HomeGujaratGlobal Textile Trade Fair 9થી 11 જૂન સુધી એટલાન્ટામાં યોજાશે- India News...

Global Textile Trade Fair 9થી 11 જૂન સુધી એટલાન્ટામાં યોજાશે- India News Gujarat

Date:

Related stories

Global Textile Trade Fair 9થી 11 જૂન સુધી એટલાન્ટામાં યોજાશે – India News Gujarat

 Global Textile Trade Fairનું ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા અમેરિકાના એટલાન્ટા શહેરમાં GAS SOUTH CONVENTION CENTER ખાતે આગામી તા. 9, 10 અને 11૧૧ જૂન 2022 ના રોજ કરવામાં આવ્યું છે. Global Textile Trade Fairમાં ટેકસટાઇલ ઉદ્યોગકારો દ્વારા પોતપોતાની ફેશનેબલ પ્રોડકટ પ્રદર્શિત કરવામાં આવશે. ચેમ્બર દ્વારા યોજાનારા Global Textile Trade Fair એકઝીબીશનને ભારત સરકારના ટેકસટાઇલ મંત્રાલયનો લોગો સપોર્ટ તથા દેશના કેન્દ્રીય ટેકસટાઇલ મંત્રી પીયુષ ગોયલ અને કેન્દ્રીય ટેકસટાઇલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો છે. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના કેન્દ્રીય ટેકસટાઇલ મંત્રી પીયુષ ગોયલ દ્વારા આગામી ત્રણ વર્ષ દરમ્યાન ભારતથી થતી ટેકસટાઇલ નિકાસને ૧૦૦ બિલિયન ડોલર સુધી પહોંચાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતથી થતી કુલ નિકાસ ૧૦૦૦ બિલિયન ડોલર કરવાની હાંકલ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ભારતથી થતી ટેકસટાઇલ નિકાસને વધારવા માટે ચેમ્બર દ્વારા યુ.એસ.એ. ખાતે Global Textile Trade Fair એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. Global Textile Trade Fairમાં સુરતના પ૯ ટેકસટાઇલ ઉદ્યોગકારો દ્વારા ૬૦૦ સ્કવેર મીટર વિસ્તારમાં પોતપોતાના સ્ટોલ લગાવવામાં આવશે. જ્યારે અન્ય રાજ્યોમાંથી ર૦ થી રર ટેકસટાઇલ ઉદ્યોગકારોએ પણ Global Textile Trade Fair  ભાગ લીધો છે. Global Textile Trade Fairમાં  તેમના દ્વારા હોમ ટેક્સટાઇલ,  ટેકસટાઇલ, પોલિએસ્ટર, વિસ્કોસ, કોટન, બ્લેન્ડેડ ફેબ્રિકસ, મહિલાઓ માટે ઇન્ડિયન એથનીક વેર, કુર્તી–કુર્તા, મેડીકલ ટેકસટાઇલ, એપરલ એન્ડ ગારમેન્ટ, હેન્ડીક્રાફટ એન્ડ હેન્ડલૂમ અને ખાદીનું પ્રદર્શન કરવામાં આવશે. યુ.એસ.એ.ના ટેકસટાઇલ ઇમ્પોર્ટર્સ, હોલસેલર્સ, રીટેલર્સ, એપેરલ બ્રાન્ડ્‌સ, ફેશન ડિઝાઇનર્સ તથા હોટેલિયર્સ વિગેરે વિઝીટર્સ Global Textile Trade Fairએકઝીબીશનની મુલાકાત લેશે.Global Textile Trade Fair

Global Textile Trade Fairમાં શું શું પ્રદર્શીત કરાશે – India News Gujarat

Global Textile Trade Fair એકઝીબીશનના ચેરમેન અમિષ શાહે જણાવ્યું હતું કે, Global Textile Trade Fairમાં  હોમ ટેકસટાઇલમાં ટોવેલ્સ, બાથ રોબ્સ એન્ડ બાથ રબ્સ, હોમ ફર્નીશિંગ, ટેબલ કલોથ એન્ડ કીચન કલોથ,  કર્ટન્સ એન્ડ બાથ કર્ટન્સ અને બેડીંગ્સ એન્ડ કારપેટ્‌સનું પ્રદર્શન કરવામાં આવશે.  એથનીક વેરમાં સાડી, લહેંગા, ડ્રેસ, સુટ્‌સ એન્ડ કુર્તીઝ તથા શેરવાની એન્ડ કુર્તાનું પ્રદર્શન કરવામાં આવશે. એપેરલ એન્ડ ગારમેન્ટમાં મેન્સ વેર, વિમેન્સ વેર, કીડ્‌ઝ વેર અને સ્પેશિયલ સમર એડીશન કલોથનું પ્રદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત ફાયબર, ફેબ્રિકસ, યાર્ન અને જિન્સનું પણ મોટા પાયે પ્રદર્શન કરવામાં આવશે. Global Textile Trade Fair એકઝીબીશનના કો–ચેરમેન હર્ષલ ભગતે જણાવ્યું હતું કે, તા. ૧૬ જૂન, ર૦રર ના રોજ ન્યુ જર્સી ખાતે બીટુબી અને બીટુસી તથા તા. ૧૯ જૂન, ર૦રર ના રોજ કેલીફોર્નિયા ખાતે બીટુસી ટેબલ ટોપ બાયર – સેલર મીટ યોજાશે. જેમાં વિશ્વભરના ખરીદદારો – વેચાણકારો તથા ઉત્પાદકો એક મંચ ઉપર આવશે. સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારોને આ મીટમાં કાપડના વૈશ્વિક ખરીદદારો મળી રહેશે.Global Textile Trade Fair

Global Textile Trade Fairને સફળ બનાવવા ભારે કવાયત હાથ ધરવામાં આવી હતી – India News Gujarat

Global Textile Trade Fair એકઝીબીશનને સફળ બનાવવા માટે એકઝીબીશનના ચેરમેન અમિષ શાહ અને કો–ચેરમેન હર્ષલ ભગતે ગત મહિને યુ.એસ.એ. ખાતે એટલાન્ટા સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા તથા અમેરિકાના વિવિધ એસોસીએશનો અને સંસ્થાઓ સાથે વન ટુ વન મિટીંગો કરી હતી. જેમાં તમામનો ચેમ્બરને સહકાર પ્રાપ્ત થયો હતો. Global Textile Trade Fair એકઝીબીશનમાં ડેલીગેશનની વિઝીટ માટે યુ.એસ.એ.ના તમામ ટેકસટાઇલ એસોસીએશનોને કોન્સ્યુલેટ ઓફિસના સહકારથી સાંકળવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમેરિકામાં બાલ્ટીમોર ખાતે એશિયન અમેરિકન હોટલ ઓનર એસોસીએશન સાથે સંકળાયેલા તમામ હોટલના માલિકો તથા એજન્ટોનો પણ સહકાર મળ્યો હતો. ચેમ્બરના Global Textile Trade Fair એકઝીબીશનને સફળ બનાવવા માટે અમેરિકાના સૌથી મોટા યુએસ ચેમ્બર ઓફ કોમર્સનો પણ સહકાર મળ્યો છે.Global Textile Trade Fair

આપ આ પણ વાંચી શકો છોઃ-જાણો સ્ટોક માર્કેટના બેતાજ બાદશાહ કહેવાતા Harshad Mehtaનો પરિવાર આજે શું કરે છે?

આપ આ પણ વાંચી શકો છોઃ-Surat Diamond Bourse માં દરેક ફ્લોર પર વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવ્યા

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories