HomeGujaratSeminar on Semco Style Org Selfie- ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન અપાયું-India News Gujarat

Seminar on Semco Style Org Selfie- ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન અપાયું-India News Gujarat

Date:

Related stories

RaGa in America: અમેરિકામાં નિવેદન… વડાપ્રધાનનું અપમાન! – India News Gujarat

RaGa in America ઈન્ડિયા ન્યૂઝ, સાન ફ્રાન્સિસ્કો: RaGa in America:...

Opposition United: 9 વર્ષમાં વિપક્ષને શું શીખવા મળ્યું? – India News Gujarat

Opposition United ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Opposition United: દેશમાં વિપક્ષી...

ચેમ્બર દ્વારા business development process  વિષય ઉપર માર્ગદર્શન – India News Gujarat 

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા  સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે business development process ને સ્વતંત્ર રીતે અથવા Team workથી કેવી રીતે આકાર આપી શકાય ? તેનું ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવા માટે Semco Style Org Selfie વિષય ઉપર Seminarનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતા તરીકે Semco Style Org ઇન્સ્ટીટયુટ ઇન્ડીયાના કો–ફાઉન્ડર મિલીન્દ વૈદ્ય અને વડોદરા ખાતે આવેલી ભારતની પ્રથમ સ્કીલ્સ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર વિક્રાંત પાંડે દ્વારા ઉદ્યોગકારોને મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.India News Gujarat

શું કહ્યું નિષ્ણાંતોએ આ  Seminarમાં-India News Gujarat

મિલીન્દ વૈદ્યએ જણાવ્યું હતું કે, કોવિડ– ૧૯ ની પરિસ્થિતિમાં વ્યવસાય અનિશ્ચિત અને અસ્થિર થઇ ગયા હતા. તેઓની કાર્ય કરવાની પદ્ધતિમાં પણ ઘણો બદલાવ આવી ગયો હતો. એવા સંજોગોમાં જે વ્યવસાયિક એકમો અથવા સંસ્થાઓ બાહય ફેરફારોને ઝડપથી પ્રતિસાદ આપી કામ કરતા હતા તેઓ માત્ર ટકી શકયા હતા અને સમૃદ્ધ પણ રહયા હતા. આથી તેમણે ફયૂચર વર્ક કલ્ચર ડેવલપ કરવા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ તેમજ ઉદ્યોગકારો એકબીજા સાથે સહયોગ અને સુમેળભર્યા વાતાવરણમાં કામ કરવાની પદ્ધતિ અપનાવી ઔદ્યોગિક એકમો તથા સંસ્થાઓમાં માલિકીની ભાવના જગાવી શકે છે. કોલાબોરેશનથી નવા ઇનોવેશન પણ થાય છે. કાર્ય પદ્ધતિની વર્તમાન પરિસ્થિતિને સમજવામાં અને આંતરદૃષ્ટિ કરવા માટે એ જરૂરી પણ છે. ચેમ્બરના ગૃપ ચેરમેન ભદ્રેશ શાહે સેમિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે ગૃપ ચેરમેન કમલેશ ગજેરાએ પ્રાસંગિક વિધી કરી હતી. ચેમ્બરની ઇન્ફોઝાઇન કમિટીના ચેરમેન તેમજ ગ્રીન બિલ્ડીંગ કમિટીના એડવાઇઝર સંજય પંજાબીએ કાર્યક્રમની રૂપરેખા સાથે વકતાઓનો પરિચય આપ્યો હતો અને અંતે સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન પણ કર્યું હતું.India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-The country’s first steel road was constructed in Surat : સુરતમાં તૈયાર કરાયો દેશનો પહેલો સ્ટીલનો રોડ 

આપ આ પણ વાંચી શકો છોઃ-Corbevax Vaccination For Children in School-શાળાઓમાં 12થી 14 વર્ષના બાળકોનું રસીકરણ

 

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories