સુરતમાં કાળઝાળ ગરમી યથાવત,(Temperature)તાપમાન 40 ડિગ્રી નોંધાયું -India News Gujarat
- સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી (Temperature)તાપમાનનો પારો સતત ઉપર જઇ રહ્યો છે.
- શહેરીજનો કાળઝાળ ગરમીથી હેરાન પરેશાન થઇ ગયા છે.
- શહેરના હવામાનમાં ભેજનું પ્રમાણ પણ ઘટી રહ્યું હોવાથી લોકો અકળામણ અનુભવી રહ્યા છે. -LATEST NEWS
ચાર દિવસ માટે ઓરેન્જ એલર્ટ -India News Gujarat
- સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોમાં ચામડી દઝાડતો તાપ પડી રહ્યો જેના કારણે શહેરીજનો આંકરી લુ માં શેકાઇ રહ્યા છે.
- હવામાન વિભાગ દ્વારા પણ સુરત શહેરમાં ચાર દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. -LATEST NEWS
હવામાનમાં ભેજનું પ્રમાણ 50 ટકા -India News Gujarat
સુરત શહેરનું આજનું મહત્તમ (Temperature) તાપમાન 38 ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતા સરેરાશ ત્રણ ડિગ્રી જેટલું વધારે રહ્યું હતું.
સુરત શહેરમાં આજનું મહત્તમ (Temperature) તાપમાન 40 ડિગ્રી રહ્યું હતું જ્યારે લઘુત્તમ (Temperature)તાપમાન 23 ડિગ્રી રહ્યું હતું.
શહેરના હવામાનમાં ભેજનું પ્રમાણ 50 ટકા રહેતા શહેરીજનોએ ભારે ઉકળાટ અનુભવ્યો હતો. -LATEST NEWS
ગરમીને કારણેરસ્તા પર સ્વયંભૂ કર્ફ્યૂ જેવો માહોલ -India News Gujarat
શહેરીજનોએ સવારે દસ વાગ્યાથી જ આંકરા તાપનો સામનો કરવાનો વખત આવ્યો હતો તેમજ પીક અવર્સ દરમ્યાન શહેરીજનોએ ભારે ગરમી અનુભવી હતી.અને બપોર બાદ શહેરના રસ્તા ઓં સુમસાન જોવા મળ્યા હતા. સુરત શહેરમાં મોટા ભાગના રસ્તો પર બપોરના સુમારે સ્વયંભૂ કર્ફ્યુ જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે.આ સ્થિતિ વચ્ચે નોકરિયાત વર્ગની હાલત સૌથી વધુ કફોડી થવા પામી છે. -LATEST NEWS
હજુ પણ ગરમીનો પ્રકોપ વધવાની આગાહી -India News Gujarat
જે લોકોને ઘરની બહાર નીકળવું પણ પડે છે તેઓ રૂમાલ, સ્કાર્ફ, ગ્લવ્ઝ કે ચશ્મા પહેરીને નીકળવાની ફરજ પડે છે. જોકે આવનારા પાંચ દિવસ સુધી હજીપણ કાળઝાળ ગરમી પડવાની આગાહી છે. તે જોતા ઉનાળાની વિધિવત શરૂઆત હોળી પહેલા જ થઇ ગઈ હોય તેવું શહેરીજનો અનુભવી રહ્યા છે.શહેરીજનોએ ગરમી અને લુ લાગવાથી બચવા માટે સતત પાણી અથવા તો લીંબુ શરબત પીતા રહેવાની સલાહ પણ ડોક્ટરો દ્વારા આપવામાં આવી રહી છે.સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમા હજુ પણ ગરમીનો પ્રકોપ વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. -LATEST NEWS
તમે આ વાંચી શકો છો: 13 Rivers will be protected: યમુના, નર્મદા અને જેલમ સહિત 13 નદીઓને સુરક્ષિત કરવામાં આવશે, વન અને પર્યાવરણ મંત્રાલયે ચાર્જ સંભાળ્યો
તમે આ વાંચી શકો છો: Surat police took the entire luxury bus with 54 passengers : દમણથી દારૂ પી ને આવતી સાત મહીલા સહિત 54 ઝડપાયા