HomeGujaratસરકાર,સો દિવસ અને એક વાત - 100 Days

સરકાર,સો દિવસ અને એક વાત – 100 Days

Date:

Related stories

 

સરકાર,સો દિવસ અને એક વાત – 100 Days

100 Days- સમય ક્યારે કોઈનો થયો નથી અને ક્યારે કોઈનો થવાનો નથી તે વાત હાલના સમયમાં જો કોઈ સૌથી વધુ સમજી શકે તેવું હોય તો તે રાજકારણીઓ છે. તેનું તાજુ ઉદાહરણ ગુજરાત સરકાર છે. ભુપેન્દ્ર પટેલ અને તેમની સરકારે 100 દિવસ આજે પુર્ણ કરી દિધા છે ત્યારે જનતા પણ પોતાની રીતે પોતાનો આક્રોશ ઠારી નવા મંત્રીઓનો સ્વીકાર કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. 100 Days

રાતોરાત બઘું બદલાઈ ગયું

અચાનક જ એક દિવસે એલાન થઈ જાય છે કે ગુજરાતનું મંત્રીમંડળ આખેઆખું બદલાઈ રહ્યું છે. અધુરામાં પુરુ ભુતપુર્વ સંવેદનશીલ કહેવાતા મુખ્યમંત્રી એટલે કે આપણા સૌના લાડીલા વિજયરૂપાણી પણ તેમનો કાર્યકાળ સમાપ્ત કરી ચુક્યા છે. તે સમયે કોઈપણ રાજકીય વિદ્રાન, વરિષ્ઠ પત્રકાર કે પંડિત તે વાતનો અંદાજો નથી લગાવી શકતા કે ભુપેન્દ્ર પટેલના માથે તાજ પહેરાવવામાં આવશે. અચાનક જ પાટીદારોનું વંટોળ જે છેલ્લા 5 વર્ષથી સરકાર માટે માથાના દુખાવા સમાન છે તે શાંત થઈ જાય છે. અને આશાની એક નવી કિરણ ઉગતી દેખાય છે.

કોણ વધારે સારું ?

અગાઉની વિજય રુપાણી સરકારની તુલનામાં આ સરકારની કામગીરી, ઈમેજ અને આગામી સફરની તુલના સામાન્ય જનતા કરે તે સ્વાભાવિક છે અને તેમાં કઈ ખોટું પણ નથી. પરંતુ સૌથી અગત્યની વાત તો એ છે કે કોરોનાના બીજા વેવમાં જોવા મળેલ આક્રોશ અને છેલ્લા બે વર્ષમાં જોવા મળેલ લોકોના અસંતોષને આ નવું મંત્રીમંડળ શાંત કરી શકશે તે તો આવનારો સમય જ બતાવશે.

2022 નજીક, સમય ઓછો

2022 નજીક આવી રહી છે તેવામાં સૌથી મોટો યક્ષ સવાલ એ જ છે કે શું આ જ મંત્રીમંડળની આગેવાનીમાં ભાજપ 2022 લડશે? જો હા તો હવે ભુપેન્દ્ર પટેલની સરકાર પાસે વધુ સમય નથી. તેવામાં હવે જોવું એ રહેશે કે ક્યારે અને કેવી રીતે આ સરકાર લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ થાય છે. કારણકે છેલ્લા બે દાયકાની એન્ટીઈન્કમબન્સી અને ભુતકાળના તીખા બનાવો તથા ઓછા અનુભવના આધારે સરકારે ઘણું બધુ સાબિત કરવાનું છે.

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories