HomeGujaratપેપરલીક પર પંજો ! Paperleak

પેપરલીક પર પંજો ! Paperleak

Date:

Related stories

પેપરલીક પર પ્રતિક્રીયાઓ (Paperleak)

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ હાલમાં એક પત્રકાર પરિષદને સંબોધી હતી જેમાં તેમણે 12 ડિસેમ્બરના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાને રદ્દ કરી હોવાની જાહેરાત કરી હતી. આ પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. ત્યાર બાદ ગૃહ રાજ્યમંત્રીએ પણ Paperleak થયું હોવાનો સ્વીકાર કર્યો હતો. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, 14 આરોપીની ધરપકડ થઈ ગઈ છે. તેમજ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવે છે. Paperleak

ક્યારે લેવાશે ફરી પરીક્ષા ? 

આ પરીક્ષા માર્ચમાં ફરીથી લેવાશે. ગૌણ સેવા પસંદગી મંડળની ભૂલ હશે તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગૌણ સેવા પસંદગી મંડળ સાથે ચર્ચા કર્યા બાદ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી માર્ચ મહિનામાં ફરીવાર હેડક્લાર્કની પરીક્ષા લેવાશે. નવી પદ્ધતિથી પરીક્ષા લઈ શકાય તે માટે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરાઈ છે.

ભાગ’આમ’ભાગ

ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કાંડ મામલે વિરોધપ્રદર્શન કરવા સહિત ચેરમેન અસિત વોરાનું રાજીનામું માગવા ગાંધીનગર ભાજપ કાર્યાલય પહોંચેલા આમ આદમી પાર્ટીના નેતાઓની છેડતી અને રાયોટિંગ સહિતના ગુનામાં ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જેમાં કેટલાક  AAPના નેતાની મોડી રાત્રે તો કેટલાકની વહેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી. હિંમતનગર, પ્રાંતિજ, ખેડબ્રહ્મા સહિતના તાલુકાના પોલીસ સ્ટેશનોમાં આપના કાર્યકરોને નજરકેદ કરવામાં આવ્યા છે તો સાબરકાંઠા જિલ્લા પ્રમુખ નિર્મલસિંહ, શહેર પ્રમુખ રમેશભાઇ વકીલ, ખેડબ્રહ્માના શિરીષ ભાઈ ત્રિવેદી, પ્રાંતિજના સુરેશસિંહ ઝાલા ને નજરકેદ કરવામાં આવ્યા છે.આ કાર્યકરો ગાંધીનગર ના પહોંચે તેના માટે તેમની અટકાયત કરવામાં આવી હતી.

કોંગ્રેસે કસી કમર

પેપરકાંડ મામલે કોંગ્રેસે કમર કસી ભાજપ સરકારને ભીંસમાં લેવાની શરૂઆત કરી દીધી છે. પેપરકાંડ મામલે કોંગ્રેસ પ્રવકતાનું  નિવેદન સામે આવ્યું છે. કમલમ અને કૌભાંડ એક બીજાના પર્યાય હોવાની વાત કરી ભાજપ સરકાર પર ચાબખા મારવામાં આવ્યા હતા.

ભરતી, ભાજપ અને ભ્રષ્ટાચાર પણ બને એકબીજાના પર્યાય છે તેવું કહેવામાં આવ્યું હતુ. નાના આરોપીઓને જ હંમેશા પકડવામાં આવે છે..મોટા મગરમચ્છ ક્યારે પકડવામાં આવશે,તે જોવું રહ્યું…પ્રિન્ટિંગ પ્રેસ અગાઉ પણ યુનિવર્સિટી ના પેપર લીક મા સામેલ હતુ..કોંગ્રેસે હેડ ક્લાર્ક ની પરીક્ષા રદ કરવાની માંગ કરી હતી..

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories