HomeGujaratજિંદગી ગાયેજા ટ્રસ્ટ દ્વારા SINGING સ્પર્ધા યોજાઇ-INDIA NEWS GUJARAT

જિંદગી ગાયેજા ટ્રસ્ટ દ્વારા SINGING સ્પર્ધા યોજાઇ-INDIA NEWS GUJARAT

Date:

Related stories

RaGa in America: અમેરિકામાં નિવેદન… વડાપ્રધાનનું અપમાન! – India News Gujarat

RaGa in America ઈન્ડિયા ન્યૂઝ, સાન ફ્રાન્સિસ્કો: RaGa in America:...

Opposition United: 9 વર્ષમાં વિપક્ષને શું શીખવા મળ્યું? – India News Gujarat

Opposition United ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Opposition United: દેશમાં વિપક્ષી...

તમામ વિજેતાઓને ટ્રોફી અને ઇનામ અપાયા-INDIA NEWS GUJARAT 

સંગીતની દૂનિયામાં અનેક આયામો સર કરવા તરફ આગળ વધી રહેલા સુરતના જિંદગી ગાયેજા ટ્રસ્ટ દ્વારા ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સુરતના ગાયકો ઓફ લાઇન જોડાયા હતા ઉપરાંત દેશભરના ગાયકો ઓન લાઇન પણ જોડાયા હતા અને તેમણે પણ વિવિધ ફિલ્મોના ગીતોનું ગાન કરીને સ્પર્ધાનો આનંદ માણ્યો હતો. આ સ્પર્ધામાં અલગ અલગ ગાયકો દ્વારા કરાઓકે ટ્રેક ઉપર હિન્દી ફિલ્મોના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. ખુબજ ઉત્સાહ પુર્વક ભાગ લેનારા સ્પર્ધકો પૈકી  વિજેતા જાહેર  થયેલા સ્પર્ધકોને ટ્રોફી સાથે સન્માન પત્ર પણ આપવામાં આવ્યા હતા. સ્પર્ધાનું આયોજન કરવાનો મુળભૂત હેતુ લોકોને સંગીત પ્રત્યે રૂચી વધે એ હતો.-INDIA NEWS GUJARAT

જિંદગી ગાયેજા ટ્રસ્ટનો હેતુ-INDIA NEWS GUJARAT 

સુરત શહેરના પાલ ભાઠા ખાતે આવેલા બ્લ્યુ ટ્રાયો સ્થિત યુફોની સ્કૂલ ઓફ આર્ટ એન્ડ મ્યુઝીકના સંચાલક ચંન્દ્રેશ રાઠોડે જણાવ્યું હતું કે, મોટા ભાગના લોકો ગીત ગાવાનો અથવા તો સંગીતમાં કોઇ વાદ્યને વગાડવાનો શોખ પુર્ણ કરી શકતા નથી. ખાસ કરીને પ્રવર્તમાન સમયમાં નોકરી ધંધાની દોડધામને કારણે લોકો પોતાના શોખ પુર્ણ કરી શકતા નથી. આવા સંજોગોમાં લોકો પોતાની રીતે જ મ્યુઝીકનો શોખ પુરો કરી શકે એવા હેતુ સાથે જિંદગી ગાયેજા ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. આ ટ્રસ્ટના માધ્યમથી લોકોને ગીત ગાતા કરવાનો મુળ હેતુ છે. આ ઉપરાંત તાજેતરમાં જ જિંદગી ગાયેજા ટ્રસ્ટ દ્વારા મહાત્મા ગાંધી જે ભજનો પ્રિય હતા તેનું પણ એક આલ્બમ તૈયાર કરવામાં આવ્યુ છે અને તેના મ્યુઝીક ટ્રેક પણ તૈયાર કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં મહત્તમ લોકો જિંદગી ગાયેજા ટ્રસ્ટ સાથે જોડાય અને આ તનાવ ભર્યા માહોલમાં સંગીતના સહારે માનસીક શાંતિ મેળવે એવો પ્રયાસ કરવામાં આવશે એવુ પણ ચંન્દ્રેશ રાઠોડે જણાવ્યું હતું.-INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી શકો છોઃ-કઠોરમાં BJPના MLA અને APPના મહિલા કોર્પોરેટર વચ્ચે તું તું મેં મેં

તમે આ પણ વાંચી શકો છોઃ-નવસારીના પોંસરી ગામે CHLORINE GAS ગેસ લિકેજથી ફાયરના જવાનો સહિત 150ને અસર

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories