1400 આંગણવાડીની ચેનલ દ્વારા food packetsનું વિતરણ થશે-India News Gujarat
નવસારી લોકસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ નો 16મી માર્ચે જન્મદિવસ આવી રહ્યો છે. ત્યારે નવસારી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આ દિવસને સેવા કાર્ય તરીકે ઉજવવાનો સંકલ્પ કર્યો છે. જેના ભાગરૂપે જિલ્લાના 1300 થી વધુ કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર આપવા માટે 7 દિવસ ચાલે એવો પૌષ્ટિક આહાર ના food packetsનું વિતરણ આંગણવાડી હસ્તક કરવામાં આવશે. નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલમાં જ કુપોષિત બાળકોની યાદી જાહેર કરી હતી જેમાં ચીખલી-વાંસદા અને જલાલપોર તાલુકામાં મુખ્યત્વે 1300થી વધુ કુપોષિત બાળકો ડિટેક્ટ થયા હતા જેમને ત્રણ મહિનાની સમય અવધિમાં પોષણયુક્ત આહાર આપીને તેમનું સ્વાસ્થ્ય સારું થાય તે માટેની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા અગાઉથી કરવામાં આવી જ રહી છે.-India News Gujarat
જિલ્લાના 144 અધિકારીઓએ કુપોષિત બાળકોને દત્તક લીધા-India News Gujarat
નવસારી જિલ્લાના અંદાજે 144 જેટલા અધિકારીઓએ બાળકોને દત્તક લઇને તેમને કુપોષિત કેટેગરીમાંથી બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં જિલ્લા ભાજપ સંગઠન એ પણ હવે આ અભિયાનમાં તેમને સાથ આપવાનો નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે આગામી 16મી માર્ચે નવસારીના સાંસદ સીઆર પટેલના જન્મ દિવસને યાદગાર બનાવવા માટે કુપોષણ દૂર કરો અભિયાનની શરૂઆત કરવામાં આવશે. ભાજપના 10 હજાર જેટલા કાર્યકરો આ અભિયાનમાં જોતરાયા છે જેના ભાગરૂપે બી આર ફાર્મ ખાતે આજે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલે જણાવ્યું હતું કે, food packets તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં તલ ગોળ ના લાડુ, ખજૂર ની મીઠાઈ સહિત તમામ પ્રોટીન યુક્ત આહાર સાથેના food packetsને તાલુકા કક્ષાએ રવાના કરવામાં આવશે. 16 મી માર્ચે તાલુકા કક્ષાએ સ્ત્રીરોગ નિદાન કેમ્પ, ચશ્મા શિબિર અને દરેક હોસ્પિટલોમાં ફ્રુટનું વિતરણ કાર્યકરો દ્વારા કરવામાં આવશે સાંસદના જન્મ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા ૩૧મી મે પહેલા જિલ્લામાંથી કુપોષણ દૂર થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે.-India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-3 Round Firing : આર્મીમેનની પત્ની પર ત્રણ રાઉન્ડ Firing
આપ આ પણ વાંચી શકો છોઃ-baby instrumental couple Living together-પુત્રીએ દંપતીને એક કર્યું