HomeGujaratJoy Ride આંતરરાજ્ય હેલિકોપ્ટર સેવા શરૂ થશે

Joy Ride આંતરરાજ્ય હેલિકોપ્ટર સેવા શરૂ થશે

Date:

Related stories

Delhi Murder Update: આ તે કેવો પ્રેમ? – India News Gujarat

Delhi Murder Update ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Delhi Murder Update:...

Teacher recruitment scam: પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં EDએ સુજય કૃષ્ણાની ધરપકડ કરી છે – India News Gujarat

Teacher recruitment scam: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે પશ્ચિમ...

 

આનંદો ગુજરાતીઓ… આવતીકાલથી માણી શકશો જોય રાઈડ

ઈન્ડિયા ન્યૂઝ, ગાંધીનગરઃ Joy Ride રાજ્યના નાગરિકોને ઉડ્ડયનની સેવાઓ સત્વરે પુરી પાડવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યુ છે. જેના ભાગરૂપે આવતીકાલ 1 જાન્યુઆરીએ રાજ્ય સરકારના સહયોગથી વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરતથી આંતરરાજ્ય હવાઈ સેવાઓનો તથા અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી હેલિકોપ્ટર જોય રાઈડ સેવાનો શુભારંભ કરવામાં આવશે. Joy Ride

નવસારીના સાંસદ સી. આર. પાટિલના હસ્તે આવતીકાલે શુભારંભ Joy Ride

નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ છે કે નવસારીના સાંસદ સી. આર.પાટિલના હસ્તે આવતીકાલે સુરત એરપોર્ટથી વેન્ચુરા એરકનેક્ટની આંતરરાજ્ય હવાઈ સેવાઓનો શુભારંભ કરાશે. તેમણે ઉમેર્યુ કે, આંતરરાજ્ય હવાઈ સેવા પૂરી પાડનાર સુરતની એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેક્ટ લિ. 1 જાન્યુઆરી 2022થી 9 સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી; આ 4 સેક્ટર પર દૈનિક ફ્લાઈટ શરૂ કરશે. રાજ્ય સરકાર દ્વારા એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેકટ સાથે રાજ્યમાં વિવિધ શેહેરોને પરસ્પર હવાઈમાર્ગે જોડવા માટે કરાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે પ્રારંભ થનાર આ હવાઈસેવા દુનિયામાં સૌથી સુરક્ષિત કેટેગરીમાં સામેલ એવા સેસના ગ્રાન્ડ કેરેવાન દ્વારા પૂરી પાડવામાં આવશે. Joy Ride

9 સીટર હેલિકોપ્ટરની Joy Ride

વેન્ચુરા દ્વારા વિમાન 9 પેસેન્જર અને 2 પાઈલોટ સાથે ઉડાન ભરશે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર 30 મિનિટમાં, સુરતથી અમરેલી 45 મિનિટમાં, સુરતથી અમદાવાદ 60 મિનિટમાં અને સુરતથી રાજકોટ 60 મિનિટમાં સફર પૂર્ણ થશે. રાજ્ય સરકારના સહયોગથી શરૂ થઈ રહેલી આ ઝડપી હવાઈસેવાનો ઈમરજન્સીના સમયે વૃદ્ધ-અશક્તો માટે તો ફાયદો થશે જ, સાથોસાથ ઉદ્યોગો, અને પ્રવાસનને પણ મોટો લાભ થશે. આ એરલાઈન્સનો તમામ વર્ગના લોકો લાભ લઈ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેકટર માટે એકસમાન રૂ. 1999 ટિકિટદર રાખવામાં આવ્યો છે. આમ, નવા વર્ષે સુરતને નવી ઉડ્ડયન સેવાનો સુરતવાસીઓને લાભ મળશે. Joy Ride

એર એમ્બ્યૂલન્સમાં પણ થશે ઉપયોગ Joy Ride

રાજ્યના ઐતિહાસિક શહેર અમદાવાદની સંસ્કૃતિથી લોકો પરીચિત થાય અને અમદાવાદના મહત્વના સ્થળો જોઈ શકે તે માટે સાબરમતિ હેલેપેડથી સમગ્ર અમદાવાદ દર્શન માટે હેલીકોપ્ટર જોય રાઈડ સેવાનો પણ કેબિનેટ નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે આજથી શુભારંભ કરાયો છે.  આ હેલિકોપ્ટરનો હવે ગુજરાતના પ્રવાસીઓ માટે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ તરીકે પણ ઉપયોગ કરી શકાશે અને સિનિયર સિટિઝન યાત્રીઓને યાત્રાધામોના દર્શન માટે ઉપયોગી સાબિત થશે.  તદ્દઉપરાંત આ હેલિકોપ્ટરનો ઉપયોગ વાઈબ્રન્ટ ગુજરાતમાં પણ મહાનુભાવો માટે ઉપયોગ કરી શકાશે.

સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર યોજાનાર સમારોહમાં પ્રસંગે કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજયમંત્રી દર્શનાબેન જરદોશ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ઉડ્ડયન રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશ પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદ મોરડીયા, મેયર હેમાલીબેન બોઘાવાલાની વિશેષ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચોઃ Corona Omicron Overall India Update દિલ્હીમાં સાત મહિના પછી સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે

આ પણ વાંચોઃ Corona and Omicron Cases Updation कोविड के रिकॉर्ड 16,764 नए केस, ओमिक्रॉन के 1270

 

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories