HomeGujaratState Lavel Fit India Quizમાં સુરતના બે વિદ્યાર્થી ઝળક્યા-India News Gujarat

State Lavel Fit India Quizમાં સુરતના બે વિદ્યાર્થી ઝળક્યા-India News Gujarat

Date:

Related stories

BJP Jansampark Abhiyaan: 30 દિવસ સુધી જનતા સાથે ચર્ચા કરવામાં આવશે – India News Gujarat

BJP Jansampark Abhiyaan ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: BJP Jansampark Abhiyaan:...

Weather Update: દિલ્હી-NCRમાં 40 KMની ઝડપે પવન ફૂંકાશે – India News Gujarat

Weather Update ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Weather Update: છેલ્લા કેટલાંક...

 Fit India Quizમાં બન્ને વિદ્યાર્થીઓ National Lavel પર રમશે-India News Gujarat

Fit India Quizમાં સુરત શહેરના ડુમસ રોડ પર આવેલી SBR માહેશ્વરી વિદ્યાપીઠ શાળાના બે વિદ્યાર્થીઓએ સ્ટેટ લેવલની સ્પર્ધા જીતીને નામ રોશન કર્યુ છે તેમજ  રાજ્ય માટે ગૌરવ મેળવ્યું છે. શાળાના વિદ્યાર્થીઓ પ્રતીક સિંઘ અને સાર્થક માહેશ્વરીએ રાજ્ય કક્ષાની Fit India Quiz‘2021ના પ્રારંભિક રાઉન્ડમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. તદુપરાંત, તેઓએ ક્વાર્ટર ફાઈનલ અને સેમી ફાઈનલ રાઉન્ડમાં રાજ્યની ખ્યાતનામ શાળાઓને મોટા માર્જીનથી હરાવીને જીત મેળવી હતી. અંતિમ રાઉન્ડમાં અન્ય ત્રણ શાળાઓ રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલ જામનગર, જેમ્સ જેનેસિસ અમદાવાદ અને સરસ્વતી ઈન્ટરનેશનલ વલસાડની હતી. આ વિદ્યાર્થીઓએ તેમના જ્ઞાન અને કુશળતાથી સૌને દંગ કરી દીધા હતા અને 55 ગુણ મેળવીને 25 પોઈન્ટથી આગળ રહીને Fit India Quiz ફાઈનલ જીતી હતી. હવે તેઓ Fit India Quizના રાષ્ટ્રીય રાઉન્ડમાં ભાગ લેશે.-India News Gujarat

અગ્રણીઓએ આપ્યા અભિનંદન-India News Gujarat

ચેરમેન શ્રી હરિશંકર તોસનીવાલે કહ્યું કે આ આપણા બધા માટે ખુશીના સમાચાર છે અને રાષ્ટ્રીય કક્ષાના રાઉન્ડ માટે બંનેને શુભકામનાઓ પાઠવી હતી. સચિવ શ્રી મહેન્દ્ર ઝાવરે કહ્યું કે અમે ભવિષ્યમાં પણ અમારા વિદ્યાર્થીઓની પ્રતિભા દર્શાવવાનું ચાલુ રાખીશું. ખુશી વ્યક્ત કરતાં પ્રિન્સિપાલ શ્રીમતી સારિકા સિંઘે તેમના અનુભવને અવિસ્મરણીય ગણાવ્યો હતો. તેમણે કહ્યું, “જ્યારે હું મારા બાળકો અને શિક્ષકોની મહેનત જોઉં છું ત્યારે મને આનંદ અને ગર્વ થાય છે. હું ઈચ્છું છું કે તેઓ આગળ રાઉન્ડ જીતે અને અમારી શાળા, શહેર અને રાજ્યનું નામ રોશન કરે.” સૌએ આવી પહેલ માટે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો ખાસ કરીને સુરત શહેરની શાળાઓમાં જે પ્રકારે વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની ક્વિઝ સ્પર્ધામાં તૈયારી માટે વાતાવરણ પુરૂ પાડવામાં આવે છે તેની પણ તમામ સ્તર પરથી સરાહના કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ સ્પર્ધકો સુરતનું નામ વધુ રોશન કરશે એવી શુભ કામનાઓ પણ પાઠવવામાં આવી છે. -India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-IPL2022-હાર્દિક પંડ્યા ફિટનેસ સાબિત કરવા NCA પહોંચ્યો

આપ આ પણ વાંચી શકો છોઃ-sitex expo-2 થી rs.1500 Croreનું  capital investment આવવાની સંભાવના

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories