HomeGujaratSaurashtra Patel Seva Samaj તરફથી નાકરાણી પરિવારને rs. 15,8,208ની સહાય- India news Gujarat

Saurashtra Patel Seva Samaj તરફથી નાકરાણી પરિવારને rs. 15,8,208ની સહાય- India news Gujarat

Date:

Related stories

Saurashtra Patel Seva Samaj તરફથી નાકરાણી પરિવારને rs. 15,8,208ની સહાય – India news Gujarat 

Saurashtra Patel Seva Samaj જ્યારે પણ સુરતમાં વસતા પરિવારો ઉપર વ્યક્તિગત કે સામાજીક આફત આવે છે ત્યારે હંમેશા તેમને મદદરૂપ થાય છે. આવી જ એક ઘટના તક્ષશીલા આગ દુર્ઘટનામાં  ૧૪ બાળકોને બચાવનાર જતીન નાકરાણી નામનો યુવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. એકના એક દીકરાની મોંઘી આરોગ્ય સારવાર અને રહેવાના મકાન ઉપર લોનના બોજાને કારણે જતીન નાકરાણીના પિતા મુશ્કેલીમાં મુકાયા છે. આ આપત્તિમાં તેમને મદદરૂપ થવા Saurashtra Patel Seva Samaj સુરત તરફથી જાહેર અપીલ કરવામાં આવી હતી. Saurashtra Patel Seva Samajની અપીલને ધ્યાનમાં લઇને અસંખ્ય વ્યક્તિઓએ ભરતભાઈના બેંક ખાતામાં રકમ જમા કરાવી છે. ઉપરાંત Saurashtra Patel Seva Samaj ના ટ્રસ્ટીઓ અને અન્ય દાતાઓએ Saurashtra Patel Seva Samaj સુરતને આપેલ રકમ રૂ. 12,58,209/- નો ચેક આજે જતીન નાકરાણીના પરિવારને Saurashtra Patel Seva Samaj તરફથી અર્પણ કરવામાં આવ્યો છે. જેમાં હોંગકોંગથી કાઠીયાવાડ મિત્ર મંડળ તરફથી સુરત ખાતેથી મળેલ રૂ. 5 લાખ નો પણ સમાવેશ થાય છે.    આજે Saurashtra Patel Seva Samaj સમાજ સુરતના પ્રમુખ કાનજીભાઈ ભાલાળા, ઉપપ્રમુખશ્રી સવજીભાઈ વેકરીયા, મંત્રીશ્રી અરવિંદભાઈ ધડુક અને લોક સમર્પણ બ્લડ બેંક ના પ્રમુખ હરિભાઈ કથીરિયા તથા વરાછા કો. ઓપરેટીવ બેંક ના ચેરમેન ભવાનભાઈ નવાપરા અને હોંગકોંગ કાઠીયાવાડ મિત્ર મંડળના પ્રતિનિધિ હાર્દિકભાઈ વસોયા, ભરતભાઈ પટેલ તથા અશ્વિનભાઈ ગઢીયા ઉપસ્થિત રહ્યા હતા બાઢડા ગામના યુવા અગ્રણી નીલેશભાઈ શેલડીયા સહીત યુવાનો ઉપસ્થિત હતા.- India news Gujarat

                                                                                             Saurashtra Patel Seva Samajના પ્રમુખ કાનજી ભાલાળાએ આભાર વ્યક્ત કર્યો – India news Gujarat 

Saurashtra Patel Seva Samaj સુરત તથા વિવિધ સંસ્થાઓ અને ટીવી મીડિયાની અપીલને કારણે ખુબ સારો પ્રતિસાદ મળેલ છે. તેની નોંધ લેતા Saurashtra Patel Seva Samajના પ્રમુખ કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું હતું કે તા. 30/૦5/2022 સાંજ સુધીમાં ભરતભાઈ નાકરાણીના એકાઉન્ટમાં રૂ. 17 લાખ જમા થયા છે. ઉપરાંત આજે Saurashtra Patel Seva Samaj હસ્તક કુલ રૂ.12,58,209/- આપવામાં આવેલ છે. બાઢડા ગામના અગ્રણીઓ પણ રકમ એકત્ર કરી રહ્યા છે. જે રૂ. 5લાખ જેવી થાય છે. અન્ય સંસ્થાઓ પણ રકમ એકત્ર કરીને ભરતભાઈ ને આપનાર છે.        ભરતભાઈ ના રહેઠાણના મકાન ઉપર રૂ. 35 લાખ લોનનો બોજો છે. જો વ્યાજ માફ થશે તો પણ રૂ. 35 લાખ જમા કરાવ્યા પછી મકાન મુક્ત થશે. આપતીમાં આવી પડેલા આ પરિવારને મદદરૂપ થવા સુરત ઉપરાંત સૌરાષ્ટ્ર , અમદાવાદ, હોંગકોંગ અને અમેરિકાથી  સહાય મોકલનાર સર્વે દાતાશ્રીઓનો Saurashtra Patel Seva Samaj સુરત આભાર માને છે.- India news Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Copy right વિવાદ સામે હીરા ઉદ્યોગનો એક સૂર

આપ આ પણ વાંચી શકો છોઃ-Good News For Farmers:આ વર્ષે સારું રહેશે ચોમાસું, હવામાન વિભાગનું અનુમાન

 

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories