HomeGujaratGujarat Budgetમાં તાપી રિવરફ્રન્ટ માટે રૂ.1991 કરોડ-India News Gujarat

Gujarat Budgetમાં તાપી રિવરફ્રન્ટ માટે રૂ.1991 કરોડ-India News Gujarat

Date:

Related stories

BJP Jansampark Abhiyaan: 30 દિવસ સુધી જનતા સાથે ચર્ચા કરવામાં આવશે – India News Gujarat

BJP Jansampark Abhiyaan ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: BJP Jansampark Abhiyaan:...

Weather Update: દિલ્હી-NCRમાં 40 KMની ઝડપે પવન ફૂંકાશે – India News Gujarat

Weather Update ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Weather Update: છેલ્લા કેટલાંક...

Gujarat Budgetમાં તાપી રિવરફ્રન્ટ-India News Gujarat

આજે રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2022-23ના નાણાકિય વર્ષના Gujarat Budgetમાં સુરત શહેર માટે મહત્વની જોગવાઇઓ કરવામાં આવી છે. આ વર્ષે Gujarat Budgetમાં સુરત શહેરને તાપી રિવરફ્રન્ટ માટે રૂપિયા 1991 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેના કારણ સુરત શહેરના ઘરેણા સમાન તાપી નદીના કિનારાને વધારે સુંદર અને સુ વ્યવસ્થિત બનાવી શકાશે.  તાપીના કિનારાને પ્રવાસન સ્થળ જેટલો નયનરમ્ય બનાવવા માટે Gujarat Budgetમાં આ જોગવાઇઓ કરવામાં આવી છે. સુરતીઓ માટે Gujarat Budgetમાં આ રાજ્ય સરકારની મોટી ભેટ છે.-India News Gujarat

Gujarat Budgetમાં બે સરકારી કોલેજ ફાળવવામાં આવી-India News Gujarat

સુરત શહેરના લિંબાયત અને વરાછા વિસ્તારમાં મોટા ભાગે શ્રમજીવી પરિવારો રહે છે અને તેમના પરિવારના સંતાનોને કોલેજમાં અભ્યાસ કરવા માટે દૂર સુધી જવું પડે છે. પરંતુ આ વખતે Gujarat Budgetમાં વરાછા અને લિંબાયત વિસ્તારમાં બે સરકારી કોલેજો ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. Gujarat Budgetમાં કરવામાં આવેલી આ જોગવાઇને કારણે હજારો વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણનો લાભ પોતાના વિસ્તારમાં મળશે. રાજ્ય સરકાર દ્વારા Gujarat Budgetમાં કરવામાં આવેલી આ જોગવાઇને લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે આવકારી હતી. તેમજ જણાવ્યું હતું કે, આ બન્ને વિસ્તારમાં કોલેજના નવા બિલ્ડીંગ તૈયાર કરવામાં આવશે પરંતુ જ્યાં સુધી નવા બિલ્ડીંગો બનશે ત્યાં સુધી આ વિસ્તારની સરકારી શાળાઓમાં આ વર્ષથી જ કોલેજો ચાલુ કરી દેવામાં આવશે. Gujarat Budgetમાં આ સૌથી મહત્વની જોગવાઇ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.-India News Gujarat

Civil hospital ખાતે રૂ.23 કરોડના ખર્ચે  નવી OPD-India News Gujarat

Gujarat Budgetમાં સુરતના આરોગ્યને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે. ખાસ કરીને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે રૂપિયા 23 કરોડના ખર્ચે નવી ઓપીડી બનાવવા માટેની જોગવાઇ Gujarat Budgetમાં કરવામાં આવી છે. જેના કારણે સુરત શહેરના લોકોને આગામી દિવસોમાં આરોગ્યને લગતી વધારે સારી સુવિધા મળી રહેશે. આ વખતના Gujarat Budgetમાં સુરત શહેર ઉપર રાજ્યની ભાજપ સરકારે વધારે ધ્યાન આપ્યુ હોય એવુ લાગી રહ્યુ છે.-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ- સુરત BRTS બસ સેવામાં પેસેન્જરની સાથે માલસામાનનું પણ પરિવહન શરૂ કરશે કોર્પોરેશન

આપ આ પણ વાંચી શકો છોઃ-Russia Ukraine War: Ukraineથી પરત આવેલા વિધાર્થોઓંની આપવીતી

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories