HomeGujaratDGVCL લાંચ કેસમાં એકના જામીન મંજૂર-India News Gujarat

DGVCL લાંચ કેસમાં એકના જામીન મંજૂર-India News Gujarat

Date:

Related stories

RaGa in America: અમેરિકામાં નિવેદન… વડાપ્રધાનનું અપમાન! – India News Gujarat

RaGa in America ઈન્ડિયા ન્યૂઝ, સાન ફ્રાન્સિસ્કો: RaGa in America:...

Opposition United: 9 વર્ષમાં વિપક્ષને શું શીખવા મળ્યું? – India News Gujarat

Opposition United ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Opposition United: દેશમાં વિપક્ષી...

Court દ્વારા આરોપીને શરતોને આધિન જામીન અપાયા-India News Gujarat 

વરાછા ખાતે ડાયરેક્ટ છેડા નાંખી વીજ ચોરી કરતા પકડાયા બાદ સમાધાન પેટે DGVCLના અધિકારી કર્મચારી વતી રૂપિયા 35000ની લાંચ લેવાના પ્રકરણમાં અત્રેની સેશન્સ કોર્ટે વિજય પરમારના રૂપિયા પચ્ચીસ હજારના શરતો ને આધિન જામીન મંજૂર કર્યા છે. આરોપી કોર્ટની પૂર્વે પરવાનગી વિના ગુજરાત રાજ્યની હદ છોડી શકશે નહીં તથા આગામી છ માસ સુધી દર મહિનાની પહેલી અને સોળમી તારીખે પોલીસ મથકમાં હાજર કરવા કોર્ટે આદેશ કર્યો હતો. જો આરોપી દ્વારા કોર્ટની શરતોનો ભંગ કરવામાં આવશે તો તેના જામીન રદ પણ થઇ શકે છે. આ પ્રકરણમાં હાલમાં ACB દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.-India News Gujarat

શું હતો DGVCL લાંચ કેસ-India News Gujarat 

વિગતો અનુસાર, ગત તા.25.2.2022ના રોજ સુરત ACB પોલીસમાં DGVCLના બે કર્મચારીઓ સામે લાંચ માંગવાની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં પોલીસે છટકું ગોઠવી DGVCLના બે કર્મચારીઓ સહિત વિજયભાઈ ભીખાભાઈ પરમાર (રહે. યોગીચોક, વરાછા, સુરત.) ની ધરપકડ કરી હતી. જેમાં આરોપી વિજયભાઈ તરફે એડવોકેટ અશ્વિન જે જોગડિયાએ કોર્ટમાં જામીન અરજી કરી રજૂઆત કરી હતી કે, આરોપી ફરિયાદીને ઓળખતા નથી કે ફરિયાદી પાસે કોઈ લાંચની રકમ માંગી નથી. આરોપી ઉપર માત્ર લાંચની રકમ સ્વીકારવાનો આક્ષેપ છે. ખરી હકીકતમાં આ જે પૈસા આરોપીએ લીધા તે લાંચની રકમ હતી કે કેમ? તે પણ તેમને ખબર ન હતી તથા આરોપી સરકારી કર્મચારી નથી. બંને પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે આરોપી વિજયભાઈના શરતોને આધીન જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે આરોપીએ પૂર્વે પરવાનગી વિના ગુજરાત રાજ્યની હદ ન છોડવી, પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવો તથા આગામી ૬ માસ સુધી દર મહિનાની પહેલી અને સોળમી તારીખે પોલીસ મથકમાં હાજરી પુરાવવા સહિતની શરતો સાથે આરોપીને જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.-India News Gujarat

DGVCLના કર્મચારીઓની મિલકત સબંધી તપાસ ACB દ્વારા થાય તે આવશ્યક-India News Gujarat 

DGVCLના એક એન્જીનિયર અને અન્ય એક કર્મચારી લાંચ લેતા ઝડપાયા હતા. આ કેસમાં લાંચની રકમ રૂપિયા 35 હજાર જેટલી હતી. તેમજ તેમાં સંડોવાયેલા બન્ને કર્મચારીઓ પણ ખુબ સારો પગાર મેળવનારા હતા. આવા સંજોગોમાં હવે ACB દ્વારા જે આરોપીઓ ઝડપાયા છે તેમની આવક અને મિલકત સબંધી તપાસ તાય તે આવશ્યક હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-NPS Tax -હેઠળ રૂ 2 લાખથી વધુની કર કપાતનો લાભ

આપ આ પણ વાંચી શકો છોઃ-Tapti Ganga Express : હોળી પહેલા સુરત Tapti Ganga ટ્રેન રદ

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories