કોરોના કાળમાં સૌથી વધારે અસર વિદ્યાર્થીઓના ભણતર પર પડી છે. પરંતુ હવે જયારે પરિસ્થિતિમાં સુધાર આવી રહ્યો છે અને બધું ધીંમે દીમે પાછું નોર્મલ થઇ રહ્યું છે. પણ હજી પણ સ્કૂલ કે કલાસીસ શરૂ કરીને તંત્ર વિદ્યાર્થીઓના જીવ સાથે છેડા કરતુ હોય એવું લાગી રહ્યું છે. અને એવો જ એક બનાવ ભરૂચમાં સામે આવ્યો છે. ભરૂચમાં ખાનગી ક્લાસીસો ધમધમી રહ્યા છે. જેને પગલે પોલીસે ચેકીંગ હાથ ધરતા શ્રવણ ચોકડી નજીક શિલ્પી સ્કવેર શોપિંગ સેન્ટરમાંથી ખાનગી કોમ્પ્યુટર ક્લાસીસ ઝડપાયું છે. ક્લાસીસમાં આશરે 40થી વધુ વિદ્યાર્થીઓને બોલવામાં આવ્યા હતા.જ્યાં ના તો સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું કે ના તો વિદ્યાર્થીઓએ માસ્ક પહેર્યું હતું. પોલીસે રેડ કરી કોમ્પ્યુટર ક્લાસીસના માલિકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કોરોના કાળમાં પૈસાના લોભિયાઓ પર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે કે શું કામ આ લોકો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો સાથે રમત રમી રહ્યા છે.
ભરૂચના કલાસીસમાં કોરોના ગાઈડલાઈન ભંગ
Related stories
Business
Union Budget 2023-24: બજેટ ભાષણમાં નાણામંત્રીએ ગરીબોને આપી રાહત, ‘PM ગરીબ કલ્યાણ યોજના’ હેઠળ આગામી 1 વર્ષ માટે મફત રાશન મળશે – India News...
બજેટ ભાષણમાં નાણામંત્રીએ ગરીબોને આપી રાહત.
Union Budget 2023-24: નરેન્દ્ર મોદી...
Business
Opposition reaction on the budget: બજેટમાં “મોંઘવારી અને બેરોજગારીનો કોઈ પ્રશ્ન નથી”, વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું – India News Gujarat
બજેટમાં વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું.
Opposition reaction on the...
Business
CM on Budget-2023: ભારતના અમૃતકાળના રોડમેપને કંડારતું બજેટ – India News Gujarat
CM on Budget-2023
ઈન્ડિયા ન્યૂઝ, ગાંધીનગર: CM on Budget-2023: વડાપ્રધાન...
Subscribe
- Never miss a story with notifications
- Gain full access to our premium content
- Browse free from up to 5 devices at once
Latest stories
Previous articleગુજરાતમાં માવઠા બાદ હવે ઠંડીના ચમકારામાં વધારો જોવા મળ્યો