HomeGujaratSujalam Sufalam Yojana: પાણીને વિકાસ પરમેશ્વરનો પ્રસાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ – India...

Sujalam Sufalam Yojana: પાણીને વિકાસ પરમેશ્વરનો પ્રસાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ – India News Gujarat

Date:

Related stories

RaGa in America: અમેરિકામાં નિવેદન… વડાપ્રધાનનું અપમાન! – India News Gujarat

RaGa in America ઈન્ડિયા ન્યૂઝ, સાન ફ્રાન્સિસ્કો: RaGa in America:...

Opposition United: 9 વર્ષમાં વિપક્ષને શું શીખવા મળ્યું? – India News Gujarat

Opposition United ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Opposition United: દેશમાં વિપક્ષી...

Sujalam Sufalam Yojana

ઈન્ડિયા ન્યૂઝ, ગાંધીનગર: Sujalam Sufalam Yojana: પાણીને વિકાસનો મુખ્ય આધાર અને પરમેશ્વરનો પ્રસાદ ગણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જળશક્તિનો મહિમા કરીને તેને જનશક્તિ સાથે જોડીને ગુજરાતને વોટર ડેફિસીટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બનાવ્યું છે. ચેકડેમ, બોરીબંધ, સુજલામ-સુફલામ યોજના, નર્મદા કેનાલ નેટવર્ક, સૌની યોજના જેવા જળસંચય, જળસિંચન અને જળસંગ્રહ આયામોથી રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા છે. ખેડૂતોના ખેતરે ખેતરે પાણી પહોંચ્યું છે. એટલું જ નહીં હવે ખેડૂત ત્રણેય સીઝનમાં પાક લેતો થયો છે આ બધાની સફળતાના પાયામાં વડાપ્રધાનનું દ્રષ્ટિવંત જળ વ્યવસ્થાપન રહેલું છે એવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું. India News Gujarat

CM Bhupendra Patel Sujlam Suflam
ગાંધીનગરના કોલવડા ગામે સુજલામ સુફલામ યોજનાના પાંચમા તબક્કાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો પ્રારંભ

Sujalam Sufalam Yojana: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરના કોલવડા ગામેથી કરાવતા વધુમાં કહ્યું હતું કે, આ સુજલામ સુફલામ્ અભિયાનને પરિણામે ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે અને માત્ર માનવી જ નહિ પશુ પંખી સૌને પૂરતું પાણી મળતું થશે. આપણે પાણી બચાવી, વીજળી બચાવી દેશ સેવા કરી શકીએ. એટલું જ નહિ જળ આત્મનિર્ભરતા દ્વારા આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત સાકાર કરવા પણ તેમણે પ્રેરણા આપી હતી. India News Gujarat

CM Bhupendra Patel Sujlam Suflam2
પાંચમા તબક્કાના પ્રારંભ સમયે દીપ પ્રાગટ્ય કરતા મુખ્યમંત્રી

વર્ષ 2018થી આ જળ અભિયાન ઝૂંબેશ હાથ ધરાઈ

Sujalam Sufalam Yojana: તેમણે જણાવ્યું કે, રાજ્યમાં આ જળ અભિયાનના ચાર તબક્કા જન સહયોગથી જવલંત સફળતાને વર્યા છે. વર્ષ 2018થી વર્ષ 2021ના વર્ષોમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત 56698 કામો થયા છે. 21402 તળાવો ઉંડા કરવાના અને નવા તળાવોના કામો તથા 1204 નવા ચેકડેમના કામો અને 50353 કિલોમીટર લંબાઇમાં નહેરો અને કાંસની સાફ-સફાઈના કાર્યો કરવામાં આવ્યા છે. 4 વર્ષમાં આ કામોના પરિણામે કુલ 61781 લાખ ઘન ફૂટ જેટલો જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે આ ઉપરાંત 156.93 લાખ માનવદિન રોજગારી ઊભી થઈ છે. India News Gujarat

Sujalam Sufalam Yojana

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories