Ukraineથી પરત આવેલા વિધાર્થોઓંની આપવીતી:બોર્ડર પર યુક્રેનના સૈનિકોએ ઘણાને લાતો મારી, કેટલાકના સામાન પણ ચોરાયા -India News Gujrat
Russia Ukraine War: બુધવારે પોલેન્ડથી 105 વિદ્યાર્થીઓ લઇને ફ્લાઇ દિલ્હી ઉતરી હતી. ત્યાંથી ગુજરાતના વિદ્યાર્થીઓને અમદાવાદ મોકલાયા હતા. જે પૈકી સુરતના 35 વિદ્યાર્થીઓ વોલ્વો બસમાં આવ્યા હતા. હાલ સુધીમાં 88 વિદ્યાર્થીઓ સુરક્ષિત પરત ફર્યા છે.જે બાદ આ વિધાર્થીઓંએ પોતાના કડવા અનુભવ વર્ણવતા કહ્યું કે, Ukraineમાં બોર્ડર પર સૈનિકો તેમને લાતો મારી હતી તથા વાળ ખેંચ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓનો સામાન પણ ચોરાયો હતો.પરંતુ હાલ ભારત સરકાર ધ્વારા તેમને પરત લાવવામાં આવતા તેઓએ અભાર વ્યક્ત કર્યો હતો. Latest News
Ukraineમાં ફસાયેલા વધુ 35 વિદ્યાર્થીઓ સુરત પોહ્ચ્યા
બાળકોને મળતા પરિવારો ભાવુક થયા -India News Gujrat
સુરત સરકારે ઓપરેશન ગંગા હેઠળ ઇન્ડિયન એરલાઇન્સ દ્વારા Ukraineમાં ફસાયેલા વિધાર્થીઓને પરત લાવવામાં આવી રહ્યા છે.Ukraineમાં ફસાયેલા વધુ 35 વિદ્યાર્થીઓ સાથે વોલ્વો બસ સુરત આવી હતી.અને બસ આવતા જ બાળકોની રાહમાં ઉભેલા પરિવારો ભાવુક થઇ ઉઠ્યા હતા.બસ માંથી બાળકો નીચે ઉતરતા જ સર્કિટ હાઉસ ખાતે વાલી અને બાળકોના મિલનના ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.બાળકોને ભેટીને રડી પડેલા વાલીયોમાં આંસુ પાછળ તેઓના સહી સલામત પરત આવવાની ખુશી છલકાઈ હતી.Latest News
40 કિમી ચાલીને બોર્ડર પહોંચ્યા હતા -India News Gujrat
યુદ્ધના કારણે સ્થિતિ ભયાનક છે. બોર્ડર પર વાહનોની લાંબા કતારો છે. 40 કિમી ચાલીને બોર્ડર પહોંચ્યા હતા Latest News
તમે આ પણ વાંચી શકો છો : Russia Ukraine War: Ukraineથી પરત આવેલા વિધાર્થોઓંની આપવીતી
તમે આ પણ વાંચી શકો છો : રશિયાએ યુક્રેનના સૌથી મોટા Nuclear Plant પર કબ્જો કર્યો