એક દિવસમાં 60 કિ.મી. ચાલ્યા;ખાવાપીવાની કોઈ વ્યવસ્થા ન હતી,Ukraine થી પરત આવેલા વિધાર્થોઓંની આપવીતી -India News Gujrat
Ukraineમાં ફસાયેલા વિદ્યાર્થીઓની ત્રીજી બેચ ગુજરાત પહોંચી છે. સુરત પોહ્ચેલા વિધાર્થીઓએ જણાવ્યું કે અમે સાત દિવસનો સંઘર્ષ કરીને પરત આવ્યા છીએ. ત્યાં અમને ખાવાપીવાની કોઈ વ્યવસ્થા ન હતી. તેથી અમને સરળતાથી જવા દેવાયા હતા. અમે એક દિવસમાં 60 કિ.મી. ચાલ્યા હતા. ત્યાં ટેન્ટ પણ ન હતો, અમારે રોડ પર જ સુવું પડયુ હતું.આ સાથે ભારતીય સરકારે મોટી મદદ આપી હતી એવું પણ જણાવ્યું હતું. -Latest news
ukraine થી આવેલા અલગ અલગ શહેરના 107 વિદ્યાર્થીઓ ગુજરાત પહોંચ્યા -India News Gujrat
વિદ્યાર્થીઓ Ukraineથી સુરત આવ્યા હતા. જેમાં અલગ અલગ શહેરના 107 વિદ્યાર્થીઓ બસમાં સવાર થઈને ગુજરાત પહોંચ્યા હતા.વિદ્યાર્થીઓ આવ્યા ત્યારે તેમના દરેકના હાથમાં તિરંગો જોવા મળ્યો હતો. તેઓ Ukraineથી બસમાં બેસ્યા ત્યારે પણ તેમના હાથમાં તિરંગો હતો. તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભારત સરકારનો આભાર માન્યો હતો.-Latest news
બાળકો પરત આવતા સુરત એરપોર્ટ પર લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા -India News Gujrat
Ukraineથી સુરત પહોંચેલા વિદ્યાર્થીઓનું હેમાલી બોઘાવાલા સહીત વાલીયો ધ્વારા કરાયુ હતું. તો બીજી તરફ વિદ્યાર્થીઓને જોઈને માતાપિતા ભાવુક થઈ ગયા હતા અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. જેમ જેમ વિદ્યાર્થીઓ બસમાંથી ઉતરતા હતા .તેમ તેમ માતાપિતા તેમને ભેટીને વળગી પડ્યા હતા. હેમાલી બોઘાવાલા દ્વારા ગુલાબ આપીને તેમનુ સ્વાગત કરાયુ હતું. -Latest news
‘ઓપરેશન ગંગા’ શરુ કરી વિધાર્થોને પરત લાવ્યા -India News Gujrat
રશિયા અને Ukraine વચ્ચે સાત દિવસથી ચાલી રહેલા ભયાનક યુદ્ધના પગલે ભારતના વિધાર્થીઓ Ukraineમાં ફસાઈ ગયા છે. જેમને પરત વતન લઈ આવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ શરૂ કરાયું છે. જેનાં ભાગરૂપે આજે વિધાર્થીઓની સુરત માં વાપસી થઈ છે. આજે વિધાર્થીઓ સુરત આવી પહોંચતા તેમના પરિવારોએ રાહત અનુભવી હતી.-Latest news
તમે આ પણ વાંચી શકો છે : Russia Ukraine Today Live Updates-રશિયાનું અલ્ટીમેટમ, યુક્રેન વિલંબ કર્યા વિના કોનોટોપ શહેર સોંપશે, નહીં તો તે નામ ભૂંસી નાખશે
તમે આ પણ વાંચી શકો છે : USA ખાતે યોજાનારા ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’માં ગારમેન્ટ મેન્યુફેકચરર્સ – એકસપોર્ટર્સે ભાગ લીધો