HomeGujaratONE SIDE LOVEમાં પાગલ યુવાને યુવતીને રહેંસી નાંખી-INDIA NEWS GUJARAT

ONE SIDE LOVEમાં પાગલ યુવાને યુવતીને રહેંસી નાંખી-INDIA NEWS GUJARAT

Date:

Related stories

RaGa in America: અમેરિકામાં નિવેદન… વડાપ્રધાનનું અપમાન! – India News Gujarat

RaGa in America ઈન્ડિયા ન્યૂઝ, સાન ફ્રાન્સિસ્કો: RaGa in America:...

Opposition United: 9 વર્ષમાં વિપક્ષને શું શીખવા મળ્યું? – India News Gujarat

Opposition United ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Opposition United: દેશમાં વિપક્ષી...

ONE SIDE LOVEમાં ફેનિલે ગ્રીષ્માને નિર્દયતાથી હલાલ કરી-INDIA NEWS GUJARAT 

સુરત શહેર જાણે ક્રાઇમ સીટી બની ગયું હોય એવુ લાગી રહ્યું છે. ગુનેગારો પોલીસનો ડર રાખ્યા વગર ખુલ્લેઆમ હત્યા કરતા થઇ ગયા છે. આવી જ એક ઘટના સુરત શહેરના છેવાડે આવેલા પાસોદરા ખાતે ONE SIDE LOVEમાં પાગલ યુવાને યુવતીને જાહેરમાં રહેંસી નાંખી હતી. આ ઉપરાંત યુવતીના કાકા અને ભાઇને પણ છરીના ઘા ઝીંકી દીધા હતા. નવાઇની વાત એ છે કે, આ યુવતીને ફેનિલ નામનો યુવાન બેરહેમી પૂર્વક હલાલ કરી રહ્યો હતો ત્યારે તેના પરિવારજનો કે આસપાસના લોકોએ પણ તેણીને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો.

પરિવારજનોની સામે જ ગ્રીષ્માનું પ્રાણ પખેરૂ ઉડી ગયું -INDIA NEWS GUJARAT 

ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીને કાપોદ્રા રચના સોસાયટીમાં રહેતો ફેનિલ પટેલ નામનો યુવાન છેલ્લા કેટલાક સમયથી પરેશાન કરતો હતો. કાપોદ્રા ખાતેથી છેક પાસોદરા જઇને ફેનિલ ગ્રીષ્માનો પીછો કરતો હતો તેમજ તેની મશ્કરી કરતો હતો. જેથી યુવતીના કાકાએ તેને ઠપકો આપ્યો હતો તેમજ ગ્રીષ્માને પરેશાન નહીં કરવાનું કહ્યું હતું. જો કે, ONE SIDE LOVEમાં પાગલ એવા ફેનિલ પટેલે યુવતીના ઘર પાસે જઇને તેના કાકા અને ભાઇ પર હુમલો કર્યો હતો. પોતાના કારણે કાકા અને ભાઇને છરીના ઘા ઝીંકાતા હોવાથી ગ્રષ્મા પણ પોતાના ઘરમાંથી બહાર દોડી આવી હતી અને તેણે ફેનિલને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે,  ફેનિલે ગ્રીષ્માને પાછળથી પકડી લીધી હતી અને તેના ગળા પર બે રહેમી પૂર્વક છરો ફેરવી દીધો હતો. જેના કારણે ગ્રીષ્મા ઢળી પડી હતી અને તેનું પ્રાણ પખેરૂ ઉડી ગયું હતું.

હત્યારાને પડકારવાને બદલે લોકો વિડીયો ઉતારતા રહ્યા- INDIA NEWS GUJARAT 

ફેનિલ પટેલ જ્યારે ગ્રીષ્માના ગળા પર છરી ફેરવતો હતો ત્યારે ગ્રીષ્માના પરિવારજનો અથવા તો આસપાસના લોકોએ હત્યારાને પડકારવાની હિંમત કરી ન હતી. નહીંતર આટલી ગંભીર ઘટના બનતા અટકકાવી શકાઇ હોત. બીજી તરફ લોકો પોતાના મોબાઇલમાં ગ્રીષ્માને કઇ રીતે મારવામાં આવી રહી છે તેનો વિડીયો ઉતારતા રહ્યા હતા જે અત્યંત શરમ જનક બાબત કહી શકાય.

હત્યારા દ્વારા પોલીસ પર હુમલાનો પ્રયાસ-INDIA NEWS GUJARAT 

ગ્રીષ્માનું ઢીમ ઢાળી દીધા બાદ હત્યારો તેની લાશ પાસે ઉભો રહ્યો હતો અને પોતાના ખીસ્સામાંથી માવો કાઢીને ખાધો હતો. બનાવની જાણ થતા પોલીસ દોડી આવી હતી જ્યારે પોલીસે હત્યારાને ઝડપી લેવા પ્રયાસ કર્યો ત્યારે તેણે પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી. પોલીસ તેને ઝડપી પાડે તે પહેલા જ ફેનિલ પટેલે ઝેરી દવા પી અને પોતાના હાથની નસ કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આખરે પોલીસે તેને ઝડપી લઇ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો છે.

આપ આ પણ વાંચી શકો છોનવી મુંબઇમાં SURAT પોલીસે લુંટારૂઓને ઘેરી પાર પાડ્યુ દિલ ધડક ઓપરેશન – INDIA NEWS GUJARAT

આપ આ પણ વાંચી શકો છો– સુરત APPના વોટ્સ એપ ગ્રુપમાં અસ્લીલ સ્ટીકર મુકાતા ભડકો -India News Gujarat-https://indianewsgujarat.com/politics/surat-aap-whatsapp-group/

 

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories