HomeGujaratડુંગરીએ ખેડૂતોને રડાવ્યા, ઓછી કિંમતે વેચવા બન્યા મજબુર

ડુંગરીએ ખેડૂતોને રડાવ્યા, ઓછી કિંમતે વેચવા બન્યા મજબુર

Date:

Related stories

ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળી સૌ કોઈને રડાવી રહી છે. ડુંગળી ખાતા સમયે લોકોની આંખોમાં આંસુ વહેવા લાગે છે. જોકે હાલ તો ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને પણ આ કસ્તૂરી રડાવી રહી છે. કારણ કે એક મણ ડુંગળીના ભાવ તળીયે બેસી ગયા છે. જ્યારે વેપારીઓ પાસે પણ જૂની ડુંગળીનો સ્ટોક પડ્યો હોવાથી ડુંગળીનું વેચાણ થઈ શકતું નથી જેને કારણે ચોમાસુ સિઝનનુ વાવેતર કરતા ખેડૂતોને હાલ નાણાં ની જરૂરીયાત હોય તેવા સમયે જ ડુંગળીનો પાક મફતના ભાવે ખેડૂતો વેચવા મજબૂર બન્યા છે

મોરબી જીલ્લાના ટંકારા,માળીયા મીયાણા,વાંકાનેર અને હળવદ તાલુકામા ખેડુતોએ આ સાલ 553 હેક્ટરમાં મોંધા ભાવના વિયારણ ખરીદીને ડુંગળીનુ વાવેતર કર્યુ હતું રાત દિવસ કાળી મજુરી કરી ડુંગળીનો પાક તૈયાર કર્યો જ્યાં ખેડૂતો એક મણ દિઠ 130 રુપીયાનો ખર્ચ કર્યો જે એક વિધામા જમીન માં 25 હજાર જેટલો ખર્ચ થાય છે પરંતુ જ્યારે ડુંગરી વેચાણમા બજારમાં મુકીતો બજારમા ભાવ 70 થી 80 જેટલા જ ભાવ મળતા ખેડુતોનો ખર્ચ પણ નીકળે તેમ નથી હાલતો ખેડુતોએ પાકના ભાવ સારા આવાની આશાએ ડુંગળી ખેતરમા જ રાખી છે પણ બીજી તરફ લાંબા સમય સુધી ડુંગરી જો ખેતરમા રાખવામા આવેતો પાક બગાડવાની પણ ભીતી સર્જાય રહી છે વળી પાછા ચોમાસુ સીઝનમાં પણ વાવેતર મગફળી અને કપાસનું થતું હોય તેવા સમયે ખેડૂતો અને ડુંગળી ઘરે રાખી પણ પોસાય તેમ ન હોય ગુજરાતી ડુંગળીનો યોગ્ય ભાવ મળે તેવી ખેડૂતોની માંગ કરી રહ્યા છે

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories