HomeGujaratઅમદાવાદમાં APL-1 પરિવારોને પાંચમા દિવસે ૪ લાખથી વધુ લોકોને વિનામૂલ્યે અનાજનું વિતરણ...

અમદાવાદમાં APL-1 પરિવારોને પાંચમા દિવસે ૪ લાખથી વધુ લોકોને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરાયું : અશ્વિની કુમાર

Date:

Related stories

અમદાવાદમાં APL-1 પરિવારોને પાંચમા દિવસે ૪ લાખથી વધુ લોકોને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરાયું : અશ્વિની કુમાર

વિનામૂલ્યે અનાજ વિતરણ અન્વયે પરિવાર દિઠ ૧૦ કિલો ઘઉં-૩ કિલો ચોખા- ૧ કિલો ખાંડ-૧ કિલો દાળનું અમદાવાદ શહેરની ૭પ૦ સરકાર માન્ય સસ્તા અનાજ દુકાનો પરથી વિતરણ

૧૮મી એપ્રિલથી શરૂ થયેલા આ તબક્કાનો શનિવારે અંતિમ દિવસે મોપ અપ રાઉન્ડ યોજાશેઃ બાકી રહી ગયેલા પરિવારોને અનાજ મેળવી લેવા અનુરોધ

ગરીબ મધ્યમ વર્ગના પરિવારોને અનાજ વિતરણની સુંદર કામગીરી માટે જિલ્લા વહીવટીતંત્ર અને એફ.પી.એસ ના દુકાનદારોને અભિનંદન

કન્ટેઇનમેન્ટ ઝોનમાં સવારે ૮ થી બપોરે ૩ વાગ્યા સુધી – નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં સવારે ૮ થી બપોરે ૪ વાગ્યા સુધી અનાજ વિતરણ શનિવાર તા. ર૩મી મે સુધી થશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં કોઇને ભુખ્યા સૂવું ન પડે તેવા ઉદાત્ત ભાવથી રાજ્યના મધ્યમવર્ગીય APL-1 ૬૧ લાખ પરિવારોના અંદાજે ર.પ૦ કરોડ લોકોને મે-મહિનામાં પણ વિનામૂલ્યે ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો ખાંડ અને ૧ કિલો ચણાદાળ / દાળ એમ કુલ મળી ૧પ કિલો પૂરવઠો કુટુંબદિઠ આપવાની રાજ્યના ૬૦મા સ્થાપના દિન ૧ લી મે એ જાહેરાત કરી હતી.

અમદાવાદ શહેર સિવાય સમગ્ર રાજ્યમાં આવા APL-1 પરિવારોને ૭મી થી ૧રમી મે દરમ્યાન આ વિતરણ પાર પડયું છે.ગરીબ -મધ્યમ વર્ગના પરિવારોને અનાજ વિતરણની આ સુંદર કામગીરી માટે જિલ્લા વહીવટીતંત્રો અને એફ.પી.એસ ના દુકાનદારોને રાજય સરકારે અભિનંદન પાઠવ્યા છે.

 

https://www.facebook.com/gujaratinformation.official/videos/2904997259596203/

 

મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગે વિગતો આપતા કહ્યું કે, અમદાવાદ શહેરમાં આ અનાજ વિતરણનો પ્રારંભ તા.૧૮મી મે થી કરવામાં આવ્યો છે.

તદ્દઅનુસાર માત્ર પાંચ જ દિવસમાં જ ૪ લાખથી વધુ લોકોએ આ વિનામૂલ્યે અનાજ વિતરણનો લાભ મેળવ્યો છે.

અમદાવાદ શહેરની પ્રવર્તમાન પરિસ્થિતીમાં આવા APL-1 કાર્ડધારક પરિવારોને સુચારૂ ઢબે સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનું પાલન, ફરજીયાત માસ્ક સહિતના પૂરતા પ્રબંધ સાથે રેશનકાર્ડના છેલ્લા આંકડાના આધારે નિર્ધારીત દિવસોએ વિનામૂલ્યે અનાજ વિતરણ થાય છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, શહેરમાં જે કોઈ APL-1 કાર્ડધારક આ નિર્ધારિત દિવસમાં અનાજ મેળવવામાંથી બાકી રહી ગયા હોય તેમના માટે આવતીકાલ તા. ૨૩મી મે એ અનાજ વિતરણ માટે મોપ અપ રાઉન્ડ દ્વારા અનાજ વિતરણ કરવામાં આવશે બાકી રહી ગયેલા APL-1 કાર્ડધારક પરિવારોને એમનું રાશન મેળવી લેવા રાજય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે.

તેમણે ઉમેર્યુ કે, કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવેલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી સવારે ૮ થી બપોરે ૩ દરમ્યાન અને નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં સવારે ૮ થી બપોરે ૪ વાગ્યા સુધી APL-1 કાર્ડધારકો વિનામૂલ્યે અનાજ મેળવી શકે છે.અગાઉ એપ્રિલ માસમાં અમદાવાદમાં તા. ૧૩ થી તા. ૨૦મી સુધીમાં અંદાજે ૪.૭૦ લાખ લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયું હતું. એ જ રીતે મે માસમાં પણ અંદાજે ૭૫૦ જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથીઅમદાવાદ શહેરના APL-1 કાર્ડધારકોને હાલ અનાજ વિતરણ થઇ રહ્યું છે.તથા શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે તા. ૧૮ થી તા. ૨૩મી મે સુધી અંદાજે ૪.૫૦થી ૪.૭૦ લાખ લોકો તેનો લાભ મેળવશે તેવો અંદાજ છે

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories