HomeGujaratGyanvapi Dispute: હવે સમગ્ર સંકુલનો થશે સર્વે – India News Gujarat

Gyanvapi Dispute: હવે સમગ્ર સંકુલનો થશે સર્વે – India News Gujarat

Date:

Related stories

22 Faceless Services: નાગરિકો હવે 22 ફેસલેસ સેવાઓનો લાભ લે છે: ડેપ્યુટી કમિશનર – India News Gujarat

22 Faceless Services: ડેપ્યુટી કમિશનર વીરેન્દ્ર કુમાર દહિયાએ જણાવ્યું...

NITI Aayog/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વિકાસ વિઝનની પ્રભાવક પ્રસ્તુતિ કરી/India News Gujarat

નવી દિલ્હીમાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં નીતિ આયોગની આઠમી ગવર્નિંગ કાઉન્સિલ...

Gyanvapi Dispute

ઈન્ડિયા ન્યૂઝ, વારાણસી: Gyanvapi Dispute: વારાણસી કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના ASI સર્વેની અરજી મંજૂર કરી છે. હિંદુ પક્ષે કરેલી અરજી સ્વીકારીને કોર્ટે આગામી સુનાવણી 22મીએ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે મુસ્લિમ પક્ષને 19 મેના રોજ વાંધો રજૂ કરવા કહ્યું છે. આ રીતે, જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો પણ અયોધ્યાના રામ મંદિર વિવાદ કેસની તર્જ પર આગળ વધી રહ્યો છે. India News Gujarat

જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના ASI સર્વેની અરજી મંજૂર

Gyanvapi Dispute: અયોધ્યામાં પણ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના સર્વેના રિપોર્ટના આધારે કોર્ટે રામ મંદિરના અસ્તિત્વને લઈને પોતાનો ચુકાદો આપ્યો હતો. જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં બનેલા વજુખાનામાં શિવલિંગ જેવી આકૃતિ મળી હોવાના દાવા બાદ સમગ્ર વિવાદે રસપ્રદ વળાંક લીધો હતો. તે પણ એક યોગાનુયોગ છે કે બરાબર એક વર્ષ પહેલા 16 મે 2022ના રોજ જ્ઞાનવાપી કેમ્પસના એડવોકેટ કમિશનરના સર્વે દરમિયાન જ્ઞાનવાપી કેમ્પસમાં કથિત શિવલિંગ મળી આવ્યું હતું. હવે એક વર્ષ બાદ તેના આધારે કેમ્પસના ASI સર્વેની અરજી મંજૂર કરવામાં આવી છે. India News Gujarat

હિન્દુ પક્ષોનો દાવો

Gyanvapi Dispute: હિન્દુ પક્ષોનું કહેવું છે કે વજુ ખાનામાં સ્થિત આ શિવલિંગની નીચે અસલી આદિ વિશ્વનાથનું શિવલિંગ બિરાજમાન છે. તેમનો દાવો છે કે જો સમગ્ર સંકુલનો સર્વે કરવામાં આવે તો આવા ઘણા પુરાવાઓ મળી શકે છે જે સાબિત કરે છે કે અહીં મંદિર હતું. India News Gujarat

Gyanvapi Dispute

આ પણ વાંચોઃ Central Vista Update: ક્યારે થશે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન? – India News Gujarat

આ પણ વાંચોઃ Gujarat Politics: કર્ણાટકમાં કોંગ્રેસની જીતથી ગુજરાત ભાજપ એલર્ટ – India News Gujarat

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories