HomeGujaratનવસારીના પોંસરી ગામે CHLORINE GAS ગેસ લિકેજથી ફાયરના જવાનો સહિત 150ને અસર-INDIA...

નવસારીના પોંસરી ગામે CHLORINE GAS ગેસ લિકેજથી ફાયરના જવાનો સહિત 150ને અસર-INDIA NEWS GUJARAT

Date:

Related stories

CHLORINE GAS ફાયરના ત્રણ જવાનોને પણ થઇ અસર – INDIA NEWS GUJARAT

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના પોંસરી ગામ ખાતે પાણીની ટાંકીના CHLORINE પ્લાન્ટમાંથી CHLORINE GAS લિકેજ થતા દોડધામ મચી ગઇ હતી. અંદાજે 150 લોકોને તેની અસર થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ દોડી ગયા હતા. જો કે, જેમને ગેસની અસર થઇ હતી તે તમામ લોકોની તબિયત સારી હોવાનું જાણવા મળે છે. CHLORINE GAS લિકેજ કંટ્રોલ કરવા પહોંચેલા ફાયર વિભાગના લાશ્કરો પૈકી ત્રણ જવાનોને પણ રાહત કામગીરી દરમ્યાન CHLORINE GASની અસર થઇ હતી અને તેમને પણ શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. જો કે, તમામ લાશ્કરોને પણ સામાન્ય અસર હોવાનું જાણવા મળે છે.INDIA NEWS GUJARAT

પાણીની ટાંકીના CHLORINE પ્લાન્ટમાંથી થયો GAS લિકેજ-INDIA NEWS GUJARAT

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના પોંસરી ગામ ખાતે મોટી દુર્ધટના સર્જાતા રહી ગઇ હતી. પોંસરી ગામના પાણી પુરવઠા વિભાગના પાણીની ટાંકીના CHLORINE GAS પ્લાન્ટમાંથી અચાનક ગેસ લિકેજ થયો હતો. CHLORINE GAS લિકેજ થવાને કારણે પોંસરી ગામ પાણીની ટાંકી આસપાસ રહેતા અંદાજે 150 જેટલા લોકોને શ્વાસ લેવમાં તકલીફ ઉભી થઇ હતી અને તેમને ચક્કર આવવા લાગ્યા હતા. જો કે, ઓછી માત્રામાં ગેસની અસર થઇ હોવાથી કોઇને ગંભીર અસર પહોંચી નહીં હોવાનું સ્થાનિક સત્તાવાળા જણાવી રહ્યા છે. જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઇ એ તમામ લોકો તાત્કાલિક સારવાર માટે નજીકના સામુહિક આરોગ્ય કેન્દ્ર  ખાતે દોડી ગયા હતા. જ્યાં તમામની તબિયત બરાબર સારી છે.INDIA NEWS GUJARAT

બિલીમોરા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દોડી ગયા-INDIA NEWS GUJARAT

પોંસરી ગેમે પાણીની ટાંકી નજીક જ આવેલા CHLORINE GAS પ્લાન્ટમાં લિકેજ થવા અંગે બિલિમોરા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને જાણ થતા તેઓ પણ તુરંત પોંસરી ગામ ખાતે દોડી ગયા હતા. તેમજ CHLORINE GAS લિકેજ થવાનું કારણ શું છે તેની તપાસ હાથ ધરી હતી. જો કે, હજુ સુધી સત્તાવાળાઓને ગેસ લિકેજ અંગેનું સાચુ કારણ જાણવા મળ્યું નથી. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળી રહ્યુ છે.-INDIA NEWS GUJARAT

આપ આ પણ વાંચી શકો છોઃ-હવે શ્રેષ્ઠ રોબોટીક સર્જરી થશે સુરતની KIRAN HOSPITALમાં-INDIA NEWS GUJARAT

આપ આ પણ વાંચી શકો છોઃ-ફેનિલ GRISHMAની હત્યા કરવા કોલેજ દોડી ગયો હતો-INDIA NEWS GUJARAT

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories