સુરતમાં DGVCLના જુનિયર ઇજનેરે પત્નીને છૂટાછેડા આપીને લગ્ન કરવાની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચરી તરછોડી -India News Gujarat
DGVCL ના એન્જીનીયરએ પોતાના સબંધીની 26 વર્ષીય યુવતીને પ્રેમ જાળમાં ફસાવી બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યાર બાદ યુવતીને તરછોડી દેતા યુવતી પોલીસ શરણે પોહચી હતી -Latest news
ગરબા ક્લાસીસમાં થઇ હતી મુલાકાત
સુરતમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં DGVCLના જુ.ઇજનેર પ્રિતેશ પ્રજાપતિ વિરૂદ્ધ 26 વર્ષીય યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પત્નીને છૂટાછેડાં આપી લગ્ન કરવાનું કહી સાત મહિના સુધી કડોદરા, ભાવનગર અને સુરતના પૂણા વિસ્તારમાં રાખ્યા બાદ વેડ પોલીસ ચોકી સામે જ ઉતારી ફરાર થઇ ગયો હતો.
કતારગામ વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતી 2019માં ગરબા ક્લાસીસ શીખવા જતી હતી. ત્યારે કતારગામ મહાવીર નગર સોસાયટીમાં રહેતા અને DGVCLના જુ.ઇજનેર પ્રિતેશ પ્રજાપતિના સંપર્કમાં આવી હતી . આ DGVCLના જુ.ઇજનેરની પુત્રી પણ અહીં ગરબા શીખવા આવતી હોઇ તેને લેવા મૂકવા આવતાં પ્રિતેશ સાથે વાતચીત થતી હતી અને પરિચય વધ્યો હતો . જેમાં પ્રિતેશ આ યુવતીના પિતાનો સંબંધમાં ભાણેજ જમાઇ થતો હોવાનું અને તેની પત્ની આ યુવતીની સંબંધમાં બહેન થતી હોઇ પરિચય વધુ ગાઢ બન્યો હતો.
DGVCLના ઇજનેરે ઇન્સ્ટા . ઉપર મેસેજ કરી લગ્નની ઓફર કરી હતી
એક વખત પ્રિતેશે ઇન્સ્ટા . ઉપર મેસેજ કરી લગ્નની ઓફર કરી હતી અને પોતાની પત્નીને છૂટાંછેડાં આપી દેવાનું કહી ફોસલાવી હતી. યુવતીના ઘરે આવી બળજબરી શારિરીક સંબંધ બાંધનાર પ્રિતેશ લગ્નનું કહી 12 જૂને દીલ્હીગેટથી એક વકીલને ત્યાં લઇ ગયો હતો. અહીં કેટલાંક કાગળીયા ઉપર સહી કરાવ્યા બાદ કડોદરામાં તેના ડ્રાઇવરને ત્યાં લઇ ગયો હતો. અહીં કેટલાંક દિવસ સાથે રહ્યા બાદ ભાવનગર લઇ ગયો હતો.
પ્રિતેશ પ્રિયાના પિતાનો દૂરના સગામાં જમાઈ થાય છે. તેથી ઓળખતા હતા. ક્લાસિસમાં રોજ આવતા વધુ નજીક આવ્યા હતા.1 માસ વાત કર્યા બાદ પ્રિતેશે મેસેજ કર્યો કે, પત્ની રચનાને ડિવોર્સ આપી તારી સાથે લગ્ન કરવા છે. પ્રિયા પણ લગ્ન માટે તૈયાર થઈ હતી.બાદમાં પ્રિયાના ઘરે, કડોદરા, રેલવે સ્ટેશન, યોગી ચોક ભાવનગર-મહુવામાં લઈ જઈ હોટલમાં શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં પત્નીને ડિવોર્સ આપવા ઈન્કાર કરી પ્રિયાને માર માર્યો હતો. જેથી યુવતી એ રેપની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે DGVCLના જુનિયર એન્જીનિયર પ્રિતેશ મહેન્દ્ર પ્રજાપતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.