HomeGujaratBJPના ગઢ સમાન નાનપુરા વિસ્તારમાં પક્ષ વિરૂધ્ધ લાગ્યા બેનર-india news gujarat

BJPના ગઢ સમાન નાનપુરા વિસ્તારમાં પક્ષ વિરૂધ્ધ લાગ્યા બેનર-india news gujarat

Date:

Related stories

ભાજપના ઉમેદવારોએ મતોની ભીખ માંગવા આવવું નહીં-india news gujarat 

સુરત મહાનગર પાલિકામાં વર્ષોથી  BJPના ઉમેદવારોનું વર્ચસ્વ રહ્યુ છે અને સ્થાનિક લોકોએ BJPના ઉમેદવારોને હંમેશા જંગી મતોથી વિજય અપાવ્યો છે. આવા સંજોગોમાં હવે BJPના ગઢ સમાન ગણાતા નાનપુરા વિસ્તારમાં BJPના કોર્પોરેટરો સામે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ સ્થાનિક મતદારો દ્વારા પોતાના વિસ્તારમાં એવા બેનરો મારવામાં આવ્યા છે કે, BJPના મત ભિક્ષુકોએ મતની ભીખ માંગવા આવવું નહીં. ઉપરાંત એવુ પણ લખવામાં આવ્યુ છે કે, કોટ વિસ્તારમાં વિકાસ ગાંડો થયો છે. અમારા વિસ્તારના લોકોના કામ સમયસર થતા નથી એ સહિતની પણ કેટલિક વિગતો લખવામાં આવી છે. જેથી સ્થાનિક BJPના નેતાઓમાં ગભરાટ ફેલાય છે અને આવુ થવા પાછળનું કારણ શું છે તેની તપાસમાં લાગી ગયા છે.-india news gujarat

અમારા કોર્પોરેટરને ક્યાં બાંધકામ થાય છે એ જ ખબર હોય છે-india news gujarat 

BJP વિરૂધ્ધ લાગેલા બેનરોમાં અનેક પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે જે પૈકી સૌથી વધારે ગંભીર બાબત એ છે કે, સ્થાનિક લોકોએ બેનરમાં એવુ પણ લખ્યુ છે કે, અમારા વિસ્તારના BJPના કોર્પોરેટરને બીજી કંઇ જ ખબર નથી પરંતુ એટલી તો ખબર છે જ કે, તેમના વિસ્તારમાં કઇ જગ્યાએ બાંધકામ થઇ રહ્યું છે. આ સિવાય પણ કાર્યકરોમાં એટલી હદે રોષ જોવા મળી રહ્યો છે કે, હવે તેઓ સામાન્ય કામ માટે પણ કોર્પોરેટરો પાસે જવાનું ટાળી રહ્યા છે. જે પ્રકારે કાર્યકરો કોર્પોરેટરોથી કિનારો કરી રહ્યા છે તેની સ્થાનિક નેતાગીરીએ પણ નોંધ લીધી છે.-india news gujarat

BJPના કાર્યકરો આપ તરફ વળી રહ્યા છે-india news gujarat 

વર્ષોથી BJPના કાર્યકર તરીકે પોતાનું સર્વસ્વ આપનારા કાર્યકરો હવે BJPના કોર્પોરેટરો સામે રોષે ભરાયા છે. ખાસ કરીને કોટ વિસ્તાર કહો કે તળ સુરતમાં મતદારોએ હંમેશા BJPનો જ સાથ આપ્યો છે અને તેના ઉમેદવારો સાથે અડીખમ ઉભા રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં આવેલા પરિવર્તન અને BJPના કોર્પોરેટરોના વાણી વર્તનને કારણે કાર્યકરો હવે BJPથી કિનારો કરતા થઇ ગયા છે અને મોટા ભાગના કાર્યકરો હવે આપ તરફ વળી રહ્યા છે. જે આગામી દિવસોમાં BJP માટે મોટો પડકાર બની શકે છે.-india news gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-ગ્રીષ્મા murder case કેસમાં 2500 પાનાની ચાર્જશીટ ફાઇલ કરતી પોલીસ

આપ આ પણ વાંચી શકો છોઃ-સુરતના જોળવામાં 12 વર્ષની માસુમ પર rape બાદ murder

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories