HomeGujaratકઠોરમાં BJPના MLA અને APPના મહિલા કોર્પોરેટર વચ્ચે તું તું...

કઠોરમાં BJPના MLA અને APPના મહિલા કોર્પોરેટર વચ્ચે તું તું મેં મેં-INDIA NEWS GUJARAT

Date:

Related stories

તમે જે કરતા હો એ કરો એમ કહેતા મામલો બિચક્યો-INDIA NEWS GUJARAT

ગત રોજ પાલિકાની બજેટ અંગેની સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. આ વિવાદ શાંત થાય એ પહેલા જ આ APPના મહિલા કોર્પોરેટર અને કામરેજના BJPના MLA    વચ્ચે આજે કઠોર ખાતે તું તું મેં મેં થઇ ગઇ હતી અને જાહેરમાં બન્ને રાજકીય આગેવાનો બાખડી પડ્યા હતા. જેના કારણે લોકો પણ આશ્ચર્ય ચકિત થઇને બન્ને રાજકારણીઓની બોલાચાલી જોતા રહી ગયા હતા. કામરેજના BJPના MLA   વી ડી ઝાલાવાડીયા અને BJPના MLA   અને APPના મહિલા કોર્પોરેટર મોનાલી હીરપરાની આ શાબ્દીક લડાઇનો વિડીયો વાયરલ થયો છે અને લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. ખાસ કરીને જ્યારે BJPના MLA   વી ડી ઝાલાવાડીયાએ  APPના મહિલા કોર્પોરેટર મોનાલી હીરપરાને એવું કહ્યું કે, તમારૂ કામ કરો રાજ્ય સરકારના કામમાં દખલ નહીં કરો ત્યારે મામલો વધારે બિચક્યો હતો.-INDIA NEWS GUJARAT

બસના લોકાર્પણ સમારોહમાં થઇ બબાલ-INDIA NEWS GUJARAT

કામરેજના ધારાસભ્ય વી ડી ઝાલાવડીયા આજે કામરેજ તાલુકાના કઠોર ખાતે બસના લોકાર્પણ સમારોહમાં આવ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ તેમને રજૂઆત કરવા પહોંચ્યા હતા. વોર્ડ નંબર બે ના મહિલા કોર્પોરેટર મોનાલી હીરપરા અને ધારાસભ્ય વી ડી ઝાલાવાડીયાએ એવી રજૂઆત કરી હતી કે, લોકોના કામ થતા નથી. ખાસ કરીને રોડ રસ્તાના કામો ન થતા હોવાથી પ્રજા પરેશાન થાય છે. આ મામલે BJPના MLA   અને APPના મહિલા કોર્પોરેટર વચ્ચે બોલાચાલી થઇ ગઇ હતી અને વાત એટલી ઉગ્ર બની ગઇ હતી કે બન્ને આમને સામને તું તું મેં મેં પર ઉતરી આવ્યા હતા. પ્રજાના કામ ન થતા હોવાની ફરિયાદ કોર્પોરેટરની હતી તો બીજી તરફ ધારાસભ્ય વી ડી ઝાલાવાડીયાએ એવું કહ્યું હતું કે, રાજ્ય સરકારના કામમાં માથું ન મારો, તમારૂ જે કામ હોય એ કરો… જાહેરમાં આપના કાર્યકરો અને ભાજપના ધારાસભ્ય વચ્ચે થયેલી આ બોલાચાલીને કારણે લોકોને તમાશો જોવા મળ્યો હતો.-INDIA NEWS GUJARAT

આપ આ પણ વાંચી શકો છોઃ-સુરત થયું બદસુરત! – India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-CRIME CITY SURATમાં વધુ એક હત્યા- સાપ્તાહિકના તંત્રીને પરિવાર સામે રહેંસી નાંખ્યો

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories