આર્મીમેનની પત્ની પર ત્રણ રાઉન્ડ Firing
સુરતના રીંગરોડને અડીને આવેલા માન દરવાજા સી ટેનામેન્ટમાં જાહેરમાં ત્રણ રાઉન્ડ Firingની ઘટનામાં આર્મીમેનની પત્ની ઈજાગ્રસ્ત થઈ હતી. ઉલ્લેખનીય છે કે ઇજાગ્રસ્ત આર્મીમેનની પત્ની ઉપર પંદર દિવસ અગાઉ પણ બમરોલી રોડ પર Firing થયું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે. -LATEST NEWS
પંદર દિવસ પહેલા પણ પગમાં ગોળી મારી હતી
-India News Gujarat
રીંગરોડના માન દરવાજા સી ટેનામેન્ટમાં પિયરમાં રહેતી નંદિની ઉર્ફે નંદા વિનોદ મોરે ઉપર બાઇક પર આવેલા અજાણ્યા શુટરોએ ત્રણ રાઉન્ડ Firing કર્યું હતું અને શાર્પ શુટરો નાસી છુટ્યા હતા. આ મહિલા પર પંદર દિવસ અગાઉ બમરોલી રોડ પર પણ Firing થયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે.
આ મહિલા બમરોલી રોડ પરથી પંદર દિવસ પહેલા પસાર થતી હતી ત્યારે ડાબા પગમાં તેને ઇજા થઇ હતી ત્યારે તેને પથ્થર ઉડીને વાગ્યો હશે એવુ લાગ્યું હતું. પરંતુ આ ઇજાનું ડ્રેસીંગ કરાવવા ઉધના દરવાજાની પરાગ હોસ્પિટલમાં ગઇ હતી. જયાંથી તે પરત ઓટો રીક્ષામાં બહેન અને ભત્રીજી સાથે નંદા ઘરે જઇ રહી હતી ત્યારે બાઇક પર આવેલા બે બુકાનીધારીઓએ જાહેરમાં ત્રણ રાઉન્ડ Firing કરતા ડાબા હાથની કોણી, છાતી, ડાબા પડખા અને ડાબા પગની જાંઘના પાછળના ભાગે ઇજા કરી હતી. મહિલાને તુરંત જ સારવાર માટે પરાગ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા સલાબતાપુરા પોલીસ પણ દોડી આવી હતી. સારવાર દરમિયાન તબીબોએ નંદાબેનના પગના એક્સ-રે કરાવ્યો હતો જેમાં પંદર દિવસ અગાઉ જયાં ઇજા થઇ હતી તે ભાગમાં એક ગોળી હોવાનું નજરે પડતા તબીબો અને પોલીસ પણ ચોંકી ગઇ હતી. -LATEST NEWS
આર્મી મેન પતિ સાથે પણ ખટરાગ હોવાની વાત -India News Gujarat
પોલીસે આ અંગે નંદાબેનની બહેન સંગીતા અને ભત્રીજી યોગીતા આડળેની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે માન દરવાજા ટેનામેન્ટ રીપેરીંગ કરવાના હોવાથી નંદાબેને પાંડેસરાની આર્શીવાદ સોસાયટીમાં ભાડેથી લીધેલા મકાનની સફાઇ કરી પરત ઘરે જઇ રહ્યા હતા. ત્યારે બમરોલી રોડ પર બાજુમાંથી પસાર થયેલી બાઇકમાંથી પથ્થર ઉડયો હતો અને પગમાં વાગતા સારવાર માટે પરાગ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જયાં તબીબે ટાંકા લઇ સારવાર કરી હતી પરંતુ Firing થયાની બાબતથી અજાણ હતા. જેને પગલે પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
બીજી તરફ નંદા ફાઇનાન્સનો ધંધો કરતી હોવાનું ચર્ચાય રહ્યું છે અને આર્મી મેન પતિ સાથે પણ ખટરાગ હોવાની વાત જેથી પતિ સાથેના ઝઘડામાં કે અન્ય કોઇ બાબતે Firing થયું તે અંગેનું રહસ્ય ઘેરાય રહ્યું છે. -LATEST NEWS
તમે આ વાંચી શકો છો: wife stole jewellery from her own house : પ્રેમી માટે પત્ની એ પોતાના ઘરમાં કરી ચોરી
તમે આ વાંચી શકો છો: Dhuleti celebration : બે વર્ષ પછી જામશે Dhuletiનો રંગ