HomeGujaratફેનિલ GRISHMAની હત્યા કરવા કોલેજ દોડી ગયો હતો-INDIA NEWS GUJARAT

ફેનિલ GRISHMAની હત્યા કરવા કોલેજ દોડી ગયો હતો-INDIA NEWS GUJARAT

Date:

Related stories

ગ્રીષ્માની માસી તેને લઇ જતા બચી ગઇ હતી-INDIA NEWS GUJARAT

સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનારા GRISHMA હત્યા કેસમાં ફેનિલની તપાસમાં પોલીસને ચોંકાવનારી વિગતો હાથ લાગી છે. ફેનિલ ગોયાણી GRISHMAને અમરોલી કોલેજના કેમ્પસમાં જ મારી નાંખવાનો હતો. 12મી ફેબ્રુઆરીના રોજ ફેનિલ ગોયાણી અમરોલી કોલેજ પર છરો લઇને પહોંચી ગયો હતો તેમજ GRISHMAની એક ફ્રેન્ડને તેણે એવું કહ્યું હતું કે, GRISHMAને બોલાવ મારે તેને મળવું છે. જો કે, આ સમયે GRISHMA ક્લાસમાં ભણતી હતી એટલે તેની ફ્રેન્ડે કહ્યું હતું કે, તે ક્લાસમાં છે બહાર આવશે ત્યારે મળશે. આ અંગે GRISHMAને ખ્યાલ આવતા તેણે પોતાની માસીને ફોન કરીને કોલેજ પર બોલાવ્યા હતા. તેના માસી આવી ને GRISHMAને લઇ જતા આ દિવસે તો GRISHMA બચી ગઇ હતી.-INDIA NEWS GUJARAT

GRISHMAને મારીને મરી જવાનો પ્લાન હતો-INDIA NEWS GUJARAT

આરોપી ફેનિલના મગજ ઉપર કાળ સવાર થયો હતો અને તેણે GRISHMAનું ઢીમ ઢાળવાનું મન બનાવી લીધું હતું. જ્યારે GRISHMAના પરિવાર દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો ખાસ કરીને તેના ઘરે જઇ અને માર પીટ કરવામાં આવી પછી તે ઉશ્કેરાયો હતો. ફેનિલને મનમાં એવો ડર પણ પેસી ગયો હતો કે, આ લોકો તેને ગમે ત્યારે ગમે તે રીતે મારી નાંખશે. કદાચ એટલે જ તેણે મન બનાવી લીધું હતું કે, તે કોઇ પણ સંજોગોમાં GRISHMAની હત્યા કરી નાંખશે અને પછી જે પરિણામ આવવું હોય એ આવે પોતે પણ આત્મહત્યા કરી અને જીવન ટુંકાવી લેશે. માથા પર કાળ સવાર થયો હોય એ રીતે જ ફેનિલ છેલ્લા કેટલાક દિવસોથી GRISHMAને જાનથી મારી નાંખવાના ઇરાદા સાથે ફરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે.-INDIA NEWS GUJARAT

ફેનિલના મિત્ર દ્વારા તેને શાંતિ રાખવા સમજાવાયો હતો-INDIA NEWS GUJARAT

ફેનિલની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી ત્યાર બાદ પોલીસને ફેનિલની એક ઓડીયો ક્લિપ પોલીસને હાથ લાગી છે. આ ક્લિપમાં ફેનિલને તેનો મિત્ર શાંત રાખવા માટે સતત સમજાવે છે તેમજ બે દિવસ સુધી શાંતિ રાખ સોમવારે બધુ બરાબર થઇ જશે. હું તારા પપ્પા સાથે વાત કરી લઇશ. તું હાલમાં ક્યાં છે એ કહે,,,વિગેરે વાર્તાલાપ પણ થાય છે.-INDIA NEWS GUJARAT

આપ આ પણ વાંચી શકો છોઃ-SURAT હિબકે ચડ્યું, માસુમ GRISHMA ની અંતિમયાત્રા નીકળી – INDIA NEWS GUJARAT

આપ આ પણ વાંચી શકો છોઃ-સુરત થયું બદસુરત! – India News Gujarat

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories