HomeGujaratવાતાવરણમાં પલટોઃ કચ્છમાં ભારે પવન ફુંકાતા ગરમીમાં આંશિક રાહત

વાતાવરણમાં પલટોઃ કચ્છમાં ભારે પવન ફુંકાતા ગરમીમાં આંશિક રાહત

Date:

Related stories

ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે વાતાવરણમાં પણ પલટો આવ્યો છે કચ્છમાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે સાથે અસહ ગરમી પણ પડી રહી છે. કચ્છના હવામાનમાં બે ત્રણ દિવસથી પલટો આવ્યો છે ધૂળની ડમરીઓ ઉડવા સાથે વાતાવરણમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ગરમીનું પ્રમાણ પણ વધવા પામ્યું છે દેશમાં વાવાઝોડું આવવાની ભીતિ છે જોકે કચ્છના દરિયાકાંઠે હજી કોઈ મુવમેન્ટ જોવા મળી નથી અરબી સમુદ્રમાં સર્જાયેલી સાયકલોનની અસર કચ્છમાં અત્યારસુધીનાં અપડેટ પ્રમાણે જોવા નહીં મળે. જોકે પવન ફૂંકાશે તેવું ભુજના હવામાનશાસ્ત્રીએ જણાવ્યું હતું. વાવાઝોડાની અસર સંદર્ભે પણ તકેદારી રાખવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, હજી કેરળમાં પણ ચોમાસુ જામ્યું નથી જુનના પ્રથમ સપ્તાહમાં કેરળમાં વરસાદ આવ્યાના વિસ દિવસ બાદ કચ્છમાં વરસાદ પડી શકે તેવી શકયતા વ્યક્ત કરી હતી

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories