કોણ છે સુરતનો Lovely જેની સાથે ઉજવાય છે ફાગોત્સવ -India News Gujarat
સુરતમાં હોળીના તહેવાર અને સુરતમાં Lovely ન હોય એવું ક્યારેય ન બને.લવલી આ કોઈ છોકરી નથી. પરન્તુ છોકરો જ છે.જે હોળીના તહેવાર દરમિયાન સુરતમાં વસતા રાજસ્થાની લોકો દ્વારા ઉજવાતા ફાગોત્સવમાં છોકરી બનીને નાચે છે. Lovelyને Lovely નામ પણ સુરતમાં જ સુરતના લોકો દ્વારા જ મળ્યું છે.Lovely દરવર્ષે પોતાના ગામ રાજસ્થાન ના પાલી ખાતે આવેલ એક નાનકડા ગામ માંથી આવી ને રાજસ્થાની લોકો સાથે હોળી ની ઉજવણી કરે છે.
સુરતે જ આપ્યું Lovely નામ -India News Gujarat
સુરતનો ફાગોત્સવ Lovely વગર અધૂરો છે. અને પહેલી નજરમાં કોઈ પણ વ્યક્તિ લવલીને જોઈને કહી ન શકે કે આ છોકરો છે કે છોકરી. વિક્રમની Lovely બનવા સુધીની સફર પણ એક ફિલ્મી સ્ટોરી જેવી જ છે.એક છોકરી તરીકેના પહેરવેશમાં તેણે ઘણા એવા લોકોનો સામનો પણ કર્યો છે, જેઓ વિક્રમને ખરેખર છોકરી સમજીને તેની પાછળ પડ્યા હતાં.આટલી બધી મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ 14 વર્ષની મુશ્કેલીઓ બાદ વિક્રમને Lovelyનું બિરુદ મેળવી શક્યો છે.શરૂઆત દિવસોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પણ છેલ્લા 18 વર્ષથી સુરત આવું છું અને સુરતે મને Lovely નામ આપ્યું છે. –LATEST NEWS
મોટાભાગનાના લોકો એ નથી સમજી શકતા હું છોકરી છું કે છોકરો -India News Gujarat
લવલીએ જણાવ્યું કે એકવાર એવો બનાવ બન્યો હતો કે મારે મારા ગ્રુપ સાથે પ્રોગ્રામ છોડીને ભાગવું પડ્યું હતું. છોકરી બનીને જયારે પણ કોઈ પ્રોગ્રામમાં જાઉં છું ત્યારે મોટાભાગનાના લોકો એ નથી સમજી શકતા હું છોકરી છું કે છોકરો.એક દિવસ મારે મારા ગ્રુપ જોડે પ્રોગ્રામમાં જવાનું હતું. ત્યારે હોટેલ પરથી અમારી પાછળ બે ત્રણ છોકરાઓ છોકરી સમજીને પાછળ પડ્યા હતાં. અમારા પ્રોગ્રામના સ્થળ સુધી અમારી પાછળ આવ્યા હતાં અને છેડતી કરવાની કોશિશ કરી હતી. તેથી અમારે પ્રોગ્રામ છોડીને ભાગવું પડ્યું હતું. વિક્રમથી Lovely બનવામાં મને અઢી કલાક લાગે છે.
–LATEST NEWS
તમે આ વાંચી શકો છો: Corona Update Surat-24 કલાકમાં માત્ર 3 કેસ નોંધાયા,9 દિવસમાં એક પણ દર્દીનું મોત નહીં
તમે આ વાંચી શકો છો: WATCH THIS VIDEO BOB ATMમાંથી રૂ.50 હજાર ચોરાયા