HomeGujaratસોલા ઉમિયાધામની શિલાન્યાસ વિધિ સંપન્ન - Sola Umiyadham

સોલા ઉમિયાધામની શિલાન્યાસ વિધિ સંપન્ન – Sola Umiyadham

Date:

Related stories

 

સોલા ઉમિયાધામની શિલાન્યાસ વિધિ સંપન્ન

Sola Umiyadham’s foundation stone ceremony completed

અમદાવાદમાં એક મોટો પ્રસંગ પુર્ણ થયો.અમદાવાદમાં સોલા ઉમિયાધામSola Umiyadhamની શિલાન્યાસ વિધિ સંપન્ન થઈ ચુકી છે. PM નરેન્દ્ર મોદીએ કાર્યક્રમને લઇ વિડિયો સંદેશ મારફતે શુભેચ્છા પાઠવી. વૈદિક મંત્રોચ્ચાર સાથે 501 શિલાઓનું પુજન કરી પોથીઓ પધરાવી શીલાપુજન સંપન્ન કરાયું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી ઉપસ્થિત રહ્યા. કેબિનેટ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, જીતુભાઇ વાઘાણી, સુરેશભાઈ પટેલ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમની શૌભા વધારી હતી.Sola Umiyadham

શિલાન્યાસનો ત્રિ-દીવસીય ભવ્ય મહોત્સવ – Sola Umiyadham
છેલ્લા ઘણા સમયથી આ પ્રસંગની જોરોશોરો સાથે ચર્ચા ચાલી રહી હતી. મહત્વનું છે કે અમદાવાદના સોલા ઉમિયાધામ મંદિર શિલાન્યાસનો ત્રિ-દીવસીય ભવ્ય મહોત્સવ યોજાયો હતો. આ શિલાન્યાસ મહોત્સવના ત્રીજા દિવસે શિલાપૂજન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી હતી. તેમજ ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ સમારોહ પ્રસંગે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું. ત્યારે મા ઉમિયાના ભક્તોમાં એક વિશેષ પ્રકારનો આનંદ જોવા મળી રહ્યો છે.

આવનાર દિવસોમાં ગુજરાતવાસીઓ માટે મોટું ધાર્મિક સ્થળ બની જશે.- Sola Umiyadham
ભવ્યતાની વ્યાખ્યા તેની જાહોજલાલી સાથે થયેલી તૈયારીથી જ ખબર પડી જાય છે. આ ભવ્ય સોલા ઉમિયાધામ મંદિરની સાથે જ હોસ્ટેલ, આરોગ્ય ભવન, મલ્ટીપર્પઝ હોલનું પણ નિર્માણ કરાશે. 74 હજાર ચોરસ મીટરમાં જમીનમાં આકાર થઈ રહેલો સમગ્ર પ્રોજેક્ટ 1500 કરોડ રૂપિયામાં પૂર્ણ કરાશે. અત્યાર સુધીમાં 55 કરોડની રકમ દાન પેટે પ્રાપ્ત થઈ છે. ઉમિયાધામમાં 800 લોકો એક સાથે દર્શન કરી શકે તેવી વ્યવસ્થા હશે. આ ઉપરાંત 1200 વિદ્યાર્થીઓ રહી શકે તેવી હોસ્ટેલનું નિર્માણ કરાશે. જેમાં એક ભોજનશાળા હશે. તો 50 રૂમનું એક ગેસ્ટ હાઉસ તૈયાર કરાશે.

101 પાટલા યજમાનોએ યજ્ઞમાં ભાગ લીધો – Sola Umiyadham
આસ્થા અને શ્રધ્ધા સાથે જોડાયેલા આ પ્રસંગમાં 101 પાટલા યજમાનોએ યજ્ઞમાં ભાગ લીધો. વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી. ભક્તો યજ્ઞની પરિક્રમા કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાસ રાજસ્થાની કારીગરો દ્વારા યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી હતી.

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories