HomeGujaratAAP યહાં આયે કિસ લીયે : BJP ?? India News Gujarat

AAP યહાં આયે કિસ લીયે : BJP ?? India News Gujarat

Date:

Related stories

સુરત આમ આદમી પાર્ટીને રામ રામ કહેવા હજુ પણ આઠ કોર્પોરેટરો તૈયાર હોવાની વાત – India News Gujarat – AAP

સુરતમાં AAPના પાંચ કોર્પોરેટરો ભાજપમા જોડાયા બાદ તમામ કોર્પોરેટરો એકજુથ છે તેવા દાવા વચ્ચે પક્ષપલ્ટુ કોર્પોરેટરોનું સભ્યપદ રદ કરવાની ડેપ્યુટી કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી. જો કે, AAPના આઠ કોર્પોરેટરો આ રજૂઆતમાં આવ્યા ન હતા જેથી અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. સાથો સાથ એવુ માનવામાં આવી રહ્યુ છે કે, ભાજપ દ્વારા આ તમામ કોર્પોરેટરોને કોર્પોરેટર પદ પરથી રાજીનામા આપી દેવા માટે રાજી કરી દેવામાં આવ્યા છે અને તેઓ ગમે ત્યારે આપને રામરામ કરીને ભાજપનો ભગવો પહેરી લશે. જો કે, બીજી તરફ AAPના વિપક્ષના નેતા દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેમના બાકી વધેલા કોર્પોરેટરો આપને વફાદાર છે.

આઠ કોર્પોરેટરો ન જોડાતા અનેક તર્ક વિતર્ક – India News Gujarat 

સુરત મહાનગર પાલિકામાં વિપક્ષ આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટી છોડીને રાજીનામા ધરી દીધા છે જેના કારણે હવે સુરત મહાનગર પાલિકામાં આપના સભ્યોની સંખ્યા 27માંથી ઘટીને 22 થઇ ગઇ છે. આપના કોર્પોરેટરોના પક્ષપલ્ટા બાદ લોકોમાં રોષ ફેલાશે એમ વિપક્ષે કહ્યું હતું. પણ એવું કશું થયું નથી. વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ પણ પક્ષ છોડી જનારા કોર્પોરેટરોને લીધે કોઇ ફેર પડતો નથી તેવી વાત કરી હતી. તેમજ બાકીના 22 કોર્પોરેટરો એકજુથ છે તેમાંથી કોઇ પક્ષ છોડે તેમ નથી અને ફોન કરીશું ત્યારે તમામ એકસાથે થઇ જશે તેવો દાવો કર્યો હતો.

આપને વેર વિખેર કરવાના ભાજપના મનસુબા સફળ – India News Gujarat

આ ઘમાસાણ વચ્ચે હવે આપના નેતાઓ પક્ષ છોડી ગયેલા પોતાના કોર્પોરેટરોનું સભ્યપદ પક્ષપલ્ટા બદલ રદ કરવાની માંગ સાથે મ્યુનિ.ના ડેપ્યુટી કમિશ્નર પાસે પહોંચ્યા હતા. જોકે, આજે આવેદનપત્ર અપાયું ત્યારે આપના બાકી રહી ગયેલા 22 કોર્પોરેટરો પૈકી 14 જ હાજર રહ્યા હતા. જેથી ગેરહાજર રહેલા આઠ કોર્પોરેટરો પણ નજીકના દિવસોમાં તૂટશે તેવી શક્યતા વ્યકત થઇ રહી છે. વિપક્ષ દ્વારા સવારે 11-30 વાગ્યે સુરત કમિશ્નરને આવેદન પત્ર આપવામાં આવનારૂ હતું. આપીને પક્ષ પલ્ટો કરનારા કોર્પોરેટરોનું સભ્ય પદ રદ્દ કરવા માટે આવેદનપત્ર આપવાની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી.

લોકો શું છે ચર્ચા ? – India News Gujarat

કમિશ્નર આજે સુરતમાં ન હતા તે બધાને જ ખબર હતી તો પછી સવારે ડે. કમિશ્નરને આવેદન પત્ર કેમ નહીં આપવામા આવ્યું તે પ્રશ્ન પણ લોકોમાં ચર્ચાઇ રહ્યો છે. આ અંગે એવી ચર્ચા થઈ રહી છે કે, સવારે પણ આપના કેટલાક કોર્પોરેટરો સંપર્ક વિહોણા હોવાથી આવેદપત્ર આપવાનો સમય બદલાયો હતો પરંતુ સાંજે પણ કોર્પોરટેરો ન આવતાં તેઓએ ડેપ્યુટી કમિશ્નરને આવેદનપત્ર આપ્યું હતું. ભાજપ દ્વારા ગમે તે રીતે આપના કોર્પોરેટરોને તોડવાના પ્રયાસો હજુ પણ ચાલુ હોવાનું કહેવાય છે.

તમે આ પણ વાંચી શકો છો :

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories