HomeGujaratબંગાળ: ઘરોમાં આગચંપી, 10 લોકો જીવતા ભડથું-INDIA NEWS GUJARAT-

બંગાળ: ઘરોમાં આગચંપી, 10 લોકો જીવતા ભડથું-INDIA NEWS GUJARAT-

Date:

Related stories

બંગાળમાં હિંસા :

બીરભૂમમાં અનેક ઘરોમાં આગ લગાવાઈ , 10 લોકો જીવતા સળગી ગયા , તૃણમૂલ નેતાની હત્યા બાદ ફાટી નીકળી હિંસા બાગુતી ગામમાં તૃણમૂલ નેતા ભાદુ શેખની હત્યા થઈ હતી પ.બંગાળના બીરભૂમમાં તૃણમૂલ નેતાની હત્યા બાદ ફાટી નીકળેલી હિંસામાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા . અહેવાલો અનુસાર , બાગુતી ગામમાં તૃણમૂલ નેતા ભાદુ શેખની હત્યા બાદ હિંસા ફાટી નીકળી છે . આ પછી ટોળાએ અનેક ઘરોમાં આગ લગાવી દીધી હતી . આ દરમિયાન 10 લોકો જીવતા સળગી ગયા છે . એક જ ઘરમાંથી 7 મૃતદેહ મળ્યા છે . બોમ્બ ફેંકી હત્યા કરવામાં આવી સોમવારે મોડી રાત્રે બંગાળના બીરભૂમના રામપુરહાટમાં બોમ્બ ફેંકીને પંચાયત નેતા ભાદુ શેખની હત્યા કરવામાં આવી હતી . મળતી માહિતી મુજબ , શેખ સ્ટેટ હાઈવે 50 પર જઈ રહ્યા હતા . આ દરમિયાન અજાણ્યા લોકોએ તેમના પર બોમ્બ ફેંક્યો હતો , જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા . ત્યાર બાદ તેમને રામપુરહાટની મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા હતા , જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા . આગમાં 10 લોકો જીવતા સળગી ગયા ભાદુ શેખ તૃણમૂલ કોંગ્રેસના નેતા હતા અને જ્યારે તેઓ સ્ટેટ હાઈવે 50 પર જઈ રહ્યા હતા ત્યારે તેમના પર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો .8 charred bodies recovered from burnt houses in Bengal village

ભાદુ શેખના મોતના સમાચાર સમગ્ર વિસ્તારમાં જંગલમાં લાગેલી આગની જેમ ફેલાઈ ગયા હતા રાજકીય હત્યાને કારણે TMC માં સમર્થકોએ આ હુમલાના શંકાસ્પદોનાં ઘરોને આગને હવાલે કરી દીધા હતા . પોલીસે જણાવ્યું હતું કે હત્યાના મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે આ મામલે તપાસ માટે SIT ની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે , જેમાં એડીજી વેસ્ટર્ન રેન્જ સંજય સિંહ , સીઆઈડી એડીજી જ્ઞાનવંત સિંહ અને ડીઆઈજી સીઆઈડી ઓપરેશન મીરજ ખાલિદ સામેલ છે . પોલીસે જણાવ્યું હતું કે બીરભૂમ જિલ્લાની બરશાલ ગ્રામપંચાયતના નાયબ વડા ભાદુ શેખની સોમવારે હત્યા કરવામાં આવી હતી . એ પછી જ રાત્રે આગની આ ઘટના બની હતી , જેમાં 10 લોકો જીવતા સળગી ગયા છે . ભાદુ શેઠ બાગુતી ગામના રહેવાસી હતા . બંગાળમાં થયેલી સૌથી મોટી રાજકીય હિંસામાંની એક ઘટના મળતી માહિતી મુજબ , હત્યા બાદ આ વિસ્તારના કોઈપણ ઘરમાં એકપણ પુરુષ સભ્ય બચ્યો નથી .

પશ્ચિમ બંગાળમાં હાલના સમયમાં આ સૌથી મોટી રાજકીય હિંસામાંની એક ઘટના છે . સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર , હુમલાખોરોએ ઘરોને આગ લગાવ્યા પહેલાં લોકોને તેમના ઘરમાં જ બંધ કરી દીધા હતા . હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ ચાલુ છે . બંગાળમાં થયેલી સૌથી મોટી રાજકીય હિંસામાંની એક ઘટના મળતી માહિતી મુજબ , હત્યા બાદ આ વિસ્તારના કોઈપણ ઘરમાં એકપણ પુરુષ સભ્ય બચ્યો નથી . પશ્ચિમ બંગાળમાં હાલના સમયમાં આ સૌથી મોટી રાજકીય હિંસામાંની એક ઘટના છે સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર , હુમલાખોરોએ ઘરોને આગ લગાવ્યા પહેલાં લોકોને તેમના ઘરમાં જ બંધ કરી દીધા હતા . હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ ચાલુ છે . થોડા દિવસો પહેલાં એક જ દિવસમાં બે કાઉન્સિલરની હત્યા કરવામાં આવી હતી પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાની એક ઘટના 13 માર્ચે બની હતી . જ્યારે હાલમાં ચૂંટાયેલા બે કાઉન્સિલરોને જાહેરમાં ગોળી મારી દેવામાં આવી હતી . તેમાંથી એક TMC અને બીજા કોંગ્રેસ પાર્ટીના હતા . TMC ના નેતા અનુપમ દત્તા ઉત્તર 24 પરગણા જિલ્લામાં પાનીહાટી નગરપાલિકાના વોર્ડ નંબર 8 ના કાઉન્સિલર હતા , જ્યારે પુરુલિયાના ઝાલદામાં કોંગ્રેસના કાઉન્સિલર તપન કાંડુ ચાર વખત જીત્યા હતા . બંનેને બાઇક પર આવેલા યુવકોએ ગોળી મારી હતી . TMC નેતાની હત્યાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી . ગયા વર્ષે પણ ચૂંટણીપરિણામો બાદ હિંસામાં 16 લોકો માર્યા ગયા હતા પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાની આ પહેલી ઘટના નથી . ગયા વર્ષે ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં બાદ હિંસામાં ઓછામાં ઓછા 16 લોકોએ જીવ ગુમાવ્યા હતા .

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories