HomeGujaratગ્રીષ્મા Murder કેસમાં ફેનિલન સામે સેશન્સ કોર્ટમાં તહોમત નામું મુકાયું-India News Gujarat

ગ્રીષ્મા Murder કેસમાં ફેનિલન સામે સેશન્સ કોર્ટમાં તહોમત નામું મુકાયું-India News Gujarat

Date:

Related stories

Weather Update: દિલ્હી-NCRમાં 40 KMની ઝડપે પવન ફૂંકાશે – India News Gujarat

Weather Update ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Weather Update: છેલ્લા કેટલાંક...

Dhoni’s Decision: 5 કારણોસર ચેન્નાઈએ પાંચમી વખત IPLનો ખિતાબ જીત્યો – India News Gujarat

Dhoni’s Decision ઈન્ડિયા ન્યૂઝ, અમદાવાદ: Dhoni’s Decision: CSK એ અમદાવાદના...

ચુસ્ત જાપ્તા વચ્ચે ફેનિલને સેશન્સ કોર્ટમાં લવાયો-India News Gujarat

 

સુરત સહિત સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવનારા Grishma murder કેસમાં આજે આરોપી ફેનિલ ગોયાણીને સુરત સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં  કોર્ટ સમક્ષ આરોપી ફેનિલ સામે તહોમત નામું રજૂ કરવામાં આવ્યું હતું. કોર્ટ દ્વારા આ કેસને હવે પછી ડે ટુ ડે ચલાવવામાં આવશે એવુ જણાવવામાં આવ્યુ છે. જ્યારે ફેનિલને લાજપોર સબજેલમાંથી સુરત જિલ્લા ન્યાયાલય ખાતે લાવવામાં આવ્યો ત્યારે સમગ્ર કોર્ટ કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું. સમગ્ર કેમ્પસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.-Latest News

કોર્ટે કહ્યું, સોમવારથી ડે ટુ ડે કેસ ચાલશેLatest News

ચકચારી Grishma  murder કેસ હવે સુરત સેશન્સ કોર્ટમાં કમીટ કરવામાં આવ્યો છે અને ગત રોજ વિડીયો કોન્ફરન્સ દ્વારા આરોપી ફેનિલ ગોયાણીને લાજપોર જેલ ખાતેથી કોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યાર બાદ આજે લાજપોર જેલમાંથી ફેનિલ ગોયાણીને સુરત જિલ્લા ન્યાયાલય ખાતે લાવવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા આ કેસ અંગે એવુ જણાવવામાં આવ્યું હતું કે, grishma murder કેસની ટ્રાયલ હવે પછી ડે ટુ ડે ચાલશે. તેમજ સમગ્ર કેસની ટ્રાયલ ઝડપથી ચલાવવામાં આવશે.-Latest News

સોમવારે મેડીકલ પૂરાવાઓ રજૂ કરાશે-Latest News 

સોમવારના રોજ સુરત સેશન્સ કોર્ટ સમક્ષ Grishma murder કેસમાં મેડીકલ પુરાવાઓ રજૂ કરવામાં આવશે. ખાસ કરીને grishmaનું પોસ્ટ મોર્ટમ કરનારા ડોક્ટરો સહિત જે ઇજાગ્રસ્તો છે તેમની પણ જુબાની લેવામાં આવશે. સમગ્ર કેસની ન્યાયીક પ્રક્રિયા ઝડપથી હાથ ધરવામાં આવશે એવુ અગાઉ થી જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યુ છે. તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પણ આ કેસમાં પરિવારને ઝડપથી ન્યાય મળશે એવી ખાતરી આપવામાં આવી છે. હાલમાં આ કેસને લઇને સમગ્ર સુરત શહેરના લોકોમાં રોષ છે તેમજ જે પ્રકારે grishma  વેકરીયા નામની યુવતીની ઘાતકી murder કરવામાં આવ્યુ છે તેની સામે સમગ્ર રાજ્યમાં તિવ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. દીકરીઓની સલામતીને લઇને પણ અનેક સવાલો ઉભા થયા છે.-Latest News

ફેનિલના ચહેરા પર જરા પણ પસ્તાવાનો ભાવ ન જોવા મળ્યો-Latest News

Grishmaની હત્યા બાદ લાજપોર જેલના હવાલે કરાયેલા આરોપી ફેનિલ ગોયાણીને આજે કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે તેના ચહેરા પર જરા પણ કોઇ પસ્તાવાનો ભાવ જોવા મળતો ન હતો. એક રીઢો આરોપી હોય એ પ્રકારનું તેનું વર્તન જોવા મળતું હતું. ખાસ કરીને જ્યારે તેને પોલીસ દ્વારા કોર્ટ કેમ્પસમાં મોબાઇલમાંથી ઉતારવામાં આવ્યો ત્યારે તે બિન્દાસ્ત ચાલતો જોવા મળ્યો હતો. લોકોમાં ફેનિલની આ વર્તણુંકને લઇને પણ રોષ જોવા મળ્યો હતો.-Latest News

આપ આ પણ વાંચી શકો છોઃ-આઈફોન-11ચોરીની આશંકાથી Murdar

આપ આ પણ વાંચી શકો છોઃ-મેલી વિદ્યાના નામે ચોરી કરતી Kinner gang

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories