રજૂઆતોનો મારો ચલાવ્યો હતો. આખરે દિનેશ નાવડિયાએ શરૂ કરેલી મહેનત આશીષ ગુજરાતીને આશીર્વાદ રૂપે મળી છે અને હવે ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ, ટેકનીકલ Textile , મેડ–અપ્સ, વિવિંગ, નીટિંગ, એમ્બ્રોઇડરી, ટેકચ્યુરાઇઝીંગ વિગેરે પ્રવૃત્તિ કરતા Textile એકમો ગુજરાત રાજ્યની કોઇપણ હયાત ઉદ્યોગ નીતિનો લાભ લઇ શકશે જેનો ઉદ્યોગકારોને તેનો લાભ મળશે.-Latest news 

આપ આ પણ વાંચી શકો છોઃ-સુરત મહાનગરપાલિકા દ્વારા 80 ધન્વંતરી રથ મંગળવારથી બંધ

આપ આ પણ વાંચી શકો છોઃ-School પત્તાની માફક કકડભૂસ થઈને જમીનદોસ્ત

 

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories